લાઇફસ્ટાઇલ

ઉધરસ ખાતી વખતે છાતીમાં દુખાવો એ સામાન્ય સ્નાયુઓનો ખેંચાણ કે ગંભીર બીમારીનો સંકેત? પલ્મોનોલોજિસ્ટનો ખુલાસો

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ઉધરસ ખાતી વખતે છાતીમાં દુખાવો એ સામાન્ય સ્નાયુઓનો ખેંચાણ કે ગંભીર બીમારીનો સંકેત? પલ્મોનોલોજિસ્ટનો ખુલાસો

Coughing Chest Pain Causes: શું તમને પણ સતત કે જોરથી ઉધરસ ખાતી વખતે છાતીના ભાગમાં દુખાવો કે બળતરા અનુભવાય છે? શું આ માત્ર એક સામાન્ય શરદી-ઉધરસની આડઅસર છે કે પછી ફેફસાં અથવા હૃદય સંબંધિત કોઈ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે? આ અંગે યશોદા મેડિસીટી હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના ડાયરેક્ટર ડૉ. રાજેશ કુમાર ગુપ્તાએ વિગતવાર તબીબી માહિતી આપી છે. ડૉ. ગુપ્તાના જણાવ્યા મુજબ, વાયરલ અથવા બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે ગળા અને શ્વાસનળીમાં બળતરા થવાથી ઉધરસ આવે છે. આ સિવાય અસ્થમા, બ્રોન્કાઇટિસ કે COPD જેવી શ્વસનતંત્રની બીમારી ધરાવતા દર્દીઓને એલર્જીના કારણે સતત ઉધરસ આવતી હોય છે.

છાતીના સ્નાયુઓ પર દબાણ અને પાંસળીઓમાં સોજો
વારંવાર અને જોરથી ઉધરસ ખાવાથી છાતીના ઇન્ટરકોસ્ટલ સ્નાયુઓ (પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓ) પર ભારે દબાણ આવે છે અને તેમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ સિવાય પાંસળીઓ અને છાતીના હાડકાં (સ્ટર્નમ) વચ્ચે આવેલા કાસ્થિમાં સોજો આવી જાય છે, જેને તબીબી ભાષામાં કોસ્ટોકોન્ડ્રાઇટિસ કહેવામાં આવે છે. આવા કિસ્સામાં દર્દી જ્યારે ઉધરસ ખાય છે, ઊંડો શ્વાસ લે છે, શરીર ટ્વિસ્ટ કરે છે કે છાતી પર દબાણ આપે છે ત્યારે દુખાવો વધી જાય છે. જો દુખાવો માત્ર ઉધરસ ખાતી વખતે જ થતો હોય અને બાકીના સમયે કોઈ તકલીફ ન હોય, તો તે મોટાભાગે સ્નાયુઓના ખેંચાણનું પરિણામ હોય છે.

ક્યારે ઉધરસને સામાન્ય ન ગણવી?
જોકે, દરેક કિસ્સામાં છાતીનો દુખાવો સામાન્ય હોતો નથી. ડૉ. રાજેશ ગુપ્તા ચેતવણી આપતા જણાવે છે કે જો તમારી ઉધરસ ૩ અઠવાડિયા કરતાં વધુ સમયથી મટતી ન હોય, ઉધરસની સાથે શ્વાસ ચડતો હોય, શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ અનુભવાતી હોય કે શરીરમાં અતિશય નબળાઈ અને તાવ જણાતો હોય, તો તેને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. આ લક્ષણો ફેફસાંમાં ગંભીર ઈન્ફેક્શન, પ્લ્યુરસી (ફેફસાંના પડમાં સોજો) કે ન્યુમોનિયાના સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નિષ્ણાત પલ્મોનોલોજિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે.

હૃદયરોગના હુમલા અને સામાન્ય ઉધરસના દુખાવા વચ્ચેનો તફાવત
ઘણા લોકો ઉધરસ વખતે છાતીમાં દુખાવો થાય એટલે સીધા હાર્ટ એટેકની ડરથી ગભરાઈ જતા હોય છે પરંતુ, ઉધરસ સાથેના દુખાવાનો અર્થ હંમેશાં હૃદયરોગ હોતો નથી. પરંતુ જો તમને ઉધરસ ઓછી આવતી હોય અને છાતીમાં અચાનક ભારે અસ્વસ્થતા કે દબાણ અનુભવાય, દુખાવો ડાબા હાથ, જડબા કે પીઠ તરફ જતો હોય, શરીર પર ઠંડો પરસેવો વળતો હોય, ગભરામણ થતી હોય અને હૃદયના ધબકારા અચાનક ખૂબ ઝડપી થઈ જતા હોય તો આ લક્ષણો હૃદયરોગના હુમલાના હોઈ શકે છે. આવા લક્ષણો દેખાતા જ દર્દીને તરત જ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવો જોઈએ.

ઘરગથ્થુ સંભાળ, સ્ટીમ લેવી અને તબીબી સલાહ
સામાન્ય સ્નાયુઓના ખેંચાણ અને હળવી ઉધરસથી રાહત મેળવવા માટે દર્દીએ નવશેકું પાણી પીવું જોઈએ અને દિવસમાં 2થી 3 વાર ગરમ પાણીની વરાળ લેવી જોઈએ. ધૂળ, ધુમાડા અને પ્રદૂષણથી બચવા માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો સ્નાયુનો દુખાવો હોય તો છાતી પર ગરમ શેક કરવાથી પણ રાહત મળે છે પરંતુ, તરીકે એન્ટિબાયોટિક્સ કે પેઇનકિલર્સ લેવાનું ટાળવું જોઈએ અને જો દર્દ બે દિવસથી વધુ સમય સુધી સતત રહે તો યોગ્ય ચેકઅપ કરાવવું જોઈએ.

Tags:
RespiratoryHealthસાવચેતીજાણકારીગુજરાતીTreatment
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026