એન્ટરટેઇનમેન્ટ

'પપ્પાને પાછા ફરવાની આશા હતી', મુશ્તાક ખાનના નિધન બાદ પુત્ર મોહસિને કહ્યું- તેમના કામને સેલિબ્રેટ કરો

25 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'પપ્પાને પાછા ફરવાની આશા હતી', મુશ્તાક ખાનના નિધન બાદ પુત્ર મોહસિને કહ્યું- તેમના કામને સેલિબ્રેટ કરો

Welcome actor Mushtaq Khan death: બોલિવૂડની 'વેલકમ', 'ગદર: એક પ્રેમ કથા' અને 'જાટ' જેવી હિટ અને મોટી ફિલ્મોમાં પોતાની અદાકારીથી લોકોના દિલ જીતનારા દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. 24 સપ્ટેમ્બરના રોજ 75 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની કાલી ડિબાઇ છવાઇ ગઇ છે. સની દેઓલ અને રાજપાલ યાદવ સહિત બોલિવૂડના અનેક જાણીતા કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

'મારી એક ટાંગ નકલી હૈ'થી મેળવી અમર ઓળખ
પોપ કલ્ચર અને હિન્દી સિનેમામાં મુશ્તાક ખાનનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. કલ્ટ-ક્લાસિક કોમેડી ફિલ્મ 'વેલકમ'માં તેમણે ભજવેલું દિવ્યાંગ પાત્ર અને તેમનો આઇકોનિક ડાયલોગ "મેરી એક ટાંગ નકલી હૈ, મૈં હોકી કા બહોત બડા ખિલાડી થા..." આજે પણ લોકોના મનમાં તાજો છે. દાયકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે અનેક પ્રકારના સહાયક અને હાસ્ય પાત્રો ભજવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમની અદ્ભુત લીગસી અને અભિનય શૈલી હંમેશાં સિનેપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.

પુત્ર મોહસિનની ચાહકોને ભાવુક અપીલ
પિતાના અવસાન બાદ તેમના પુત્ર મોહસિને મુશ્તાક ખાનના ચાહકોને એક વિશેષ અપીલ કરી છે. પેપરાઝી સાથેની વાતચીતમાં મોહસિને જણાવ્યું હતું કે, આ ચોક્કસપણે એક દુઃખદ ક્ષણ છે, પરંતુ સાથે જ તેમના પિતાએ જીવેલા સમૃદ્ધ જીવન અને તેમના કામને સેલિબ્રેટ કરવાનો પણ સમય છે. મોહસિને કહ્યું કે, તે સાચું છે કે પપ્પા હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો અને તેમણે કરેલું કામ હંમેશાં આપણી સાથે રહેશે. તેમનો અભિનય ભવિષ્યમાં પણ લોકોને મનોરંજન પૂરું પાડતો રહેશે અને તેમની યાદ અપાવતો રહેશે.

અંતિમ સમય સુધી શૂટિંગમાં સક્રિય રહ્યા
મુશ્તાક ખાનના સ્વાસ્થ્ય અંગે વાત કરતા મોહસિને ઉમેર્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા, પરંતુ તે પહેલાં સુધી તેઓ સતત શૂટિંગ કરી રહ્યા હતા. તેમને પૂરી આશા હતી કે તેઓ ટૂંક સમયમાં જ સાજા થઈને ફરીથી કેમેરા સામે કમબેક કરશે, પરંતુ કમનસીબે તે આશા અધૂરી રહી ગઈ. કેન્સર સામેની આ લડાઈમાં તેઓ હારી ગયા, પરંતુ જીવનની સફરમાં તેઓ ચાહકોના પ્રેમના બળે ખૂબ આગળ વધ્યા. મોહસિને તમામ ફેન્સનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું કે, તમે તેમને જે પ્રેમ આપ્યો અને તમારા દિલમાં સ્થાન આપ્યું તે બદલ આખી ફેમિલી ઋણી રહેશે.

છેલ્લી ફિલ્મ અને અપૂર્ણ પ્રોજેક્ટ્સ
મુશ્તાક ખાન છેલ્લે મે 2026માં રિલીઝ થયેલી નાના બજેટની ફિલ્મ 'હમ અંગ્રેજોં કે જમાને કે જેલર હૈં'માં જોવા મળ્યા હતા, જેમાં તેમની સાથે દિવંગત એક્ટર અસરાની પણ હતા. નિધન પહેલાં તેઓ સલમાન ખાનના બોડીગાર્ડ શેરાના પુત્રની ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. 80ના દાયકાથી શરૂ થયેલી તેમની સફરમાં તેમણે 'હમ હૈં રાહી પ્યાર કે', 'દિલ હૈ કિ માનતા નહીં' અને 'સ્ત્રી' જેવી લોકપ્રિય ફિલ્મોથી લઈને અનેક ટીવી શોઝમાં પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો હતો.

Tags:
Famous personalitiesHeritageરંગભૂમિTelevision actorભાવુક સંદેશ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026