એન્ટરટેઇનમેન્ટ

સુનીલ ગ્રોવરે અજય દેવગનની એવી મિમીક્રી કરી કે ફેન્સ બોલ્યા - 'આ તો ઓરિજિનલ કરતાં પણ વધારે ઓરિજિનલ છે!'

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સુનીલ ગ્રોવરે અજય દેવગનની એવી મિમીક્રી કરી કે ફેન્સ બોલ્યા - 'આ તો ઓરિજિનલ કરતાં પણ વધારે ઓરિજિનલ છે!'

Sunil Grover Ajay Devgn Mimicry: મનોરંજન જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' પોતાની પાંચમી સિઝન સાથે નેટફ્લિક્સ પર વાપસી કરી ચૂક્યો છે. છ મહિનાના લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ સિઝનના પહેલા જ એપિસોડમાં મનોરંજનનો મોટો ડોઝ જોવા મળ્યો છે. શોના પ્રથમ એપિસોડમાં ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ 3'ની આખી ટીમ મહેમાન બનીને પહોંચી હતી. જેમાં બોલિવૂડના 'સિંઘમ' અજય દેવગન, શ્રિયા સરન, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, જયદીપ અહલાવત અને ડિરેક્ટર અભિષેક પાઠકે હાજરી આપીને શોની રોનક વધારી દીધી હતી.

સુનીલ ગ્રોવરે અજય દેવગનનો અવતાર ધારણ કરીને ધમાલ મચાવી
એપિસોડ દરમિયાન સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સુનીલ ગ્રોવરનો અદ્ભુત પરફોર્મન્સ રહ્યો હતો. નેટફ્લિક્સ દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમો વિડિયોમાં સુનીલ ગ્રોવર અજય દેવગનની જેમ જ કપડાં પહેરીને અને તેમની જ ખાસ શૈલીમાં એન્ટ્રી લેતો જોવા મળે છે. સુનીલે અજય દેવગનનો અવાજ, તેમની ચાલવાની ઢબ, સંવાદ બોલવાની વિશિષ્ટ રીત અને અટિટ્યુડને એટલી સચોટ રીતે કોપી કર્યો કે ખુદ અજય દેવગન પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુનીલે 'સિંઘમ'નો આઇકોનિક પોઝ આપીને સિઝન 5ના પ્રીમિયરની જાહેરાત કરી ત્યારે સેટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

સોશિયલ મીડિયા પર ફેન્સની મનોરંજક અને રમુજી પ્રતિક્રિયાઓ
સુનીલ ગ્રોવરનો આ મિમીક્રી વિડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે અને ચાહકો તેના પર અવનવી રમૂજી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે રમુજ કરતા લખ્યું કે, "સુનીલે તો અજયના લુકમાં જ હાથોહાથ ગોલમાલ 5નું પણ પ્રોમોશન કરી નાખ્યું!" તો બીજા એક ફેને આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું, "શું સુનીલ ગ્રોવર કોઈ બહુરુપિયો કે શેપશિફ્ટર છે?" જ્યારે અન્ય એક યુઝરે સુનીલની પ્રશંસા કરતા લખ્યું, "આ એક્ટિંગ તો ઓરિજિનલ અજય દેવગન કરતાં પણ વધુ ઓરિજિનલ લાગે છે." કેટલાકે તો ત્યાં સુધી કહ્યું કે સુનીલ એવો પહેલો કોમેડિયન છે જેની સામે ખુદ રિયલ સુપરસ્ટાર પણ થોડીવાર માટે અસ્વસ્થ અનુભવવા લાગે છે.

મિમીક્રી નથી, વ્યક્તિના વ્યક્તિત્વની ઉજવણી છે: સુનીલ ગ્રોવર
પોતાના પાત્રોમાં પ્રાણ પૂરી દેવા માટે જાણીતા સુનીલ ગ્રોવરે અગાઉ પણ આમિર ખાન, સલમાન ખાન અને ગુલઝાર સાહેબ જેવા દગ્ગજોની શ્રેષ્ઠ મિમીક્રી કરી છે. પોતાની આ કળા વિશે વાત કરતા સુનીલે જણાવ્યું હતું કે, "મારા માટે કોઈ અન્ય વ્યક્તિનું રૂપ ધારણ કરવું એ એક પ્રકારનું ધ્યાન (મેડિટેશન) છે. જ્યારે હું કોઈની મિમીક્રી કરું છું ત્યારે હું તેના દ્રષ્ટિકોણથી વિચારવાનો પ્રયાસ કરું છું. હું જે વ્યક્તિને દિલથી પસંદ કરું છું તેની જ મિમીક્રી કરી શકું છું. આ ફક્ત નકલ ઉતારવી નથી પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વની એક ઉજવણી છે." તેમની આ બારીક નજર જ તેમના પરફોર્મન્સને જીવંત બનાવે છે.

જયદીપ અહલાવતનો ડાન્સ અને સ્ટારકાસ્ટની મસ્તી
આ ખાસ એપિસોડમાં માત્ર હાસ્ય જ નહીં પરંતુ ઘણા સપ્રાઈઝ પણ જોવા મળ્યા હતા. સામાન્ય રીતે ગંભીર અને દમદાર પાત્રો ભજવવા માટે જાણીતા અભિનેતા જયદીપ અહલાવતે આ શોમાં પોતાની એક અલગ જ બાજુ બતાવી હતી. તેમણે કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા (સોના અને મોના 2.0) સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. કપિલ શર્મા, આર્ચના પુરણ સિંહ અને નવજોત સિંહ સિદ્ધુની હાજરીમાં 'દ્રશ્યમ 3'ની આખી ટીમે શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ અને યાદો શેર કરીને પ્રક્ષકોનું મનોરંજન કર્યું હતું.

Tags:
FunnyExclusiveહમણાં જુઓCelebrity ImpersonationPop Culture
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026