એન્ટરટેઇનમેન્ટ

"હું ભારતને મારી ઓળખ માનું છું!", મિસ યુનિવર્સ ઈન્ડિયા-2026માં ઉર્વશી રૌતેલાના ત્રિરંગા ડ્રેસ પર ઉર્વશી રૌતેલા થઈ ટ્રોલ

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
"હું ભારતને મારી ઓળખ માનું છું!", મિસ યુનિવર્સ ઈન્ડિયા-2026માં ઉર્વશી રૌતેલાના ત્રિરંગા ડ્રેસ પર ઉર્વશી રૌતેલા થઈ ટ્રોલ

Urvashi Rautela Tricolor Dress Controversy: બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ ઈન્ડિયા ઉર્વશી રૌતેલા તાજેતરમાં જયપુર ખાતે આયોજિત 'મિસ યુનિવર્સ ઈન્ડિયા-2026'ના ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના આઉટફિટને લઈને વિવાદમાં ફસાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ઉર્વશીએ ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગાથી પ્રેરિત એક ગાઉન પહેર્યું હતું, જેને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા’ના ઉલ્લંઘનનો આરોપ લગાવી તેને ભારે ટ્રોલ કરી હતી. આ વિવાદ વકરતાં જ ઉર્વશીએ સત્તાવાર સ્પષ્ટતા આપવી પડી છે.

શું હતો સમગ્ર વિવાદ?
ગત 23 ઓગસ્ટના રોજ જયપુરના જી સ્ટુડિયોઝમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા-2026નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. આ ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલા સાથે ભારતની પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 રિયા સિંઘા, પર્યાવરણવિદ્ પ્રજ્ઞા કપૂર અને સેલિના જેેટલી જેવા દિગ્ગજો જજિંગ પેનલમાં સામેલ હતા. આ કાર્યક્રમમાં ઉર્વશીએ ત્રિરંગા શેડ્સ ધરાવતું ગાઉન પહેર્યું હતું. વીડિયો વાયરલ થતાં જ નેટિઝન્સે વિરોધ નોંધાવ્યો હતો કે, રાષ્ટ્રધ્વજને વસ્ત્ર તરીકે ધારણ કરવો અથવા તેને ડ્રેસ મટીરીયલ પર પ્રિન્ટ કરવો એ કાયદાકીય રીતે ગુનો છે.

'આ ધ્વજની નકલ નથી, પરંતુ ફેશન આર્ટ છે'
વિવાદ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ઉર્વશીએ જણાવ્યું હતું કે, "હું મારા દેશને માત્ર મારી રાષ્ટ્રીયતા તરીકે જ નહીં, પરંતુ મારી ઓળખના એક ભાગ તરીકે સાથે રાખીને ચાલું છું. હું એવું કંઈક પહેરવા માગતી હતી જે માત્ર હું ક્યાંથી આવું છું તે જ નહીં, પરંતુ મારા માટે ભારતનો શો અર્થ છે તે દર્શાવે. આ જ વિચારથી આ કોચર ડ્રેસનો કન્સેપ્ટ આવ્યો હતો." તેણે વધુમાં ઉમેર્યું કે, આ ગાઉન રાષ્ટ્રધ્વજની અદલ-બદલ નકલ નહોતી પરંતુ ત્રિરંગાથી પ્રેરિત એક ફેશન ડિઝાઈન હતી. આ ડ્રેસ બેલારુસિયન ડિઝાઈનર ડારિયા ચેરમાશેન્ટસેવા (DASHA Fashion Couture) દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

ડ્રેસમાં કરવામાં આવેલા ટેકનિકલ ફેરફારો
પોતાના બચાવમાં ટેકનિકલ વિગતો આપતાં ઉર્વશીએ જણાવ્યું કે, ગાઉનમાં ફ્લેગ કોડનું ઉલ્લંઘન ન થાય તે માટે જાણી જોઈને અનેક બદલાવ કરવામાં આવ્યા હતા.

  • કલર અને ડાયરેક્શન: રાષ્ટ્રધ્વજની આડી પટ્ટીઓને બદલે ગાઉનમાં ઊભી પટ્ટીઓનો ઉપયોગ કરાયો હતો.

  • શેડ્સ અને મટિરિયલ: ગાઉનનો ઓરેન્જ કલર કેસરિયાથી અલગ હતો અને ગ્રીનનો શેડ પણ જુદો હતો.

  • કેન્દ્રિય પ્રતીક: ધ્વજના અશોક ચક્રના સ્થાને જ્વેલરી અને સિક્વિન્સથી બનેલું એક સેન્ટ્રલ મોટિફ (ડિઝાઈન) વાપરવામાં આવ્યું હતું, જે અધિકૃત અશોક ચક્રથી સાવ અલગ હતું.

શું કહે છે ભારતીય ફ્લેગ કોડ?

  • ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002: ભારતના રાષ્ટ્રધ્વજના સન્માન અને ઉપયોગ અંગે કડક નિયમો દર્શાવે છે.

  • પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971: આ કાયદા અનુસાર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કોઈ પોશાક, યુનિફોર્મ, રૂમાલ કે કુશન કવર પર પ્રિન્ટ અથવા એમ્બ્રોઈડરી કરવા માટે કરી શકાતો નથી તેમજ ધ્વજ જમીન, પાણી કે ફ્લોરને અડવો જોઈએ નહીં.

અગાઉ પણ સેલેબ્સ ફસાયા છે વિવાદમાં
ભારતમાં રાષ્ટ્રધ્વજ કે ત્રિરંગા કલર આઉટફિટને લઈને સેલેબ્સ વિવાદમાં આવ્યા હોય એવી આ પહેલી ઘટના નથી.

  • મંદિરા બેદી (2007): ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ત્રિરંગા બોર્ડરવાળી સાડી પહેરવા બદલ તેની સામે FIR દાખલ થઈ હતી.

  • મહિમા ચૌધરી અને મલ્લિકા શેરાવત: અગાઉ બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ પણ રાષ્ટ્રીય પ્રતીકોના અયોગ્ય ઉપયોગ કે ફેશન ડ્રેસિંગ બદલ કાનૂની અને સોશિયલ મીડિયા વિવાદોનો સામનો કરી ચૂકી છે.

Tags:
અભિનેત્રીતાજા સમાચારવાયરલ ન્યૂઝબોલીવુડ અભિનેત્રીMiss Universe
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026