લાઇફસ્ટાઇલ

દિવસભરના થાક બાદ પણ સારી ઊંઘ ન આવતી હોય તો આપનાવો આ આદત

25 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
દિવસભરના થાક બાદ પણ સારી ઊંઘ ન આવતી હોય તો આપનાવો આ આદત

Digital sunset sleep benefits: આજકાલની દોડધામ ભરેલી જીવનશૈલીમાં આપણો આખો દિવસ સ્માર્ટફોન સ્ક્રોલ કરવામાં કે લેપટોપ પર કામ કરવામાં જ પસાર થાય છે. રાત્રે સૂતા પહેલા પણ આપણી નજર ફોનની સ્ક્રીન પર જ રહેતી હોય છે. આ કારણે રાત્રે ઊંઘ ન આવવી અથવા વારંવાર ઊંઘ ટૂટી જવાની સમસ્યા ઊભી થઈ શકે છે. આ સમસ્યાથી બચવામાં ડિજિટલ સનસેટ તમારી મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે, આ શું છે અને તેનો આપણને કેવી રીતે લાભ મળે છે.

ડિજિટલ સનસેટ શું છે?
તેનો સીધો અર્થ છે, સૂવાના લગભગ એક કે બે કલાક પહેલા તમારા બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, જેમ કે મોબાઇલ ફોન, ટેબલેટ, ટેલીવિઝન અને લેપટોપ બંધ કરી દેવા. જેમ પ્રકૃતિમાં સૂર્ય ડૂબ્યા પછી અંધારું છવાઈ જાય છે અને વિશ્વ શાંત બની જાય છે, તેમ જ ડિજિટલ સનસેટ તમારા મગજને સંકેત આપે છે કે, હવે બહારની દુનિયાથી દૂર જવાનો અને આરામ કરવાનો સમય આવી ગયો છે.

સ્ક્રીન ટાઇમ અને ઊંઘનું કનેક્શન
અપણા શરીરમાં એક આંતરિક ઘડિયાળ હોય છે, જેને સર્કેડિયન રિધમ કહે છે. જ્યારે સાંજ થાય છે અને પ્રકાશ ઓછો થવા લાગે છે, ત્યારે મગજ મેલાટોનિન હોર્મોન રિલીઝ કરવાનું શરૂ કરે છે. આ હોર્મોન આપણા શરીરને સંકેત આપે છે કે હવે આરામ કરવાનો અને સુવાનો સમય આવી ગયો છે. સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આપણા મગજને કન્ફ્યુઝ કરી દે છે કે હજી સુવાનો સમય આવ્યો નથી. આ કારણે મગજ સક્રિય રહે છે અને મેલાટોનિનનો સ્રાવ ઓછો અથવા અટકી જાય છે. આથી રાત્રે સારી ઊંઘ નથી આવતી કે ઊંઘ આવવામાં વધુ સમય લાગે છે અને પછી દિવસે થાક અનુભવાય છે.

ડિજિટલ સનસેટના ફાયદા

  • ગાઢ અને સારી ઊંઘ : જ્યારે તમે સૂવાના ઓછામાં ઓછા 1-2 કલાક પહેલા સ્ક્રીન બંધ કરી દો છો, ત્યારે શરીરને કુદરતી રીતે મેલાટોનિન બનાવવાનો સમય મળે છે. આથી ઊંઘ વહેલી આવે છે.

  • માનસિક શાંતિ અને ઓછો તણાવ: સોશિયલ મીડિયા નોટિફિકેશન્સ અને સમાચાર ઘણીવાર તણાવ અને ચિંતાને વધારતા હોય છે. ડિજિટલ સનસેટ તમને તેનાથી દૂર રહેવામાં મદદ કરે છે, જેના કારણે મન શાંત રહે છે.

  • આંખોને આરામ: દિવસભર સ્ક્રીન જોવાને કારણે આંખો પર જે દબાણ પડે છે, તેને ઘટાડવા માટે આ વિરામ ખૂબ જરૂરી છે.

  • ખુદ માટે સમય: સ્ક્રીન બંધ હોવાના કારણે તમારા પાસે પુસ્તકો વાંચવા કે પરિવાર સાથે વાતચીત કરવા માટે સમય રહે છે, જે સંબંધો અને વ્યક્તિગત વિકાસ માટે લાભદાયક છે.

આ આદત કેવી રીતે અપનાવવી?

  • સમય નક્કી કરો: સૂતા પહેલા ઓછામાં ઓછા 60 મિનિટ પહેલા ડિજિટલ સનસેટનો સમય નક્કી કરો.

  • વિકલ્પ શોધો: સ્ક્રીનની જગ્યાએ પુસ્તકો વાંચવા, હળવા સંગીત સાંભળવા કે ધ્યાન (મેડિટેશન) કરવાની આદત પાડો.

  • ફોનને દૂર રાખો: ચાર્જિંગ પોઈન્ટને બેડરૂમથી દૂર કોઈ અન્ય રૂમમાં રાખો જેથી તમે વારંવાર ફોન ન જુવો.

આ રીતે ડિજિટલ સનસેટને અપનાવીને તમારી રાત્રની ઊંઘ સુધારી શકો છો અને થાક દૂર કરી શકો છો.

Tags:
Insomniaઅનિદ્રાNight Sleepરાતની ઊંઘPhysical Health
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026