antimicrobial resistance India: ભારતે છેલ્લા કેટલાંક વર્ષોમાં મેડિકલ ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ મેળવી છે, પરંતુ અહીં આરોગ્ય અંગે બેદરકારીના કેસ પણ સૌથી વધુ જોવા મળે છે. ઓવર ધ કાઉન્ટર દવાઓની સરળ ઉપલબ્ધિ અને નાની નાની બાબતે એન્ટીબાયોટિક દવાઓ લેવાથી આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. એક રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 83% ભારતીય દર્દીઓમાં મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ ઓર્ગેનિઝમ્સ એટલે કે વધુ-દવા પ્રતિરોધી જીવાણુઓ મળી આવ્યા છે. આવા લોકો પર હવે સામાન્ય એન્ટીબાયોટિક દવાઓનો પ્રભાવ થતો નથી. આ સ્થિતિ માત્ર દર્દીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશની આરોગ્ય વ્યવસ્થા માટે મોટો પડકાર છે.
ભારત પર મોટું સંકટ
આ અભ્યાસના સંશોધકોએ ચેતવણી આપી છે કે, ભારત "સુપરબગ વિસ્ફોટ"ના કેન્દ્રમાં છે અને તેના માટે તાત્કાલિક નીતિ પરિવર્તન અને એન્ટીબાયોટિક મેનેજમેન્ટ પર રાષ્ટ્રીય સ્તરે આંદોલનની જરૂર છે. આ પરિણામો 18 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી મનાવવામાં આવતા એન્ટીમાઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ વીકના અવસર પર જાહેર કરવામાં આવ્યા હતાં. અભ્યાસમાં 4 દેશોના 1,200થી વધુ દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે, સામાન્ય એન્ડોસ્કોપિક પ્રોસિજર કરાવનારા ભારતીય દર્દીઓમાં MDROની હાજરી અન્ય દેશોની તુલનામાં ઘણી વધારે હતી.
એન્ટીબાયોટિક દવાઓ અસરકારક નથી રહી
ભારતમાં 83% દર્દીઓમાં MDRO જોવા મળ્યું, જ્યારે ઈટલીમાં 31.5%, યુનાઇટેડ સ્ટેટ્સમાં 20.1% અને નેધરલેન્ડમાં માત્ર 10.8% દર્દીઓમાં MDRO જોવા મળ્યું, એટલે કે હવે એટલા મોટા પ્રમાણમાં લોકોને સામાન્ય એન્ટીબાયોટિક દવાઓ કારગર સાબિત નહીં થાય. જ્યારે 80%થી વધુ દર્દીઓ પહેલાથી જ દવા-પ્રતિરોધક બેક્ટેરિયા લઈ રહ્યાં છે, ત્યારે તેનો અર્થ એ છે કે જોખમ હવે હોસ્પિટલ પૂરતું નથી. તે આપણા સમુદાયો, પર્યાવરણ અને દૈનિક જીવન સુધી ફેલાઈ ગયું છે.
આ આદતો જોખમ વધારી રહી છે
એન્ટીબાયોટિક દવાઓનો દુરુપયોગ
ડૉક્ટરની પરચા વગર દવાઓની સરળ ઉપલબ્ધિ
અધૂરું સારવાર-ચક્ર
પોતાની મરજીથી દવાઓ લેવો
એન્ટીબાયોટિક દવાઓ અસરકારક ન રહેવાને કારણે હોસ્પિટલોએ વધુ શક્તિશાળી દવાઓનો ઉપયોગ કરવો પડે છે, જે તરત અસરકારક ન હોવાના કારણે કેસ વધુ ગંભીર બની શકે છે અને સારવાર પણ મોંઘી પડે છે.








