મારું ગુજરાત

વડોદરાના આર્ટિસ્ટની અનોખી કળા! BRICS સમિટમાં પાણી પર બનાવ્યો લોગો

15 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
વડોદરાના આર્ટિસ્ટની અનોખી કળા! BRICS સમિટમાં પાણી પર બનાવ્યો લોગો

BRICS Summit Rangoli: દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટમાં વડોદરાના જાણીતા રંગોળી આર્ટિસ્ટ રાજેન્દ્ર ડિંડોલકરને રંગોળી કળાનું પ્રદર્શન કરવા માટે Ministry of External Affairs તરફથી ખાસ આમંત્રણ મળ્યું હતું. રાજેન્દ્ર ડિંડોલકર પોતાના ચાર વિદ્યાર્થીઓ સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે ત્રણ દિવસમાં 14 ફૂટ બાય 14 ફૂટની ભારતીય પરંપરાગત રંગોળી તૈયાર કરી હતી. આ ઉપરાંત તેમણે પાણી ઉપર BRICSનો લોગો બનાવી તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ આપ્યું હતું. આ રંગોળી દેશ-વિદેશના મહેમાનો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ નિહાળી હતી.

પાણી ઉપર બનાવી BRICSના લોગોની રંગોળી
રાજેન્દ્ર ડિંડોલકરે જણાવ્યું, કે તેમને Ministry of External Affairs તરફથી BRICS સમિટમાં ખાસ આમંત્રણ મળ્યું હતું. કાર્યક્રમમાં ખાસ કરીને પાણી ઉપર રંગોળી બનાવવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપવાનું હતું. તેઓ પોતાના ચાર વિદ્યાર્થીઓ પ્રાચી આયરે, અવની ડિંડોલકર, રાજેશ રાઠવા અને ભાર્ગવ પટેલ સાથે દિલ્હી ગયા હતા. ત્યાં ત્રણ દિવસમાં 14 ફૂટ બાય 14 ફૂટની ભારતીય પરંપરાગત રંગોળી તૈયાર કરી હતી. સાથે જ પાણી ઉપર BRICSનો લોગો બનાવતી અનોખી રંગોળી પણ તૈયાર કરી હતી.

PM મોદીએ કરી રંગોળીની પ્રશંસા
રંગોળીનું લાઈવ ડેમોસ્ટ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે દેશ-વિદેશના અનેક મહેમાનો ત્યાં પહોંચ્યા હતા અને રંગોળીની પ્રશંસા સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ત્યાં આવ્યા હતા. રાજેન્દ્ર ડિંડોલકરના જણાવ્યા મુજબ, PM મોદીએ પુતિનને રંગોળી વિશે માહિતી આપી અને બાદમાં તેમની પાસે આવીને વાતચીત કરી હતી.

ગુજરાતીમાં વાત સાંભળી PM મોદીએ કહ્યું- ‘અરે વાહ!’
રાજેન્દ્ર ડિંડોલકરે જણાવ્યું કે કોઈએ ગુજરાતીમાં પૂછ્યું હતું, કે આ રંગોળી શેના પર બનાવી છે? ત્યારે તેમણે તરત જ જવાબ આપ્યો કે ‘પાણી ઉપર બનાવી છે.’ તેમણે પાણીમાં આંગળી નાખીને પણ રંગોળી કેવી રીતે બનાવવામાં આવી છે તે બતાવ્યું હતું. તેમણે ગુજરાતીમાં વાત કરતાં PM મોદી ખુશ થઈ ગયા અને કહ્યું, ‘અરે વાહ! તમે તો બહુ સરસ ગુજરાતી બોલો છો!’ રાજેન્દ્ર ડિંડોલકરે કહ્યું કે તેઓ વડોદરાના છે. આ વાત સાંભળીને PM મોદીએ હસીને તેમની પ્રશંસા કરી હતી. રાજેન્દ્ર ડિંડોલકર કહે છે કે PM મોદી સાથે વાત થતાં ત્રણ દિવસનો થાક એક ક્ષણમાં દૂર થઈ ગયો.

અગાઉ પણ PM મોદી કરી ચૂક્યા છે તેમની કળાની પ્રશંસા
રાજેન્દ્ર ડિંડોલકરે જણાવ્યું કે તેઓ અગાઉ પણ નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જૂનાગઢમાં રંગોળીના કાર્યક્રમમાં તેમની મુલાકાત થઈ હતી. આ ઉપરાંત પોરબંદરના કીર્તિ મંદિર ખાતે ગાંધીજી અને કસ્તૂરબાનું જૂનું પેઇન્ટિંગ રિસ્ટોરેશન માટે વડોદરા મ્યુઝિયમમાં લાવવામાં આવ્યું હતું. પેઇન્ટિંગ ખરાબ સ્થિતિમાં હોવાથી તેને ટચિંગ કરીને સુધારવામાં આવ્યું હતું. પેઇન્ટિંગ જોયા બાદ મોદીએ તેને વડોદરા મ્યુઝિયમમાં મોકલવા અંગે સૂચન કર્યું હતું અને કામ જોઈને ખુશી વ્યક્ત કરી હતી.

કળાની પ્રશંસા કલાકાર માટે મોટી પ્રેરણા
રાજેન્દ્ર ડિંડોલકરે વધુમાં જણાવ્યું કે પોરબંદરમાં તેમણે શંખ અને છીપલાંની રંગોળી પણ બનાવી હતી. મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે મોદી ત્યાં પહોંચ્યા હતા અને રંગોળી જોઈને તેમના ખભા પર હાથ રાખી શાબાશી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, જ્યારે આવા મહાનુભાવો ભારતીય કળાની પ્રશંસા કરે છે ત્યારે કલાકાર માટે તે ખૂબ મોટી પ્રેરણા બની જાય છે. પોતાની કળાને આગળ વધારવા માટે આવી સરાહના અલગ જ ઉત્સાહ આપે છે.

પિતાથી મળ્યો રંગોળી કળાનો વારસો
રાજેન્દ્ર ડિંડોલકરે કહ્યું કે તેઓ નાનપણથી જ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આજે જે કંઈ છે તેમાં તેમના પિતાનો મોટો ફાળો છે. દિવાળીના સમયે લોકો ઘરની બહાર ઓટલા પર અલગ-અલગ ડિઝાઇન બનાવતા, ત્યારે તેઓ અન્ય લોકોથી અલગ ચિત્રો બનાવતા હતા. તેમની આ કળા જોવા આસપાસના અનેક મહોલ્લામાંથી લોકો આવતા અને ખુશ થતા. લોકોની ખુશી જોઈને તેમને વધુ સારું અને નવું કામ કરવાની પ્રેરણા મળતી હતી.

1985થી વડોદરામાં ‘સ્વસ્તિક કલાકાર ગ્રુપ’ કાર્યરત
રાજેન્દ્ર ડિંડોલકરે ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ શેડલાઇટ સહિતની કળાનું જ્ઞાન મેળવ્યું. વડોદરામાં 1985થી ‘સ્વસ્તિક કલાકાર ગ્રુપ’ કાર્યરત છે, જેના તેઓ ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છે. ગ્રુપ દ્વારા દર વર્ષે દિવાળીના સમયે વડોદરામાં રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની આ કળાને લોકો પસંદ કરે છે તે વાતનો કલાકાર અને તેમની ટીમને ગર્વ છે.

Tags:
#Viral#IndianCulture#Gujarat#PMModi#VadodaraArt
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026