લાઇફસ્ટાઇલ

શું એમપોક્સનું જોખમ ફરી વધી રહ્યું છે? WHOએ નવા 'હાઇબ્રિડ' સ્ટ્રેનની પુષ્ટિ કરી, ભારતમાં નોંધાયો પહેલો કેસ

17 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
શું એમપોક્સનું જોખમ ફરી વધી રહ્યું છે? WHOએ નવા 'હાઇબ્રિડ' સ્ટ્રેનની પુષ્ટિ કરી, ભારતમાં નોંધાયો પહેલો કેસ

Mpox new hybrid strain: વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં એમ્પોક્સ વાયરસના એક નવા 'રિકૉમ્બિનન્ટ' પ્રકારના બે કેસોની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે, આ નવા વાયરસમાં બે જૂના સ્ટ્રેઇનના જેનેટિક પદાર્થો મળીને બનેલા છે. WHOએ સમગ્ર વિશ્વમાં જિનોમિક દેખરેખ ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ચાલો જાણીએ આ નવા સ્ટ્રેઇન ક્યા ક્યા સ્થળે મળ્યા અને તેની સાથે સંકળાયેલી સંપૂર્ણ માહિતી.

એમ્પોક્સ વાયરસનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો
WHOએ તાજેતરમાં એવી જાણકારી આપી છે કે, જેને આરોગ્ય વિશેષજ્ઞોને સાવચેત કરી દીધા છે. એમ્પોક્સ વાયરસનો એક બિલકુલ નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે, પરંતુ આ કોઈ સામાન્ય વાયરસ નથી, આ એ પ્રકારનો વાયરસ છે જેમાં બે જૂના વાયરસના જેનેટિક પદાર્થો મળીને નવો 'રિકૉમ્બિનેટ' સ્ટ્રેઇન બનાવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ નવા વાયરસના કેસ ભારત અને યુકેમાં જોવા મળ્યા છે. WHOએ આને ધ્યાનમાં રાખીને સમગ્ર વિશ્વમાં કડક દેખરેખ રાખવાની સલાહ આપી છે. આ નવો વાયરસ કેવી રીતે બન્યો અને શું આપણે ડરવાની જરૂર છે? ચાલો વિગતવાર જાણીએ.

કયા કયા સ્થળે નવા કેસ મળી રહ્યા છે?
WHOની રિપોર્ટ અનુસાર, આ નવા સ્ટ્રેઇનના બે કેસ નોંધાયા છે:

  • યુકે: પહેલો કેસ યુકેમાં નોંધાયો હતો. આ વ્યક્તિ દક્ષિણ પૂર્વ એશિયાના કોઈ દેશમાં મુસાફરી કરી પાછો આવ્યો હતો.

  • ભારત: બીજો કેસ ભારતમાં નોંધાયો, જ્યાં દર્દીએ અરબી દ્વીપકલ્પના કોઈ દેશમાં મુસાફરી કરી હતી.

ચોકાવનારી વાત એ છે કે બંને દર્દીઓ અલગ અલગ સમય પર બીમાર પડ્યાં હતા, પરંતુ બંનેમાં એક જ નવો વાયરસ જોવા મળ્યો. બંને કેસમાં લક્ષણો સામાન્ય એમ્પોક્સ કેસ જેમ જ હતા.

નવો સ્ટ્રેઇન કેટલો જોખમી છે?
શાંતિની વાત એ છે કે, બંને દર્દીઓમાં બીમારી ગંભીર ન હતી. બંને દેશોમાં આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થઈ ગઈ છે અને અન્ય કોઈમાં વાયરસ ફેલાયો નથી. જોકે, WHOનું કહેવું છે કે બે કેસ મળવાને કારણે શક્ય છે કે બીજી પણ કેટલીક પીડિત વ્યક્તિઓ હોઈ શકે છે, જે હજી નોંધાઈ નથી.

વાયરસ કેવી રીતે ઓળખાયો?

  • યુકે કેસ: આ કેસ ડિસેમ્બર 2025માં આવ્યો હતો. શરૂઆતમાં તેને 'ક્લેડ Ib' માનવામાં આવ્યું હતું, પરંતુ વિગતવાર પરીક્ષણ પછી જાણવા મળ્યું કે તેમાં 'ક્લેડ Ib'અને 'ક્લેડ IIb' બંને તત્વ છે.

  • ભારત કેસ: ભારતમાં દર્દીને સપ્ટેમ્બર 2025માં લક્ષણો દેખાયા હતા. શરૂઆતમાં તેને 'ક્લેડ II' માનવામાં આવ્યું, પરંતુ પછી ડેટાબેસ અપડેટથી જાણી શકાયું કે, આ તે જ નવો મિશ્રિત સ્ટ્રેઇન છે જે યુકેમાં જોવા મળ્યો હતો. નોધનીય છે કે ભારતનો કેસ આ નવા સ્ટ્રેઇનનો સૌથી પહેલો જાણીતો કેસ છે.

એમ્પોક્સ એટલે શું?
એમ્પોક્સ, જેને અગાઉ 'મંકીપોક્સ' તરીકે ઓળખવામાં આવતો હતો, તે એક વાયરસજન્ય સંક્રમણ છે. તેમાં છાલ જેવા દાણાં ઊભા થાય છે અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે. આ વાયરસ સામાન્ય રીતે નજીકના સંપર્ક દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ક્યારેક તે સંક્રમિત વ્યક્તિના સ્પર્શ કરેલા સામાન અથવા સપાટી દ્વારા પણ ફેલાઈ શકે છે.

એમ્પોક્સના મુખ્ય પ્રકાર:

  • ક્લેડ I: મધ્ય અફ્રિકામાં જોવા મળે છે અને ગંભીર બીમારીનું કારણ બને છે.

  • ક્લેડ II: પૂર્વી અફ્રિકા માં જોવા મળે છે, અને 2022થી વિશ્વભરમાં ફેલાતો વાયરસ આ જ પ્રકારનો છે. તે ક્લેડ Iની તુલનામાં ઓછો ઘાતક છે.

એમ્પોક્સના લક્ષણો શું છે?
દરેક વ્યક્તિમાં લક્ષણો અલગ રીતે દેખાય છે. સામાન્ય લક્ષણોમાં કેટલાંક લોકોને માત્ર દાણાં જોવા મળે છે, જ્યારે કેટલાકમાં પહેલા ફ્લૂ જેવા લક્ષણો અને પછી દાણાં આવે છે. કેટલાકમાં દાણાં બિલકુલ નહીં આવે. WHOએ સલાહ આપી છે કે નવા સ્ટ્રેઇનના ઓછા કેસોને કારણે કોઈ નિશ્ચિત નિર્ણય લેવો હજી વહેલો છે, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Tags:
Health Awarenessસ્વાસ્થ્ય જાગૃતિGujarati Newsગુજરાતી સમાચારMedical Update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026