મારું ગુજરાત

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, કારમાં સવાર બેના મોત; ચાર લોકો ઘાયલ

12 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, કારમાં સવાર બેના મોત; ચાર લોકો ઘાયલ

Dholera Highway Accident: ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. કારમાં સવાર તમામ લોકો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી
મળતી વિગતો મુજબ, કારમાં સવાર લોકો અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તાની બાજુમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્મા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

બે લોકોનાં મોત, ચાર લોકોને ગંભીર ઈજાઓ
આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું. આ ઉપરાંત કારમાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીપળી, ધોલેરા અને ધંધુકા એમ ત્રણ સ્થળેથી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોમાંથી એકની ઓળખ થઈ
મૃતકો પૈકી એકની ઓળખ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય નઝીરહુસેન અબ્દુલકાદિર મેમણ તરીકે થઈ છે. જ્યારે બીજા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Tags:
#વાહનચાલકો#પીપળી#Ahmedabad#Dholera#ચેતવણી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026