એન્ટરટેઇનમેન્ટ

રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન! માતાને ગુમાવતા અભિનેત્રી શોકમાં

22 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન! માતાને ગુમાવતા અભિનેત્રી શોકમાં

Rani Mukerji Mother Death: બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું મંગળવારે 75 વર્ષની વયે નિધન થયું છે. યશ રાજ ફિલ્મ્સે એક નિવેદન જાહેર કરીને તેમના અવસાનની પુષ્ટિ કરી છે. જો, કે કૃષ્ણા મુખર્જીના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરિવાર તરફથી આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા જાળવવાની અપીલ કરવામાં આવી છે.

યશ રાજ ફિલ્મ્સે આપી માહિતી
યશ રાજ ફિલ્મ્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ભારે હૃદય સાથે રાની મુખર્જીની માતા શ્રીમતી કૃષ્ણા મુખર્જીના નિધનની જાણ કરવામાં આવી રહી છે. પરિવારે મુશ્કેલ સમયમાં મળેલા પ્રેમ, પ્રાર્થના અને સમર્થન બદલ સૌનો આભાર માન્યો છે અને ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરી છે.

રાની સાથે હતો ખાસ સંબંધ
કૃષ્ણા મુખર્જી અને તેમની પુત્રી રાની વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. રાનીએ અનેક પ્રસંગોએ પોતાની માતા સાથેના ખાસ બોન્ડ વિશે વાત કરી હતી. વર્ષોથી કૃષ્ણા મુખર્જી એવોર્ડ સમારોહ, ફિલ્મ સ્ક્રીનિંગ અને અન્ય જાહેર કાર્યક્રમોમાં રાની સાથે જોવા મળ્યા હતા. કૃષ્ણા મુખર્જીનો બંગાળી ફિલ્મ ઉદ્યોગ સાથે પણ ઊંડો સંબંધ હતો. તેઓ વ્યવસાયિક પ્લેબેક સિંગર હતા અને અનેક બંગાળી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. સંગીત અને કલાના આ માહોલનો રાની મુખર્જીની કારકિર્દી પર પણ પ્રભાવ રહ્યો હતો.

દરેક સુખ-દુઃખમાં દીકરીની સાથે રહ્યા
રાની મુખર્જી પોતાની સફળતામાં માતા કૃષ્ણા મુખર્જીના યોગદાનને મહત્વપૂર્ણ માનતી હતી. કારકિર્દીના શરૂઆતના દિવસોથી લઈને આગળના સફર સુધી કૃષ્ણા પોતાની પુત્રીની સાથે સતત ઊભા રહ્યા હતા. રાનીના પિતા અને ફિલ્મ નિર્માતા રામ મુખર્જીના નિધન બાદ પણ કૃષ્ણા પરિવારની નજીક રહી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા. રાની મુખર્જી ‘ગુલામ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘સાથિયા’, ‘હમ તુમ’ અને ‘બ્લેક’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તાજેતરમાં તેઓ 2026માં આવેલી ફિલ્મ ‘મર્દાની 3’માં જોવા મળ્યા હતા.

પરિવારની ગોપનીયતાની અપીલ
કૃષ્ણા મુખર્જીના નિધનથી મુખર્જી પરિવાર શોકમાં છે. પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનો આદર કરવા અપીલ કરી છે અને મળેલા પ્રેમ, પ્રાર્થના તથા સમર્થન બદલ સૌનો આભાર માન્યો છે.

Tags:
#RaniMukerjiCondolence75 Years OldFamily PrivacySad News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026