મારું ગુજરાત

અમદાવાદીઓ તબિયત સાચવજો! શહેરમાં વાયરલ ઇન્ફેક્શનનો કેર, રોજના 5,000થી વધુ કેસનો દાવો

24 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદીઓ તબિયત સાચવજો! શહેરમાં વાયરલ ઇન્ફેક્શનનો કેર, રોજના 5,000થી વધુ કેસનો દાવો

Ahmedabad Viral Infection Outbreak: અમદાવાદમાં ચોમાસાના ભારે વરસાદી માહોલ બાદ હવે વાતાવરણ બદલાતાં જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં હાલ રોજના 5000થી પણ વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસો નોંધાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બદલાતી ઋતુ અને ભેજવાળા વાતાવરણને કારણે સરકારી હોસ્પિટલો તેમજ અર્બન હેલ્થ સેન્ટરો (UHC)માં દર્દીઓની ભારે ભીડ ઉમટી પડી છે. આ ઉપરાંત, શહેરની ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના આંકડા ચિંતાજનક
વાયરલ તાવની સાથે સાથે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પણ ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સંચાલિત હોસ્પિટલોમાં મલેરિયાના 92, ડેન્ગ્યુના 496 અને ચિકનગુનિયાના 7 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સિવાય દૂષિત પાણી અને ખોરાકના કારણે પાણીજન્ય રોગો પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં ઝાડા-ઊલટીના 140, કમળાના 48 અને ટાઈફોઈડના 172 કેસ સામે આવ્યા છે. ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓનો મોટો આંકડો તંત્ર પાસે ઉપલબ્ધ ન હોવાથી વાસ્તવિક પરિસ્થિતિ વધુ ગંભીર હોવાની આશંકા સેવાઈ રહી છે.

AMC હેલ્થ વિભાગનું આક્રમક ચેકિંગ અને કડક દંડ
શહેરમાં વકરતા રોગચાળાને ડામવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કમર કસી છે. AMCની ટીમો દ્વારા સમગ્ર શહેરમાં 1,298 જેટલા કોમર્શિયલ અને કન્સ્ટ્રક્શન એકમો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન 222 જેટલા સ્થળો પરથી મચ્છરોના બ્રિડિંગ (પોરા) મળી આવ્યા હતા. જે એકમોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળી આવ્યા, તેમાંથી 61 જેટલા એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરીને કુલ રૂ. 6 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

જાણીતી સંસ્થાઓ અને બાંધકામ સાઇટો પર મોટી પેનલ્ટી
મહાનગરપાલિકાની તપાસ દરમિયાન શહેરની કેટલીક જાણીતી સંસ્થાઓ અને બાંધકામ સાઇટો પરથી પણ મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા, જેમના પર કડક દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સેપ્ટ યુનિવર્સિટી (CEPT) અને કાર્ગો મોટર્સમાંથી મચ્છરોનું બ્રિડિંગ મળતા રૂ. 25,000નો દંડ કરાયો છે. આ ઉપરાંત ઇન્ડિયા કોલોની સ્થિત અદાણી કન્સ્ટ્રક્શન સાઇટને રૂ. 20,000ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને રૂ. 10,000 તેમજ ગિરીશ કોલ્ડ્રિંક્સને રૂ. 5,000ની પેનલ્ટી કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે હજુ પણ વધુ સખત પગલાં લેવાશે.

નાગરિકોને જાગૃત રહેવા અને સાવચેતી રાખવા AMCની અપીલ
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે લોકોના ઘરની છત પર મૂકેલા કુંડા, નકામા ટાયરો અને પક્ષીઓ માટે રાખેલા માટીના કૂંડા કે પાત્રોમાં મચ્છરોનું બ્રિડિંગ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા તમામ અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર કે ઓફિસની આસપાસ પાણી ભરાઈ રહેવા ન દે. ઘરમાં રાખેલા કુંડા, મની પ્લાન્ટ અને પાણીના પાત્રોની નિયમિત સાફ-સફાઈ કરે અને સંગ્રહિત પાણીને ઢાંકીને રાખે, જેથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવા ઘાતક રોગોથી બચી શકાય.

Tags:
#HealthTips#હેલ્થટીપ્સ#PublicHealth#જાહેરઆરોગ્ય#StaySafe
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026