લાઇફસ્ટાઇલ

શિયાળામાં આ રીતે ઘરે બનાવો ચ્યવનપ્રાશ, જાણી લો સરળ રેસીપી, સ્વાસ્થ્ય માટે ગુણકારી

26 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
શિયાળામાં આ રીતે ઘરે બનાવો ચ્યવનપ્રાશ, જાણી લો સરળ રેસીપી, સ્વાસ્થ્ય માટે ગુણકારી

Chyawanprash recipe at home: ચ્યવનપ્રાશ શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. જો તમે ઘરે ચ્યવનપ્રાશ બનાવવાનું ઇચ્છો છો, તો અહીં આપેલી રેસીપી જરૂર જાણી લો.

ચ્યવનપ્રાશના અનેક લાભ
શિયાળામાં ચ્યવનપ્રાશનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાવાથી શરીર ગરમ રહે છે અને વાયરલ ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટે છે. ચ્યવનપ્રાશના અનેક લાભને કારણે લોકો તેને બજારમાંથી ખરીદે છે, પરંતુ ભેળસેળના સમયમાં બજારમાં મળતી ઘણી વસ્તુઓ શુદ્ધ હોતી નથી. તેથી ચ્યવનપ્રાશ પણ ક્યારેક ભેળસેળયુક્ત મળી શકે છે. ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે ઘરમાં જ ઉપલબ્ધ કેટલીક વસ્તુઓથી તમે સરળતાથી અને તરત જ ચ્યવનપ્રાશ બનાવી શકો છો. જાણી લો અમે ચ્યવનપ્રાશ બનાવવાની સરળ રેસીપી.

ચ્યવનપ્રાશ બનાવવા માટે સામગ્રી

  • ફ્રેશ આમળા – 1 કિલો

  • પાણી – ઉકાળવા માટે

  • દેશી ઘી – ½ કપ

  • તલનું તેલ – ½ કપ

  • મધ – 1થી દોઢ ચમચી (મિશ્રણ ઠંડું થયા પછી ઉમેરવું)

  • ગોળ અથવા ખાંડ – 700–800 ગ્રામ (ખાંડ પણ લઈ શકાય)

મસાલા

  • અશ્વગંધા – 25 ગ્રામ

  • વિદારીકંદ – 25 ગ્રામ

  • પિપ્પળી – 10 ગ્રામ

  • તજ – 10 ગ્રામ

  • ઈલાયચી – 10 ગ્રામ

  • નાગકેસર – 5 ગ્રામ

  • લવિંગ – 5 ગ્રામ

  • તેજપત્ર – 2થી 3 નંગ

  • સુંઠ – 10 ગ્રામ

  • મુલેઠી – 10 ગ્રામ

  • તુલસી પાઉડર – 10 ગ્રામ

  • કેસર – થોડું

બનાવવાની રીત

  • આમળા ધોઈને કુકરમાં 2–3 સિટી આવે ત્યાં સુધી ઉકાળો. ઠંડા થાય પછી તેનો પલ્પ કાઢી ઠળિયા અલગ કરો. હવે તેને મિક્સરમાં પીસો.

  • હવે કડાઈમાં તલનું તેલ અને ઘી ગરમ કરો. તેમાં આમળાનું મિશ્રણ ઉમેરો અને ધીમી આંચ પર આશરે 15–20 મિનિટ શેકો. મિશ્રણ થોડું જાડું અને ચમકદાર બનવા લાગે ત્યારે ગેસ બંધ કરો.

  • અલગ વાસણમાં ગોળમાં થોડું પાણી નાખીને મિશ્રણ બનાવો. હળવી એક તારની ચાસણી બનાવો. પછી તેને ગાળીને આમળાના મિશ્રણમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

  • બધા મસાલા ભેગા કરીને પાઉડર બનાવો. હવે આ ચૂર્ણ આમળાના મિશ્રણમાં ધીમે-ધીમે ઉમેરતા રહો અને સતત હલાવતા રહો. ધીમી આંચ પર 10–15 મિનિટ થવા દો.

  • ગેસ બંધ કરીને મિશ્રણ થોડું ઠંડુ થવા દો. પછી તેમાં મધ ઉમેરો.

આ રીતે સ્ટોર કરો
ચ્યવનપ્રાશને સ્ટોર કરવા માટે સ્વચ્છ અને સૂકી કાચની બોટલમાં ભરો. ફ્રિજમાં રાખવાની જરૂર નથી. તે રૂમ ટેમ્પરેચર પર સરળતાથી ફ્રેશ રહી શકે છે.

Tags:
gujarati home remediesGujarati RecipeLifestyleHealth and WellnessAyurvedic Chyawanprash
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026