લાઇફસ્ટાઇલ

26 વર્ષના યુવકના પેટમાંથી મળ્યું ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ; ડૉક્ટરોએ સર્જરી કરીને અંગો કાઢ્યા બહાર

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
26 વર્ષના યુવકના પેટમાંથી મળ્યું ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ; ડૉક્ટરોએ સર્જરી કરીને અંગો કાઢ્યા બહાર

Delhi Rare Medical Case PMDS: દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારની એક હોસ્પિટલમાં તબીબી જગતને ચોંકાવી દે એવો દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 26 વર્ષનો યુવક પોતાનો સામાન્ય ફર્ટિલિટી ટેસ્ટ (પ્રજનન ક્ષમતાની તપાસ) કરાવવા આવ્યો હતો પરંતુ, જ્યારે ડૉક્ટરોએ તેના પેટની અંદર તપાસ કરી ત્યારે તેના પેલ્વિક એરિયામાં ગર્ભાશય (યુટ્રસ) અને ફેલોપિયન ટ્યુબ જેવા સ્ત્રી અંગો મળી આવ્યા હતા. હોસ્પિટલના ઈતિહાસમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ હતો.

MRI અને જેનિટિક ટેસ્ટમાં થયો મોટો ખુલાસો
કેસની વિગતો આપતાં ડૉ. સુશીલ ખરબંદાએ જણાવ્યું હતું કે યુવકના પ્રારંભિક ટેસ્ટ બાદ જ્યારે MRI કરવામાં આવ્યું ત્યારે તેના પેટની અંદર ગર્ભાશય અને બે ફેલોપિયન ટ્યુબ જેવી રચનાઓ જોવા મળી હતી. ત્યારબાદ તેનો ક્રોમોસોમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનિટિક રિપોર્ટમાં તેનો ક્રોમોસોમ પેટર્ન 46, XY મળ્યો હતો, જે સામાન્ય પુરુષોમાં હોય છે. યુવકનો બાહ્ય શારીરિક વિકાસ, અવાજ અને દેખાવ સંપૂર્ણપણે પુરુષ જેવો જ હતો.

ઝીરો સ્પર્મ કાઉન્ટ અને ગુમ થયેલા ટેસ્ટિકલ્સ
ફર્ટિલિટી તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે યુવકનો સ્પર્મ કાઉન્ટ શૂન્ય (Zero Sperm Count) હતો. આ સાથે ડૉક્ટરોને બીજી એક અસામાન્ય બાબત એ જોવા મળી કે યુવકના બંને અંડકોષ (Testicles) તેમની કુદરતી થેલીમાં નહોતા, પરંતુ પેટની અંદર જ રહી ગયા હતા. તબીબી ભાષામાં આ સ્થિતિને Persistent Müllerian Duct Syndrome (PMDS) તરીકે ઓળખવામાં આવે છે.

શું છે આ દુર્લભ PMDS બીમારી?
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, PMDS એ જન્મજાત (Congenital) સ્થિતિ છે. સામાન્ય રીતે ગર્ભમાં બાળકનો વિકાસ થતો હોય ત્યારે પુરુષ ભ્રૂણમાં થોડા સમય માટે ગર્ભાશય અને ટ્યુબ બને છે, પરંતુ જન્મ પહેલાં જ તે આપોઆપ નાશ પામે છે પરંતુ, PMDSથી પીડિત બાળકમાં આ રચનાઓ નષ્ટ થતી નથી અને પેટમાં જ રહી જાય છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ પુખ્ત વયનો થાય ત્યાં સુધી તેને આ અંગે કોઈ ખ્યાલ આવતો નથી.

લેપ્રોસ્કોપિક સર્જરી વડે કેન્સરનું જોખમ ટાળવામાં આવ્યું
સ્થિતિની પુષ્ટિ કરવા માટે ડૉક્ટરોએ લેપ્રોસ્કોપી કરી હતી, જેમાં અપૂર્ણ રીતે વિકસિત ગર્ભાશય અને પેટમાં અંદર રહી ગયેલા બંને અંડકોષ જોવા મળ્યા હતા. પેટમાં અંદર લાંબો સમય અંડકોષ રહેવાના કારણે તેમાં કેન્સર થવાનું જોખમ ખૂબ વધી જાય છે. આથી ડૉક્ટરોની ટીમે સફળ લેપ્રોસ્કોપિક સર્જરી કરીને ગર્ભાશય અને ખરાબ થઈ ગયેલા અંડકોષને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

PMDS કંડિશન અંગે વિશેષ માહિતી

  • દુર્લભતા (Rarity of PMDS): વૈશ્વિક તબીબી સાહિત્યમાં (Medical Literature) PMDSના અત્યાર સુધીમાં માત્ર 300થી 400 જેટલા જ કેસ નોંધાયા છે. તે પુરુષ પ્રજનન તંત્રની એક જનીની ખામી છે, જે Anti-Müllerian Hormone (AMH)ના અભાવ અથવા તેની અસંવેદનશીલતાને કારણે થાય છે.

  • Cryptorchidism (અંડકોષ નીચે ન ઊતરવા): PMDSથી પીડિત દર્દીઓમાં અંડકોષો તેમના સ્થાને ઊતરવાને બદલે ગર્ભાશય સાથે જ જોડાયેલા રહી જાય છે, જેને 'Cryptorchidism' કહેવાય છે. સમયસર સર્જરી ન કરવામાં આવે તો તે ટેસ્ટિક્યુલર કેન્સરનું કારણ બની શકે છે.

Tags:
Zero Sperm Count46XY Karyotypeપુરૂષમાં સ્ત્રી અંગોડોકટરોની ટીમHealth
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026