લાઇફસ્ટાઇલ

આંખોનો ઈલાજ કરતાં કરતાં શોધાયું બ્યુટી સિક્રેટ! 1987ની એક ઘટના જેણે બોટોક્સને બનાવ્યું ગ્લોબલ બ્રાન્ડ

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
આંખોનો ઈલાજ કરતાં કરતાં શોધાયું બ્યુટી સિક્રેટ! 1987ની એક ઘટના જેણે બોટોક્સને બનાવ્યું ગ્લોબલ બ્રાન્ડ

Botox History Strabismus Ophthalmology Discovery: આજના આધુનિક યુગમાં સર્જરી વગર યુવાન દેખાવા અને ચહેરા પરની ઉંમરની કરચલીઓ (Wrinkles)ને દૂર કરવા માટે 'બોટોક્સ' (Botox)ની ટ્રીટમેન્ટ સૌથી વધુ લોકપ્રિય છે પરંતુ, શું તમે જાણો છો કે બોટોક્સની શોધ કોઈ કોસ્મેટિક કે બ્યુટી લેબોરેટરીમાં થઈ નહોતી? ગ્લેમર વર્લ્ડમાં તેની એન્ટ્રી એક અદભુત અકસ્માત (ઈત્તેફાક) હતો, જે આંખોની ગંભીર બીમારીની સારવાર દરમિયાન આડઅસર તરીકે સામે આવ્યો હતો.

શરૂઆતમાં ફક્ત એક ગંભીર બીમારીની દવા હતું બોટોક્સ
જેને આજે આપણે બ્યુટી એન્હાન્સમેન્ટ અથવા એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ તરીકે ઓળખીએ છીએ, તે અસલમાં Botulinum Toxin Type A નામનું એક શક્તિશાળી મેડિકલ કમ્પાઉન્ડ છે. 1980ના દાયકામાં, ડૉ. એલન સ્કોટ નામના પ્રખ્યાત નેત્રરોગ નિષ્ણાતે (Ophthalmologist) આંખો ત્રાંસી હોવાની તકલીફ જેને 'સ્ટ્રેબિસમસ' (Strabismus) કહેવાય છે, તેને ઠીક કરવા માટે આ ઈન્જેક્શનનો પ્રયોગ શરૂ કર્યો હતો. 1980ના મધ્ય સુધીમાં હજારો દર્દીઓ પર પ્રયોગો કરીને સાબિત થયું કે, તે આંખોના સ્નાયુઓની બીમારી માટે રામબાણ ઈલાજ છે.

એક તીરથી બે નિશાન
બોટોક્સના ઈતિહાસમાં ખરો વળાંક વર્ષ 1987માં આવ્યો. કેનેડાના ડૉક્ટર દંપતી જીન (આંખના ડોક્ટર) અને એલિસ્ટર કૈરધર્સ (ત્વચારોગ નિષ્ણાત) પોતાની ક્લિનિકમાં 'બ્લેફેરોસ્પાઝમ' (આંખના પોપચાં અનિયંત્રિત રીતે પટપટાવવા)ના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. સારવાર દરમિયાન તેમણે નોંધ્યું કે, જે દર્દીઓને આ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા, તેમની બે આઈબ્રો વચ્ચેની ઊંડી કરચલીઓ અચાનક ગાયબ થવા લાગી હતી અને આંખો આસપાસની ત્વચા એકદમ સ્મૂથ દેખાવા લાગી હતી.

ત્વચાની કરચલીઓ કેવી રીતે ગાયબ થાય છે?
આંખો નજીક ઈન્જેક્શન આપવાથી ચહેરાની કરચલીઓ ગાયબ થવા પાછળ એક ખાસ સાયન્ટિફિક પ્રોસેસ કામ કરે છે. આપણા ચહેરા પર ખાસ કરીને આઈબ્રો વચ્ચે પડતી લકીરો બે મુખ્યા સ્નાયુઓ - 'કોરુગેટર સુપરસિલી' અને 'પ્રોસેરસ' ના વારંવાર સંકોચાવવાથી બને છે. જ્યારે બોટોક્સ આ સ્નાયુઓમાં આપવામાં આવે છે, ત્યારે તે સ્નાયુઓને કામચલાઉ ધોરણે 'રિલકેસ' કરી દે છે. સ્નાયુઓ સંકોચાવાનું બંધ થતાં જ તેની ઉપરની ખેંચાયેલી ત્વચા આપોઆપ સપાટ અને કરચલીમુક્ત થઈ જાય છે.

મેડિકલ દવાથી ગ્લોબલ કોસ્મેટિક બ્રાન્ડ બનવાની સફળ સફર
આ ચમત્કારિક આડઅસર સામે આવ્યા બાદ 1988માં પહેલીવાર બોટોક્સના બ્યુટી બેનિફિટ્સ પર સંશોધન અહેવાલ રજૂ કરાયો. કૈરધર્સ દંપતીને આના ક્લિનિકલ રિસર્ચના પ્રણેતા માનવામાં આવે છે.

  • 1989: બોટોક્સને સત્તાવાર રીતે ફક્ત આંખની બીમારીઓની સારવાર માટે મંજૂરી મળી.

  • 2002: લાંબા સંશોધનો અને સફળ ટ્રાયલ્સ બાદ યુ.એસ. FDA દ્વારા બટોક્સને ચહેરાની કરચલીઓ દૂર કરવાની કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી.

બોટોક્સ ટ્રીટમેન્ટ અંગે વિશેષ અને ટેક્નિકલ માહિતી

  • બોટોક્સની અસરનો સમયગાળો (Duration): એકવાર બોટોક્સ ઈન્જેક્શન લીધા બાદ તેની અસર સામાન્ય રીતે 3થી 6 મહિના સુધી રહે છે. ત્યારબાદ સ્નાયુઓ ફરીથી પોતાની સામાન્ય સ્થિતિમાં આવવા લાગે છે અને કરચલીઓ ધીમે-ધીમે પાછી દેખાય છે.

  • અન્ય તબીબી ઉપયોગો (Medical Uses): કોસ્મેટિક્સ ઉપરાંત, આજે બોટોક્સનો ઉપયોગ આધાશીશી (Migraine/માઈગ્રેન), ખૂબ વધારે પડસેવો થવાની સમસ્યા (Hyperhidrosis), સ્નાયુઓના ખેંચાણ અને મૂત્રાશયની ગંભીર સમસ્યાઓની સારવારમાં પણ થાય છે.

  • સાવચેતી અને નિષ્ણાતની સલાહ: બોટોક્સ એ પ્રોટીન ટોક્સિન હોવાથી તેને હંમેશા અનુભવી અને પ્રમાણિત ત્વચારોગ નિષ્ણાત (Dermatologist) કે પ્લાસ્ટિક સર્જન પાસે જ કરાવવું જોઈએ. બિનઅનુભવી વ્યક્તિ પાસે કરાવવાથી ચહેરાના હાવભાવ જડ થઈ જવાનું કે પોપચાં નમી જવાનું જોખમ રહે છે.

Tags:
HealthcareInnovationAntiAgingTipsBotox FactsDiscoveryશોધ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026