મારું ગુજરાત

બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ! અમદાવાદમાં 'મોદી તેરી તાનાશાહી નહીં ચાલે'ના નારા, કેન્દ્ર સામે ઉગ્ર વિરોધ

11 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ! અમદાવાદમાં 'મોદી તેરી તાનાશાહી નહીં ચાલે'ના નારા, કેન્દ્ર સામે ઉગ્ર વિરોધ

Gujarat Bank Strike: દેશભરમાં આજે (11 સપ્ટેમ્બર) બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદમાં બેન્ક કર્મચારીઓએ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવીને નારેબાજી કરી. ‘મોદી તેરી તાનાશાહી નહીં ચાલે’, ‘બોલ મજુરા હાય હાય’ અને ‘પહેલે ભી હમ જીતે થે, હમ જો બેન્ક નહીં ખોલેંગે’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ, સમાન પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) અને IDBI બેન્કનું ખાનગીકરણ અટકાવવા સહિતની માંગણીઓ સાથે ગુજરાતના આશરે 75,000 કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા છે.

બેન્ક યુનિયનોએ આપી આંદોલન તેજ કરવાની ચીમકી
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU)ના નેજા હેઠળ દેશભરના આશરે 7.5 લાખથી વધુ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા છે. જેના કારણે અનેક સ્થળોએ બેન્કિંગ સેવાઓ અને કામકાજને અસર થઈ છે. યુનિયનોએ ચીમકી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવે તો 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની હડતાળ કરવામાં આવશે. ત્યારબાદ ઓક્ટોબર મહિનાથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

સપ્તાહમાં 5 દિવસનું કામકાજ કરવાની મુખ્ય માંગ
મહાગુગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરીના જણાવ્યા મુજબ, UFBU હેઠળ સંગઠિત વિવિધ બેન્ક યુનિયનોના કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ છે કે LIC અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોની જેમ બેન્કોમાં પણ સપ્તાહમાં 5 દિવસનું કામકાજ અમલી બનાવવામાં આવે. કર્મચારીઓનું કહેવું છે કે જો આ વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો તેઓ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે. સરકાર સાથે થયેલા સમજૂતી કરાર (MoU)ને લાંબો સમય વીતી ગયો હોવા છતાં તેનો યોગ્ય અમલ કરવામાં આવ્યો ન હોવાનો પણ યુનિયનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

PLIમાં સમાનતા અને IDBI ખાનગીકરણ રોકવાની માંગ
બેન્ક કર્મચારીઓની અન્ય મહત્વની માંગમાં પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ નીચલા સ્તરના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે રહેલી અસમાનતા દૂર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત IDBI બેન્કનું ખાનગીકરણ અટકાવવા અને અન્ય સેવાકીય પ્રશ્નોનો ઉકેલ લાવવાની પણ માંગ કરવામાં આવી છે.

ગુજરાતની 54 બેન્કોની કામગીરીને અસર
ગુજરાતમાં આશરે 54 બેન્કોની શાખાઓના કર્મચારીઓ હડતાળમાં જોડાતા વહીવટી કામગીરી અને ક્લિયરિંગ હાઉસ સંબંધિત કામકાજને પણ અસર પહોંચી છે. યુનિયનના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, કેન્દ્રીય નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે બેઠકો યોજાઈ હોવા છતાં હજુ સુધી કોઈ સાનુકૂળ ઉકેલ આવ્યો નથી. યુનિયનોએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં લે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Tags:
#મારુંગુજરાત#Viral#વાયરલ#UrgentUpdate#તાત્કાલિકઅપડેટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026