એન્ટરટેઇનમેન્ટ

ગુજરાતી સિનેમાને નવી ઓળખ અપાવશે 'શ્રી કેસરી નંદન', 7 ભાષામાં રિલીઝ થશે મેગા ફિલ્મ

15 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતી સિનેમાને નવી ઓળખ અપાવશે 'શ્રી કેસરી નંદન', 7 ભાષામાં રિલીઝ થશે મેગા ફિલ્મ

Shree Kesari Nandan: ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માતા અતુલ એમ. બોસામિયા દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ પાન-ઈન્ડિયા ફિલ્મ 'શ્રી કેસરી નંદન'નું ફર્સ્ટ લુક પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર થઈ રહેલી આ મેગા બજેટ ફિલ્મ ગુજરાતી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એમ કુલ સાત ભાષામાં રજૂ થશે.

અર્પિત રાંકા અને મૌલિક ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
ફિલ્મમાં ગુજરાત અને દક્ષિણ ભારતના પ્રતિભાશાળી કલાકારો તથા ટેકનિકલ ટીમનો અનોખો સંગમ જોવા મળશે. એવોર્ડ વિજેતા તમિલ ફિલ્મમેકર શબરીનાથન મુથુપાંડિયન ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કરી રહ્યા છે. અર્પિત રાંકા અને મૌલિક ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે તેમની સાથે દેશના અન્ય જાણીતા કલાકારો પણ મહત્વની ભૂમિકાઓ ભજવશે. ફિલ્મના વિઝ્યુઅલ્સને આંતરરાષ્ટ્રીય સ્તરનો લુક આપવા માટે સિનેમેટોગ્રાફર સુભાષ દંડાપાણીએ કેમેરાની જવાબદારી સંભાળી છે.

આધુનિક ટેકનોલોજી અને દક્ષિણ ભારતીય ફિલ્મોની ભવ્ય શૈલી
'શ્રી કેસરી નંદન'ના સંગીતની જવાબદારી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર અભિનંદન કશ્યપે સંભાળી છે. આ મેગા બજેટ પ્રોજેક્ટમાં મહીપાલ સિંહ રાણાવત, રાજેશ ઠાકુર, હિરેન પટેલ અને પરેશ જગડા એસોસિએટ પ્રોડ્યુસર્સ તરીકે જોડાયા છે. ફિલ્મની વાર્તા શ્રદ્ધા, ભક્તિ, પરંપરા, વારસો અને પરિવર્તન જેવા વિષયો સાથે જોડાયેલી છે, જેને આધુનિક ટેકનોલોજી અને દક્ષિણ ભારતીય ફિલ્મોની ભવ્ય શૈલી સાથે રજૂ કરવામાં આવશે.

ફિલ્મને મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે
ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને મૂલ્યોને દેશભરના દર્શકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે આ ફિલ્મને મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે. નિર્માતાઓનો ઉદ્દેશ ગુજરાતી સિનેમાને માત્ર પ્રાદેશિક સીમાઓ સુધી મર્યાદિત રાખવાને બદલે તેને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાનો છે. 'શ્રી કેસરી નંદન' રામ નવમી 2027ના પવિત્ર અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanGujaratગુજરાતKGF
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026