મારું ગુજરાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત પ્રવાસે! 22 સપ્ટેમ્બરે એકતાનગરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરશે

21 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત પ્રવાસે! 22 સપ્ટેમ્બરે એકતાનગરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરશે

President Droupadi Murmu Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી એટલે કે 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના પ્રવાસ દરમિયાન 22 સપ્ટેમ્બરે એકતા નગર, કેવડિયા ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એવોર્ડ અર્પણ કરશે. ખાસ વાત એ છે, કે આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન નવી દિલ્હીની બહાર કરવામાં આવી રહ્યું છે.

એકતા નગરમાં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ
22 સપ્ટેમ્બરે એકતા નગર, કેવડિયા ખાતે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં દેશભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, દિગ્દર્શકો, ટેકનિશિયનો અને અન્ય કસબીઓ ભારતીય સિનેમામાં વર્ષ 2024ની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત થશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહને માત્ર રાજધાની સુધી મર્યાદિત ન રાખીને ભવિષ્યમાં દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં યોજવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ગુજરાતના એકતા નગરને યજમાન બનાવવામાં આવ્યું છે.

23 સપ્ટેમ્બરે વડોદરામાં કાર્યક્રમો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ બ્રહ્માકુમારીઝના ‘Spiritual Awakening for World Renewal’ અભિયાનનો પ્રારંભ કરશે અને વડોદરામાં નવનિર્મિત ‘Global Spiritual Palace’ Retreat Centreનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ બ્રહ્માકુમારીઝ નડિયાદના ‘Youth for Viksit Bharat: Awakening Inner Strength for Nation Building’ અભિયાનનો વર્ચ્યુઅલ પ્રારંભ પણ કરશે.

ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યક્રમો
રાષ્ટ્રપતિનો ગુજરાત પ્રવાસ 21થી 23 સપ્ટેમ્બર સુધીનો રહેશે. ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન એકતા નગર અને વડોદરામાં યોજાનારા રાષ્ટ્રીય તથા જાહેર કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ રહેશે.

Tags:
Indian Politicsરાજ્ય સમાચારમારી ગુજરાતPresident ScheduleFilm Industry India
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026