એન્ટરટેઇનમેન્ટ

રશ્મિકા-વિજયની 'ડિયર કોમરેડ' ફિલ્મનું બનશે રિમેક! સિદ્ધાંત ચતુર્વેદીએ તોડ્યું મૌન

3 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
રશ્મિકા-વિજયની 'ડિયર કોમરેડ' ફિલ્મનું બનશે રિમેક! સિદ્ધાંત ચતુર્વેદીએ તોડ્યું મૌન

Dear Comrade Remake: બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી 'ધડક 2' માં જોવા મળ્યો હતો. જોકે, કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અભિનેતા ટૂંક સમયમાં સાઉથ ઇંડિયન સુપરહિટ ફિલ્મ 'ડિયર કોમરેડ" ની રિમેકમાં જોવા મળશે. અભિનેતાએ હવે આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે.

શું કહ્યું સિદ્ધાંતે
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાની તેલુગુ ફિલ્મ 'ડિયર કોમરેડ' એક સાઉથ ઇંડિયન ફિલ્મ છે. 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તાજેતરમાં જ તેની રિમેકની ચર્ચા થઈ હતી. જોકે, સિદ્ધાંતે પોતાની પોસ્ટ દ્વારા આ અફવાઓને ફગાવી દીધી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાની હિટ તેલુગુ ફિલ્મ 'ડિયર કોમરેડ'ની હિન્દી રિમેકનો ભાગ નથી.

અભિનેત્રી પ્રતિભા રાંતાને મુખ્ય ભૂમિકામાં લેવાના અહેવાલ
છેલ્લા કેટલાક દિવસોથી, એવા અહેવાલો ફેલાઈ રહ્યા છે કે સિદ્ધાંત અને અભિનેત્રી પ્રતિભા રંતાને 'ડિયર કોમરેડ'ના હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યા છે. એવા પણ અહેવાલો હતા કે કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન્સ આ રિમેક પર કામ કરશે. જોકે, અભિનેતાએ પોતે આ સમાચારને નકારી કાઢ્યા છે. સિદ્ધાંત ચતુર્વેદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અહેવાલો સાચા નથી.

ઓરિજનલ સ્ટોરી
અભિનેતાએ પોસ્ટમાં લખ્યું, 'મિત્રો, હું સ્પષ્ટ કરું છું કે આ સાચું નથી. મારા માટે હવે કોઈ રિમેક નથી. હું ઓરિજનલ ફિલ્મ અને કલાકારોનો ફેન છું. તેમના પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર. આપ સૌનો આભાર. મને અત્યંત ટેલેન્ટેડ અભિનેત્રી પ્રતિભા રંતા સાથે ઓરિજનલ પ્રોજેક્ટ પર કામ કરવાનું ગમશે.' સિદ્ધાંત છેલ્લે 'ધડક 2' માં જોવા મળ્યો હતો, જે એક તમિલ ફિલ્મની રિમેક હતી, પરંતુ તેણે હવે સ્પષ્ટતા કરી છે કે તે હાલ માટે રિમેકથી દૂર રહેવા માંગે છે.

Tags:
Indian Cinema NewsBollywood NewsDear Comrade RemakeSiddhant Chaturvediરિમેક ચર્ચા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026