લાઇફસ્ટાઇલ

રેલવેની માત્ર 45 પૈસામાં ₹10 લાખના વીમાની સુવિધા, ટિકિટ બુક કરતી વખતે ક્યારેય ન કરો ઇગ્નોર; જાણો ક્લેમ કરવાની સમયમર્યાદા અને નિયમો

16 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
રેલવેની માત્ર 45 પૈસામાં ₹10 લાખના વીમાની સુવિધા, ટિકિટ બુક કરતી વખતે ક્યારેય ન કરો ઇગ્નોર; જાણો ક્લેમ કરવાની સમયમર્યાદા અને નિયમો

IRCTC Railway Travel Insurance 45 Paise 10 Lakh Claim: ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે આપ 1000 કે તેથી વધુ રૂપિયા ખર્ચતા હોવ ત્યારે માત્ર 45 પૈસા બચાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ સુવિધા છોડવી ડહાપણભર્યું નથી. IRCTC દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને પ્રવાસ વીમો લેવાનો વિકલ્પ આપવામાં આવે છે. આ વિકલ્પ મરજિયાત છે, પરંતુ કોઈ ગંભીર રેલ અકસ્માતની સ્થિતિમાં આ નાનકડી રકમ મુસાફર અથવા તેના પરિવાર માટે અત્યંત મોટી નાણાકીય રાહતનું માધ્યમ બની શકે છે.

હવે કાઉન્ટર ટિકિટ પર પણ મળશે વીમા સુરક્ષા
અત્યાર સુધી માત્ર IRCTC એપ કે વેબસાઈટથી ઓનલાઈન ઈ-ટિકિટ બુક કરનાર મુસાફરોને જ આ લાભ મળતો હતો પરંતુ, સુપ્રીમ કોર્ટે રેલવે બોર્ડને નિર્દેશ આપ્યા મુજબ 27 ઓક્ટોબર, 2026થી રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરો સુધી પણ આ વીમા સુરક્ષા લંબાવવામાં આવી રહી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટેશન કાઉન્ટર પરથી ફિઝિકલ ટિકિટ લેતા લાખો મુસાફરોને પણ અકસ્માત સામે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.

માત્ર 45 પૈસામાં મળશે જુદા-જુદા લાભ
ભારતીય રેલવે (IRCTC) દ્વારા ટિકિટ બુકિંગ વખતે માત્ર 45 પૈસાના નજીવા પ્રીમિયમ પર મુસાફરોને એક ઉત્કૃષ્ટ મુસાફરી અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આ વીમા યોજના હેઠળ, જો ટ્રેન અકસ્માતમાં મુસાફરનું મૃત્યુ થાય કે પછી તે કાયમી સંપૂર્ણ અશક્તતાનો ભોગ બને, તો તેના પરિવારને મહત્તમ ₹10 લાખ સુધીની આર્થિક સહાય મળવાપાત્ર રહે છે. આ ઉપરાંત, અકસ્માતને કારણે જો મુસાફરને કાયમી આંશિક અશક્તતા આવે તો ₹7.5 લાખ સુધી અને અકસ્માતમાં ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર લેવી પડે તો ₹2 લાખ સુધીનો સારવાર ખર્ચ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં, દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃતકના પાર્થિવ શરીરને પોતાના ઘર કે વતન સુધી સુરક્ષિત રીતે લઈ જવા માટે પણ ₹10,000 સુધીનો ખર્ચ આ કવરેજમાં આવરી લેવામાં આવે છે. આમ, માત્ર 45 પૈસા જેવા ખૂબ જ નાનકડા રોકાણમાં રેલવે મુસાફરોને અનેક ગણા મોટા નાણાકીય સુરક્ષા અને વીમા લાભો પ્રાપ્ત થાય છે

મૃત્યુ, અશક્તતા કે સારવાર વખતે કલેમ કરવાની પ્રક્રિયા
રેલ અકસ્માતમાં મુસાફરનું મૃત્યુ થાય તો વીમાની રકમ નોમિની અથવા કાયદેસરના વારસદારને મળે છે. કલેમ કરવા માટે વીમા કલેમ ફોર્મ, રેલવે ઓથોરિટીનો અકસ્માત રિપોર્ટ, મૃતકનું ઓળખપત્ર, નોમિનીના આઈ.ડી. પ્રોફાઈલ અને કેન્સલ ચેક સબમિટ કરવા પડે છે. હોસ્પિટલના કેસમાં સારવારના ઓરિજિનલ બિલ, રસીદો અને ડિસ્ચાર્જ સમરી જરૂરી બને છે. બીમાર કે અકસ્માતગ્રસ્ત ઘટનાના 4 મહિનાની અંદર વીમા કંપનીની નજીકની ઓફિસે લેખિતમાં કલેમ કરવાનો રહે છે.

કઈ સ્થિતિમાં વીમાનો લાભ નહીં મળે?
45 પૈસાનો વીમો લીધો હોય તો પણ કેટલીક પરિસ્થિતિઓ વીમા કવરેજમાંથી બહાર રખાઈ છે જેમ કે, જાણીજોઈને પોતાની જાતને નુકસાન પહોંચાડવું, આત્મહત્યા કે આત્મહત્યાનો પ્રયાસ, નશાની હાલતમાં થયેલ અકસ્માત, ગેરકાયદેસર રીતે રેલવે ટ્રેક ઓળંગતી વખતે થયેલી ઘટનાઓ અથવા વગર કન્ફર્મ થયેલી ટિકિટ વગર પ્રવાસ કરવો વગેરે સ્થિતિમાં વીમા કલેમ મંજૂર કરવામાં આવતો નથી.

ટિકિટ બુક કરતી વખતે રાખવાની સાવચેતીઓ

  • ટિકિટ બુક કરતી વખતે 'Travel Insurance'ના બોક્સ પર ચોક્કસ ટીક માર્ક કરો.

  • ટિકિટ બુક થયા બાદ ઈ-મેઈલ કે SMSમાં મળેલ લિંક પર જઈને નોમિનીનું નામ અને વિગતો તુરંત ભરો.

  • પ્રવાસ દરમિયાન ટિકિટ અને વીમા પોલિસી નંબર સુરક્ષિત રાખો.

Tags:
#RailwaySafety#TravelInsurance#IRCTCSmart TravelSave Money
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026