મારું ગુજરાત

નાનકડા નોળિયાએ ખૂંખાર દીપડીને બે ગુલાટી ખવડાવી મેદાન છોડવા મજબૂર કરી, સુરતમાં 'દુર્લભ' ઘટના કેમેરામાં કેદ

6 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
નાનકડા નોળિયાએ ખૂંખાર દીપડીને બે ગુલાટી ખવડાવી મેદાન છોડવા મજબૂર કરી, સુરતમાં 'દુર્લભ' ઘટના કેમેરામાં કેદ

Leopard vs Mongoose Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામે એક 'દુર્લભમાંથી અતિ દુર્લભ' કહી શકાય એવી વન્યજીવ ઘટના બની છે. વણેસા ગામનો યુવાન આયુષ હળપતિ સાંજના સમયે ભિમાડાથી અમલસાડી ગામે દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગોટિયા ફળિયા અને ભિમાડા વચ્ચેની એક પડતર જગ્યામાં તેણે એક દીપડીને બેઠેલી જોઈ. આયુષે સમયસૂચકતા વાપરીને તુરંત 'ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ' ના સ્વયંસેવક જતીન રાઠોડને જાણ કરી હતી. જતીન જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. તપાસ કરતા જણાયું કે તે અંદાજે અઢી વર્ષની દીપડી હતી, જે શિકારની શોધમાં છુપાઈને બેઠી હતી.

દીપડીની નજર પડતા નોળિયા તરફ દોટ મૂકી.

નોળિયાનો અદભુત પ્રતિકાર
થોડીવાર પછી આ દીપડી ઉભી થઈ અને ધીમા પગલે એક નોળિયાની નજીક પહોંચીને તેનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો. દીપડીએ જોરદાર કૂદકો મારીને નોળિયા પર તરાપ મારી પરંતુ, આશ્ચર્યજનક રીતે માત્ર અઢી ફૂટના આ નાનકડા નોળિયાએ હાર માનવાને બદલે દીપડી પર વળતો આક્રમક હુમલો કર્યો. બંને વચ્ચેના આ મુકાબલામાં નોળિયાએ દીપડીનું મોઢું મજબૂતીથી પકડી લીધું અને તેને બે વાર ગુલાટી ખવડાવી દીધી. નોળિયો ભાગવાને બદલે આક્રમક રીતે દીપડી તરફ આગળ વધ્યો, જેનાથી ગભરાઈને દીપડી શિકાર કર્યા વિના જ મેદાન છોડીને ભાગી ગઈ હતી.

નોળિયા પર છલાંગ લગાવતા વળતો પ્રહાર કર્યો.

ચારથી પાંચ મિનિટની રોમાંચક લડાઈ કેમેરામાં કેદ
બંને પ્રાણીઓ વચ્ચેની આ ચારથી પાંચ મિનિટની રોમાંચક લડાઈને જતીન રાઠોડે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વાયરલ વીડિયોએ એ કહેવત સાર્થક કરી દીધી કે "કદ ભલે નાનું હોય, પણ બહાદુરી અને હિંમત સામે મોટા શિકારીઓએ પણ પાછા પગ કરવા પડે છે." ગુજરાતમાં કદાચ આ પહેલી ઘટના હશે જ્યાં કોઈ નોળિયાએ ખૂંખાર દીપડાને આટલી હિંમતથી ભગાડ્યો હોય.

આને 'જર્નલિસ્ટિક ડાયટ' કહેવાય: વન્યજીવ નિષ્ણાત
આ ઘટના અંગે સુરતના ડીસીએફ (DCF) ધીરજ કુમારે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, જંગલ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી દીપડાનો ખોરાક લેવાનો વ્યાપ ખૂબ મોટો અને 'નોન-સિલેક્ટિવ' હોય છે. આને 'જર્નલિસ્ટિક ડાયટ' કે 'કેથોલિક ડાયટ' કહેવામાં આવે છે. દીપડો 1થી લઈને 40 કિલો સુધીના કોઈપણ પ્રાણીનો શિકાર કરી શકે છે. તે માત્ર એ ગણતરી કરે છે કે, શિકાર પાછળ તેની કેટલી ઊર્જા વપરાશે. સામાન્ય રીતે નોળિયો દીપડાનો પ્રિય ખોરાક નથી, પરંતુ તે 'ઓપર્ચ્યુનિસ્ટિક ફૂડ' (તક મળે ત્યારે ખાતો ખોરાક) છે.

નોળિયાએ સતત દીપડીનો પીછો કરી ભગાવી મુકી.

નોળિયા પાસે ઝેર નથી પણ ઝડપથી બચી ગયો
સામાન્ય રીતે લોકો માને છે કે નોળિયા પાસે સાપની જેમ ઝેર હોય છે, પરંતુ એવું નથી હોતું. નોળિયા પાસે ઝેર હોતું નથી, પરંતુ તેના શરીરની લવચિકતા અને ઝડપી હલનચલન કરવાની ક્ષમતા અત્યંત તીવ્ર હોય છે. આ જ ઝડપના કારણે તે દીપડીના મુકાબલામાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. ડીસીએફના મતે, આ દીપડી અંદાજે 2થી અઢી વર્ષની હશે, જેની પાસે અનુભવનો અભાવ હોવાથી શિકારમાં નિષ્ફળ રહી હતી.

સમગ્ર ઘટના જતીન રાઠોડે કેમેરામાં કેદ કરી.

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓનું સંરક્ષણ અને ખોરાકની વ્યવસ્થા
દક્ષિણ ગુજરાતના જંગલો અને શેરડીના ખેતરો દીપડા માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. 2023ની વસ્તી ગણતરી મુજબ સુરત જિલ્લામાં 103 દીપડા નોંધાયા છે. દીપડા ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ન ભટકે તે માટે વન વિભાગ દ્વારા માંડવી ખાતે 'સ્પોટેડ ડિયર' અને 'રેડ જંગલ ફાઉલ' માટે બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ગીરના જંગલમાંથી પણ હરણ લાવીને તેનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે, જેથી જંગલની ફૂડ-ચેઈન સચવાઈ રહે.

Tags:
Animal BehaviorReflexesJungle FightWildlife IndiaClash of Titans
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026