એન્ટરટેઇનમેન્ટ

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં બહેન શ્વેતાનો ખુલાસો:'ભાઈનો પગ તૂટેલો હતો અને સ્ટેન ગનનો ઉપયોગ થયો હતો'

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં બહેન શ્વેતાનો ખુલાસો:'ભાઈનો પગ તૂટેલો હતો અને સ્ટેન ગનનો ઉપયોગ થયો હતો'

Sushant Singh Rajput Postmortem Claim: બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનને લાંબો સમય વિતી ગયો હોવા છતાં, તેમનો કેસ અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. હવે તેમની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક વિડીયો સંદેશ જાહેર કરીને સોશિયલ મીડિયા પર ફરી એકવાર સળગતા સવાલો ઊભા કર્યા છે. શ્વેતાએ દાવો કર્યો છે કે ભાઈ સુશાંતના પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી કેટલીક નવી અને ચોંકાવનારી બાબતો તેમના ધ્યાન પર આવી છે, જેણે આ સમગ્ર મામલે ચાહકો અને પરિવારજનોને ફરી એકવાર વિચારતા કરી દીધા છે.

પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિના હવાલાથી કર્યા ગંભીર આક્ષેપો
શ્વેતા સિંહ કીર્તિએ વિડીયોમાં જણાવ્યું હતું કે, તેમને તાજેતરમાં જ સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિ તરફથી કેટલીક મહત્વની માહિતી મળી છે. શ્વેતાના જણાવ્યા મુજબ, તે વ્યક્તિએ કહ્યું હતું કે સુશાંતના શરીર પર ભારે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા, જેમાં તેનો એક પગ તૂટેલો હતો અને તેની આંખો પર પણ ઈજા પહોંચાડવામાં આવી હતી. એટલું જ નહીં, ગળાના ભાગે 'સ્ટેન ગન' (Stun Gun) જેવા શસ્ત્રનો ઉપયોગ થયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ચાહકોના પ્રેમ અને ભાવનાત્મક ક્ષણોનો ઉલ્લેખ
પોતાના વિડીયોમાં શ્વેતાએ તાજેતરના પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. અટલાંટાથી પરત ફર્યા બાદ જ્યારે તે લોકોને મળી, ત્યારે સેંકડો ચાહકો તેમને ભેટીને રડી પડ્યા હતા. લોકો આજે પણ સુશાંત સાથે થયેલા અન્યાયને યાદ કરીને દુઃખી થાય છે. શ્વેતાએ સ્વીકાર્યું કે જ્યારે પોતાના કોઈ સ્વજન સાથે આવું કંઈક બને છે, ત્યારે તે દર્દમાંથી બહાર આવવું અને માફ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે, પરંતુ તે પોતાના મનમાં નફરત કે બદલાની ભાવના રાખવા નથી માગતી.

નફરત કે બદલાની ભાવનાથી દૂર રહેવાની આપી સલાહ
શ્વેતાએ ચાહકોને અપીલ કરતા કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં ઈશ્વર પરથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. દુનિયામાં અન્યાય થાય છે અને ક્યારેક સારા લોકોને ભારે પીડામાંથી પસાર થવું પડે છે, પરંતુ તે પીડા જ માણસને મજબૂત બનાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યાય માટેની લડાઈ ચાલુ રાખવી જોઈએ, પરંતુ આ લડાઈ નફરત કે બદલો લેવાના હેતુથી નહીં, પણ પ્રેમ અને સત્યના માર્ગે ચાલીને લડવી જોઈએ.

સુશાંત કેસની પૃષ્ઠભૂમિ અને સત્તાવાર રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે સમયે મુંબઈ પોલીસ અને તબીબી ટીમ દ્વારા આપવામા આવેલા સત્તાવાર અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ઘટનાને આત્મહત્યા ગણાવવામાં આવી હતી. જોકે, પરિવારજનો અને ચાહકો શરૂઆતથી જ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. હવે બહેન શ્વેતાના આ નવા દાવા બાદ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતના ન્યાયને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે.

Tags:
bollywoodssrમૃત્યુરહસ્યસુશાંતસિંહરાજપૂતjusticeforssrshwetasinghkirti
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026