મારું ગુજરાત

ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ! ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલ ખસેડાયા, તણાવમાં હતા

16 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ! ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલ ખસેડાયા, તણાવમાં હતા

Chaitar Vasava Brother News: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષીય શાંતિલાલને પહેલાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેમની ICUમાં સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ તણાવમાં હોવાનો દાવો
મળતી માહિતી મુજબ, ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમના નાના ભાઈ શાંતિલાલ વસાવા લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ તણાવને કારણે તેમણે ઝેરી દવા પી લીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ઝેરી દવા પીવાના બનાવ બાદ શાંતિલાલ વસાવાને શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તબીબી દેખરેખ હેઠળ તેમની ICUમાં સારવાર ચાલી રહી છે.

પરિવારજનો હોસ્પિટલ દોડી પહોંચ્યા
શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી પહોંચ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આપઘાતના પ્રયાસ પાછળનાં ચોક્કસ કારણો અને શાંતિલાલ વસાવાની તબિયત અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવે તે પછી જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

Tags:
India PoliticsHealth EmergencyPublic Figure#SuicideAttempt#AAP
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026