એન્ટરટેઇનમેન્ટ

સિંગર કુમાર સાનુએ એક્સ વાઈફ રીટા વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો, વળતર રૂપે માગ્યા 30 લાખ

18 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
સિંગર કુમાર સાનુએ એક્સ વાઈફ રીટા વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો, વળતર રૂપે માગ્યા 30 લાખ

Kumar Sanu FilesDefamation Case: બોલિવૂડના મેલોડી કિંગ ગણાતા કુમાર સાનુએ તેમની પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યા સામે મોરચો માંડ્યો છે. વર્ષો જૂના સંબંધોમાં પડેલી તિરાડ હવે જાહેરમાં આવી ગઈ છે. કુમાર સાનુએ રીટા ભટ્ટાચાર્યા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જેમાં તેમણે વળતર પેટે રૂ.30 લાખની માંગણી કરી છે. આ સાથે જ સિંગરે એ તમામ વિવાદાસ્પદ ઇન્ટરવ્યુઝ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવવાની પણ માંગ કરી છે, જેમાં રીટાએ તેમના પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

પ્રેગ્નન્સીમાં દુર્વ્યવહાર અને રૂમમાં પુરી રાખવાનો દાવો
આ સમગ્ર વિવાદની શરૂઆત રીટા ભટ્ટાચાર્યાના સનસનાટીપૂર્ણ ઇન્ટરવ્યુઝથી થઈ હતી. રીટાએ વિવિધ એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ્સ પર દાવો કર્યો હતો કે જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે કુમાર સાનુએ તેની સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, કુમાર સાનુએ મને ભૂખી રાખી હતી અને રસોડામાં બંધ કરી દીધી હતી. તેમણે મને દૂધ કે જરૂરી મેડિકલ સુવિધાઓ પણ આપી નહોતી.

'લગ્ન દરમિયાન અનેક મહિલાઓ સાથે હતા સંબંધો'
રીટા ભટ્ટાચાર્યાએ માત્ર શારીરિક દુર્વ્યવહાર જ નહીં, પણ કુમાર સાનુના ચારિત્ર્ય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેણે ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે લગ્નજીવન દરમિયાન કુમાર સાનુના અનેક મહિલાઓ સાથે પ્રેમ સંબંધો હતા. આ પ્રકારના વ્યક્તિગત આક્ષેપો વાયરલ થતા જ સિંગરની ઈમેજને મોટો ફટકો પડ્યો હતો, જેના પગલે હવે કુમાર સાનુએ કાયદાનો સહારો લેવાનું નક્કી કર્યું છે.

'ખોટા આરોપોથી પ્રોફેશનલ લાઈફ પર પડી અસર'
માનહાનિની અરજીમાં કુમાર સાનુના પક્ષે જણાવવામાં આવ્યું છે કે રીટાના આ નિવેદનો તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. સિંગરનો દાવો છે કે આ આરોપોને કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠા અને પ્રોફેશનલ કરિયરને ઘણું નુકસાન થયું છે. આ નિવેદનો બાદ તેમને ભારે માનસિક તણાવમાંથી પસાર થવું પડ્યું છે. આથી જ તેમણે રીટા અને સંબંધિત મીડિયા પોર્ટલ્સને કાનૂની નોટિસ મોકલી છે, જેથી તેમની છબી વધુ ખરાબ થતી અટકે.

'બિગ બોસ' ફેમ સના રઈસ ખાન લડશે કેસ
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કુમાર સાનુનું પ્રતિનિધિત્વ જાણીતા વકીલ સના રઈસ ખાન કરી રહ્યા છે. નોંધનીય છે કે સના રઈસ ખાન 'બિગ બોસ 17'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા બાદ દેશભરમાં જાણીતા બન્યા છે. સનાએ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે ગાયકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા ઇન્ટરવ્યુ હટાવવામાં આવે અને તેમને યોગ્ય વળતર અપાવવામાં આવે.

શું આવશે ચુકાદો?
કુમાર સાનુ દ્વારા લેવામાં આવેલા આ કડક પગલા બાદ હવે મનોરંજન જગતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સિંગરના ચાહકો આશ્ચર્યચકિત છે કે વર્ષો જૂના આ કેસમાં અચાનક આટલો મોટો વળાંક કેમ આવ્યો. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે અને શું રીટા ભટ્ટાચાર્યા આ આરોપોના પુરાવા રજૂ કરી શકશે? આગામી સુનાવણીમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Tags:
30 લાખ વળતરમાનહાનિ કેસરીટાએક્સ વાઈફકુમાર સાનુ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026