મારું ગુજરાત

પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં આપવી પડે: સુરતમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીની મોટી જાહેરાત

10 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં આપવી પડે: સુરતમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીની મોટી જાહેરાત

Ex Agniveer Gujarat Police Direct Recruitment: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા દેશ સેવા પૂર્ણ કરીને પરત ફરેલા પૂર્વ અગ્નિવીરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. 9 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરાયેલા નવા સુધારા નિયમો અનુસાર, હવે પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી (Uniformed) જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની લિખિત પરીક્ષા આપવી પડશે નહીં. અગાઉ રાજ્ય સરકારે તેઓને શારીરિક કાર્યક્ષમતા કસોટી (Physical Test) માંથી મુક્તિ આપી હતી. હવે શારીરિક અને લિખિત બંને કસોટીઓમાંથી મુક્તિ મળતા પૂર્વ અગ્નિવીરો માટે પોલીસ ખાતામાં જોડાવવાનો માર્ગ અત્યંત સરળ બની ગયો છે.

નિયમ 5Aનો ઉમેરો અને વયમર્યાદામાં વિશિષ્ટ છૂટછાટ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી ગેઝેટ મુજબ મૂળ નિયમોમાં નિયમ ૫ પછી નિયમ ૫A ઉમેરવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર સત્તાવાર સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લિખિત પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ સુધારો ગેઝેટ પ્રકાશનની તારીખથી જ અમલી બની ગયો છે. આ ઉપરાંત અગ્નિવીરોને વયમર્યાદામાં પણ રાહત આપવામાં આવી છે, જે મુજબ સામાન્ય પૂર્વ અગ્નિવીરોને મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળશે, જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને ખાસ 5 વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે.

પોલીસ અને જેલ વિભાગની આ મહત્વપૂર્ણ જગ્યાઓ પર મળશે લાભ
ગૃહ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ પૂર્વ અગ્નિવીરોને ગૃહ વિભાગ હેઠળની વિવિધ નિર્ધારિત જગ્યાઓ પર આ સવલત પ્રાપ્ત થશે. જેમાં મુખ્યત્વે:

  • સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Armed PSI)

  • સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ (Armed Police Constable)

  • એસઆરપીએફ (SRPF) પ્લાટૂન કમાન્ડર

  • એસઆરપીએફ (SRPF) પોલીસ કોન્સ્ટેબલ

  • જેલ વિભાગની વિવિધ ગણવેશધારી કેડરની જગ્યાઓ

20 ટકા અનામતનો લાભ યથાવત અને મૂળ નિવાસીની શરત
રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમો અનુસાર ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત પોલીસમાં 20 ટકા અનામતની જોગવાઈ યથાવત રાખી છે. આ અનામતનો લાભ માત્ર ગુજરાતના મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી હોય તેવા જ પૂર્વ અગ્નિવીરોને પ્રાપ્ત થશે. જેમણે ભારતીય ભુમિદળ, નૌકાદળ અથવા વાયુદળમાં અગ્નિવીર તરીકે સફળતાપૂર્વક પોતાની સેવાઓ પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજ ચકાસણીમાં યોગ્ય ઠરે, તેમને સીધી નિમણૂક આપવામાં આવશે.

સુરતમાં હર્ષ સંઘવીનું નિવેદન: 'રાજ્યની કાયદો-વ્યવસ્થાને મળશે મજબૂતી'
સુરત ખાતે કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "જે યુવાનોએ નાની વયે દેશની સરહદો પર કઠોર પરિસ્થિતિઓમાં રાત-દિવસ ફરજ બજાવીને દેશનું રક્ષણ કર્યું છે, તેમના શિસ્ત અને સૈન્ય અનુભવનો સીધો લાભ ગુજરાત પોલીસને મળશે. પૂર્વ અગ્નિવીરો પોલીસ બેડામાં જોડાવવાથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત થશે અને ગુજરાત પોલીસના જવાનો સાથે ખભે-ખભા મિલાવીને શિસ્તબદ્ધ સેવા આપી શકશે."

Tags:
ડેપ્યુટી CMપોલીસ કોન્સ્ટેબલઅગ્નિવીર યોજનાગુજરાત અપડેટ્સન્યૂઝ ગુજરાત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026