લાઇફસ્ટાઇલ

શું તમે પણ વજન ઘટાડવા માટે દવાઓ પર નિર્ભર છો? જાણો તેનાથી શરીરને શું નુકશાન થાય છે? રિચર્સમાં થયો ખુલાસો

11 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
શું તમે પણ વજન ઘટાડવા માટે દવાઓ પર નિર્ભર છો? જાણો તેનાથી શરીરને શું નુકશાન થાય છે? રિચર્સમાં થયો ખુલાસો

Side effects of weight loss injections: વજન ઘટાડવા માટે લોકો શું શું નથી કરતા! સવારે ચાલવું હોય કે જોરદાર જોગિંગ, બધા રસ્તા અજમાવે છે. છતાં પણ પરિણામ ન મળે તો ઘણા લોકો વજન ઘટાડવાની દવાઓનો સહારો લે છે. જો તમે પણ એવું વિચારો છો, તો તાજેતરના એક અભ્યાસની માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ નવા સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે આવી દવાઓ તમારા શરીરને જરૂરી પોષક તત્વો મેળવામાં મોટી અડચણ ઉભી કરી શકે છે.

આ દવાઓ કેવી રીતે કામ કરે છે?
આ અભ્યાસમાં મુખ્યત્વે ઓઝેમ્પિક, વેગોવી અને મૌન્જારો જેવી દવાઓનો ઉલ્લેખ થયો છે. આ દવાઓ કોઈ જાદુ કરતી નથી, પરંતુ સીધી રીતે તમારી ભૂખ ઘટાડે છે. આપણા શરીરમાં સ્વાભાવિક રીતે એક હોર્મોન બને છે જેને 'ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઇડ-1'(GLP-1) કહેવાય છે. આ હોર્મોનનું મુખ્ય કામ ભૂખ અને પેટ ભરાયું હોવાનો અહેસાસ નિયંત્રિત કરવાનું છે. આ દવાઓ આ જ હોર્મોનની નકલ કરે છે. દવા લીધા પછી વ્યક્તિને ઝડપથી પેટ ભરાયું હોય તેવું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

ખોરાકમાં ભારે ઘટાડો અને તેની અસર
અભ્યાસ મુજબ, જે લોકો આ GLP-1 દવાઓ લે છે, તેમની ડાયટ એટલે કે 'ઊર્જા લેવામા’ 16% થી 40% સુધી ઘટાડો થઈ જાય છે. ભૂખ ન લાગવાને કારણે લોકો ખાવાનું ઓછું કરે છે અને અહીંથી જ સાચી સમસ્યા શરૂ થાય છે. ભલે તમે ઓછું ખાઓ, પરંતુ શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે ઊર્જાની જરૂર તો રહે જ છે. શરીરના કોષો, માંસપેશીઓ અને તમામ અંગોને રોજ વિટામિન, મિનરલ્સ અને પ્રોટીનની જરૂર પડે છે. જ્યારે ખોરાક ઓછો લેવાશે, ત્યારે આ જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નહીં મળે.

સ્વસ્થ શરીર માટે પૂરતો અને સંતુલિત ખોરાક ખૂબ જ જરૂરી
શોધકર્તાઓ સ્પષ્ટ કહે છે કે, સ્વસ્થ શરીર માટે પૂરતો અને સંતુલિત ખોરાક ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે, જ્યારે આપણે યોગ્ય માત્રામાં અને સારો ખોરાક લઈએ છીએ, ત્યારે જ શરીરની વિટામિન અને મિનરલ્સની જરૂરિયાતો પૂર્ણ થાય છે. માત્ર દવાઓથી ભૂખ દબાવીને વજન ઘટાડવાથી શરીર જરૂરી પોષણથી વંચિત રહી શકે છે.

Tags:
medication dangersfitnessdietસ્વસ્થ વજનnatural remedies
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026