એન્ટરટેઇનમેન્ટ

iPhone 18 ખરીદનારાઓ પર સોનુ સૂદનો કટાક્ષ! કહ્યું- 'ફોન નહીં, સમાજને અપગ્રેડ કરવાની જરૂર છે!'

18 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
iPhone 18 ખરીદનારાઓ પર સોનુ સૂદનો કટાક્ષ! કહ્યું- 'ફોન નહીં, સમાજને અપગ્રેડ કરવાની જરૂર છે!'

Sonu Sood on iPhone 18: ભારતમાં Appleના iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનું વેચાણ શરૂ થતાં જ સ્ટોર્સની બહાર ખરીદદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કતારોના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેતા સોનુ સૂદે iPhone 18 ખરીદવા ઉમટેલી ભીડ પર પ્રતિક્રિયા આપતાં લોકોને અલગ પ્રકારનું ‘અપગ્રેડ’ કરવાની સલાહ આપી છે.

સોનુ સૂદે iPhone ખરીદનારાઓને શું કહ્યું?
સોનુ સૂદે પોતાના Instagram એકાઉન્ટ પર Apple Storeની બહાર iPhone ખરીદવા માટે એકઠી થયેલી મોટી ભીડનો ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટ સાથે તેમણે લોકોને માત્ર મોંઘો સ્માર્ટફોન ખરીદવા અથવા દેખાડા માટે EMIનો બોજ વધારવાને બદલે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પર ધ્યાન આપવાની વાત કરી હતી. સોનુ સૂદે પોતાની પોસ્ટમાં લખ્યું, “નવો ફોન, નવો EMI... પણ એ જ જૂના બિલ! કદાચ હવે આગળ વધવાનો અને ફરક લાવવાનો સમય આવી ગયો છે, ફક્ત આપણા ફોનને અપગ્રેડ કરવાને બદલે. વાસ્તવિક અપગ્રેડ એક સારો સમાજ છે.”

સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ આપી પ્રતિક્રિયા
સોનુ સૂદની પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ઘણા લોકોએ અભિનેતાની વાત સાથે સહમતિ દર્શાવી હતી. એક યુઝરે લખ્યું કે મોંઘો ફોન હાથમાં હોવા છતાં લોકો કલાકો સુધી રીલ્સ સ્ક્રોલ કરે છે, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવા માટે આવી જ રીતે લાઇનમાં ઊભા રહેવાની જરૂર છે. અન્ય એક યુઝરે iPhone ખરીદવાની આ દોડને ‘વાયરસ’ સાથે સરખાવી હતી. જ્યારે બીજા યુઝરે મોંઘા બિલોનો બોજ વધારવાને બદલે સમાજને સુધારવા તરફ આગળ વધવાની વાત કરી હતી.

સોનુ સૂદની ફિલ્મી કારકિર્દી
સોનુ સૂદે પોતાની ફિલ્મી કારકિર્દીમાં હિન્દી ઉપરાંત તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું છે. ‘જોધા અકબર’, ‘સિંહ ઇઝ કિંગ’ અને ‘અરુન્ધતી’ જેવી ફિલ્મોમાં તેઓ જોવા મળ્યા હતા. ‘દબંગ’માં છેદી સિંહના પાત્રથી તેમને ખાસ ઓળખ મળી હતી. ત્યારબાદ તેઓ ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘આર...રાજકુમાર’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘પલટન’, ‘સિમ્બા’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. ફિલ્મ ‘ફતેહ’થી તેમણે દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો હતો.

Tags:
OpinionTrendingSmartphoneLuxury LifestyleiPhone Buyers
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026