મારું ગુજરાત

'ગુજ્જુ લવ ગુરુ'ની દીકરી માટે કોંગ્રેસ નેતાની મોટી પહેલ! શિક્ષણ માટે આજીવન દર વર્ષે આપશે ₹11 હજાર

21 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'ગુજ્જુ લવ ગુરુ'ની દીકરી માટે કોંગ્રેસ નેતાની મોટી પહેલ! શિક્ષણ માટે આજીવન દર વર્ષે આપશે ₹11 હજાર

Chandan Rathod Gujju Love Guru: બનાસકાંઠાના લોકપ્રિય કલાકાર સ્વ. ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ના અચાનક અવસાન બાદ તેમના પરિવારની મદદ માટે સામાજિક અગ્રણીઓ અને નેતાઓ આગળ આવી રહ્યા છે. હવે કોંગ્રેસના અગ્રણી નેતા કરશનદાસ ભાદરકાએ ચંદન રાઠોડની દીકરીના શિક્ષણ માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે દીકરી જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી દર વર્ષે ₹11 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

દીકરી ભણે ત્યાં સુધી મળશે દર વર્ષે ₹11 હજાર
કરશનદાસ ભાદરકાએ જણાવ્યું હતું કે ‘ગુજ્જુ લવ ગુરુ’ની દીકરી જ્યાં સુધી શિક્ષણ મેળવશે ત્યાં સુધી તેઓ પોતાના તરફથી દર વર્ષે ₹11 હજારની આર્થિક સહાય આપશે. ચંદન રાઠોડની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને તેના અભ્યાસમાં આર્થિક અડચણ ન આવે તે માટે આ સહાય આપવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

'જેણે દુનિયાને હસાવી, તેના પરિવારની મદદ કરવી આપણી ફરજ'
આ પ્રસંગે કરશનદાસ ભાદરકાએ જણાવ્યું હતું કે જીવનમાં માણસ અનેક પ્રકારના કર્તવ્યો નિભાવે છે, પરંતુ દુઃખના સમયે રાહત આપવી પણ આપણી જવાબદારી છે. તેમણે કહ્યું કે ચંદન રાઠોડે વિશાળ જનસમુદાયને હસાવ્યા અને આનંદ આપ્યો હતો, પરંતુ આજે તેમના પરિવાર પર દુઃખ આવી પડ્યું છે. આવા સમયે પરિવારના દુઃખને ઓછું કરવામાં મદદ કરવી એ સમાજની નૈતિક ફરજ છે.

કલા પ્રેમીઓ અને દાતાઓને પણ અપીલ
કરશનદાસ ભાદરકાએ ચંદન રાઠોડના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી સાંત્વના પાઠવી હતી. સાથે જ તેમણે કલા પ્રેમીઓ, સમાજસેવકો અને દાતાઓને પણ આગળ આવીને ચંદન રાઠોડના પરિવારને શક્ય તેટલી મદદ કરવા અપીલ કરી હતી.

ખજૂરભાઈ પણ પરિવારની મદદે આવ્યા હતા
ઉલ્લેખનીય છે, કે આ અગાઉ જાણીતા સમાજસેવક અને કલાકાર નિતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ પણ સ્વ. ચંદન રાઠોડના પરિવારની મુલાકાત લઈને આર્થિક મદદ અને સહાય માટે અપીલ કરી હતી. હવે કરશનદાસ ભાદરકાએ ચંદન રાઠોડની દીકરીના શિક્ષણ માટે દર વર્ષે ₹11 હજારની સહાયની જાહેરાત કરી છે.

Tags:
સમાચાર#PositiveNews#GujaratPolitics#EducationSupport#GujjuLoveGuru
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026