મારું ગુજરાત

દેશમાં સર્વપ્રથમ વાર: ગુજરાતમાં 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

3 જૂન, 2026•
GVGujaratvandan team
દેશમાં સર્વપ્રથમ વાર: ગુજરાતમાં 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

First time in the country: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયની જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો અને 'સર્વિસ કમિશનર'ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે. ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે.

સર્વિસ કમિશનરેટની રચના
'GRIT' દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદ્રઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશનરેટની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના અને સર્વિસ કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કમિશનરેટ રાજ્ય અને રાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ઉપરાંત પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરિણામે આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઇટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવીન નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિંદુ બનશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મેળવેલી વૈશ્વિક સફળતા બાદ ગુજરાત હવે સર્વિસ ક્ષેત્ર માટે પણ દેશનું મુખ્ય કેન્દ્ર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

'સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ'
આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશનરેટ હસ્તક વર્ષ 2026-2027 માટે રૂ. 100 કરોડના પ્રસ્તાવિત 'સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ'ની રચના કરવામાં આવી છે. આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત MSMEs અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

Tags:
#TransparentGovernance#PublicGrievance#EaseOfDoingBusiness#CitizenFirst#GujaratNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026