લાઇફસ્ટાઇલ

કેન્સરની દવાઓ થશે 70% સુધી સસ્તી, કેન્દ્ર સરકારના નિર્ણયથી દેશના દર્દીઓને દર વર્ષે 2500 કરોડની થશે બચત

9 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
કેન્સરની દવાઓ થશે 70% સુધી સસ્તી, કેન્દ્ર સરકારના નિર્ણયથી દેશના દર્દીઓને દર વર્ષે 2500 કરોડની થશે બચત

Cancer Drugs Price Cut India: કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીના ઇલાજ પાછળ દર્દીઓ અને તેમના પરિવારોને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. મેડિકલ ટેસ્ટથી માંડીને કીમોથેરાપી અને રેડિયોથેરાપી કરાવવી અત્યંત ખર્ચાળ સાબિત થાય છે કારણ કે આ સારવારમાં વપરાતી દવાઓના ભાવ ખૂબ જ વધારે હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કેન્સરના દર્દીઓને મોટી રાહત આપવા માટે એક સીમાચિહ્નરૂપ પગલું ભર્યું છે. સરકારે એવી કેન્સરની દવાઓ પર નફાની મહત્તમ મર્યાદા નક્કી કરવાની મંજૂરી આપી દીધી છે, જે અત્યાર સુધી સરકારી કિંમત નિયંત્રણના દાયરા બહાર હતી. આ નિર્ણયથી કેટલીક કેન્સરની દવાઓના ભાવમાં સીધો 70 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી દેશભરના દર્દીઓને દર વર્ષે અંદાજે 2500 કરોડની બચત થશે.

દવાઓની કિંમતો પર 30 ટકા ટ્રેડ માર્જિન કેપ લાગુ કરવાની જોગવાઈ
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ આ દવાઓની વેચાણ પ્રક્રિયામાં મહત્તમ રિટેલ પ્રાઇસની સરખામણીએ નફાની મર્યાદા વધુમાં વધુ 30 ટકા સુધી જ સીમિત રાખવામાં આવશે. જોકે, દવાઓની કિંતોમાં થનારો વાસ્તવિક ઘટાડો સંબંધિત દવાઓની યાદી અને તેના ભાવ ફેરફાર પર આધાર રાખશે. અત્યાર સુધી માત્ર અમુક મર્યાદિત કેન્સરની દવાઓના ભાવ જ સરકાર દ્વારા સીધા નિયંત્રિત થતા હતા પરંતુ, બાકીની બ્રાન્ડેડ અને નોન-શિડ્યુલ્ડ દવાઓના કિસ્સામાં ઉત્પાદકથી લઈને ફાર્મસી અને દર્દી સુધી પહોંચતા સુધીમાં ભાવમાં ભારે વધારો થઈ જતો હતો, જેનો આખો આર્થિક બોજ દર્દીના ખિસ્સા પર પડતો હતો.

દવાઓ પર 170% સુધીનો સરેરાશ માર્ક-અપ
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરીટી દ્વારા બજારમાં ઉપલબ્ધ કેન્સરની વિવિધ દવાઓના ભાવોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં આશ્ચર્યજનક બાબત સામે આવી હતી કે નોન-શિડ્યુલ્ડ એન્ટી-કેન્સર દવાઓ પર સરેરાશ પ્રાઇસ માર્ક-અપ અંદાજે 170 ટકા જેટલો છે, જ્યારે કેટલાક ખાસ કિસ્સાઓમાં આ નફાકીય ગાળો 500થી 700 ટકા કે તેથી પણ વધુ જોવા મળ્યો હતો. હવે આ વિશ્લેષણ અને આંકડાઓના આધારે NPPA દ્વારા દવાઓ પર નફાનો દર ફિક્સ કરવામાં આવશે. આરોગ્ય સેવા મંત્રાલય હેઠળ રચાયેલી વિશેષ નિષ્ણાત સમિતિ આ તમામ દવાઓની વ્યાપક યાદી તૈયાર કરી રહી છે.

જેનેરિક, પેટન્ટ અને વિદેશથી આયાત થતી દવાઓ પણ થશે સામેલ
સરકારના આ નવા નિયમનો વ્યાપ માત્ર દેશી બ્રાન્ડેડ દવાઓ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ, તેમાં આયાત કરવામાં આવતી વિદેશી કેન્સરની દવાઓ, પેટન્ટ ધરાવતી મોંઘી દવાઓ તેમજ જેનેરિક દવાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, બજારમાં દવાઓની કૃત્રિમ અછત સર્જાઈને ભાવ ફરી ન વધી જાય તે માટે કેન્દ્ર સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે, તમામ કેન્સર ડ્રગ ઉત્પાદક કંપનીઓએ પૂરતા પ્રમાણમાં દવાઓનું ઉત્પાદન જાળવી રાખવું પડશે. ટૂંક સમયમાં જ સ્વાસ્થ્ય મંત્રાલય અને NPPA દ્વારા આ અંગેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

Tags:
#BreakingGujaratiNews#ગુજરાતીન્યૂઝ#HealthcareReform#NPPA#IndiaHealth
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026