મારું ગુજરાત

'વરસાદ થતો હોય તો 100 આયોજન કુરબાન!' જામનગરમાં પૂનમ માડમ હજારો યુવાનો સાથે ઝૂમ્યા, 'નમો નાદ'માં સંગીતની ધૂમ

21 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'વરસાદ થતો હોય તો 100 આયોજન કુરબાન!' જામનગરમાં પૂનમ માડમ હજારો યુવાનો સાથે ઝૂમ્યા, 'નમો નાદ'માં સંગીતની ધૂમ

Namo Naad Jamnagar: જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ અને તેમની 25 વર્ષની રાષ્ટ્રસેવાને સમર્પિત ‘નમો નાદ’ ભક્તિમય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઈશાની દવે, હાર્દિક દવે અને રાજ ગઢવીએ સંગીતની રંગત જમાવી હતી, જ્યારે સાંસદ પૂનમ માડમ ગણપતિ વંદના અને દેશભક્તિના ગીતો પર યુવાનો સાથે ઝૂમી ઊઠ્યાં હતાં.

વરસાદ વચ્ચે પણ કાર્યક્રમ યથાવત
કાર્યક્રમ દરમિયાન વરસાદ શરૂ થતાં પૂનમ માડમે કહ્યું હતું કે, “મારા આયોજનને લીધે વરસાદ આવતો હોય, તો વરસાદ ઉપર આવા 100 આયોજનો કુરબાન.” વરસાદ છતાં કાર્યક્રમમાં હાજર લોકો અને કાર્યકર્તાઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો.

કલાકારોની સંગીતમય રમઝટ
ઈશાની દવે અને હાર્દિક દવેએ પોતાના પર્ફોર્મન્સથી માહોલમાં રંગત જમાવી હતી. રાજ ગઢવીએ પણ ‘અણિયારી આંખ’ સહિતના ગીતો રજૂ કરીને ઉપસ્થિત લોકોને ઝૂમવા મજબૂર કર્યા હતા. ગણપતિ વંદના અને દેશભક્તિના ગીતો દરમિયાન પૂનમબેન માડમ પણ યુવાનો સાથે મન મૂકીને ઝૂમ્યા હતા.

ભક્તિ અને દેશભક્તિનો સંગમ
વરસાદ વચ્ચે પણ જામનગરની જનતા અને યુવાનોનો ઉત્સાહ ઓછો થયો નહોતો. મોટી સંખ્યામાં હાજર લોકોએ કલાકારોના સંગીત સાથે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનુભવ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગીત અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

‘આજનું યુવાધન સંસ્કૃતિને આગળ વધારશે’
આ પ્રસંગે પૂનમ માડમે જણાવ્યું હતું, કે ભક્તિ, સંસ્કૃતિ અને લોકપરંપરા સાથે યુવાનોનો જોડાણ વધતું જોવા મળી રહ્યું છે. યુવાનો ગીતો માટે સતત વિનંતી કરતા હતા અને ગાયકો સાથે વાતચીત પણ કરતા હતા. તેમના જણાવ્યા મુજબ, યુવાનોનો ઉત્સાહ, ડાન્સ, રાસ અને ભજનો પ્રત્યેનો રસ દર્શાવે છે કે આજનું યુવાધન આપણી સાંસ્કૃતિક ધરોહરને વધુ મજબૂતીથી આગળ વધારશે.

‘વરસાદ છતાં ઉત્સાહમાં ઘટાડો નહોતો’
ઈશાની દવેએ જણાવ્યું હતું કે વરસાદ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નહોતો. તેમણે કહ્યું કે આજના યુવાનો ફરી ગુજરાતી સંગીત તરફ વળી રહ્યા છે અને ગુજરાતી સંગીત તથા સાહિત્યને નવી પેઢી સાથે જોડાય એ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. ‘જાગો જાગો’, ‘ઓમ નમઃ શિવાય’, ‘નગરમાં જોગી આયા’ સહિતના ગીતો, હેલો અને ડાકલા પર પણ લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો.

Tags:
Gujarat Developmentગુજરાત વિકાસYouth Enthusiasmયુવાનોનો ઉત્સાહGujarati Entertainment
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026