એન્ટરટેઇનમેન્ટ

'મનોરંજન કરતા-કરતા હું પોતે ડ્રામા બની ગયો...': સુપ્રીમ કોર્ટમાં ભાવુક થયા રાજપાલ યાદવ, ₹1.15 કરોડ ચૂકવવા થયા તૈયાર

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
'મનોરંજન કરતા-કરતા હું પોતે ડ્રામા બની ગયો...': સુપ્રીમ કોર્ટમાં ભાવુક થયા રાજપાલ યાદવ, ₹1.15 કરોડ ચૂકવવા થયા તૈયાર

Rajpal Yadav Cheque Bounce Case: બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ છેલ્લા ઘણા સમયથી કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. મલ્ટીપલ ચેક બાઉન્સ કેસમાં ઘેરાયેલા રાજપાલ યાદવે આખરે દેવાની રકમ ચૂકવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. બુધવારે રાજપાલ યાદવ જાતે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને 1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. બાકીના 85 લાખ રૂપિયા જમા કરાવવા માટે તેમણે કોર્ટ પાસે 13 ઓક્ટોબર સુધીનો સમય માગ્યો હતો.

સુપ્રીમ કોર્ટના જજની હળવી ટિપ્પણી અને રાજપાલ યાદવનું દર્દ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે રાજપાલ યાદવની પરિસ્થિતિ પર હળવી ચપટી લેતા કહ્યું હતું કે, "તમારી ફિલ્મોના નામની જેમ તમારા પૈસા પણ 'અતા પતા લાપતા' થઈ ગયા છે." આ સાંભળીને રાજપાલ યાદવે અત્યંત માયુસી સાથે કોર્ટ સમક્ષ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેમણે કોર્ટમાં ભાવુક બનીને કહ્યું હતું કે, "આખી જિંદગી લાખો લોકોનું મનોરંજન કરતા કરતા આજે હું પોતે જ એક ડ્રામા બની ગયો છું. મારી આજીવિકા અને ઈજ્જત દાવ પર લાગી ગઈ છે."

ફિલ્મ 'અતા પતા લાપતા'માં 17 કરોડનું મસમોટું નુકસાન
CJIએ જ્યારે પૂછ્યું કે, શું તેઓ કોઈ નવી ફિલ્મ બનાવી રહ્યા છે કે પછી આમ જ ફરી રહ્યા છે, ત્યારે રાજપાલ યાદવે ખુલાસો કર્યો હતો કે, વર્ષ 2012માં તેમણે નિર્દેશિત કરેલી ફિલ્મ 'અતા પતા લાપતા' માં તેમનો બધો પૈસો ડૂબી ગયો હતો. તેમણે કોર્ટને જણાવ્યું કે, "આ ફિલ્મમાં મને 17 કરોડનું સીધું નુકસાન થયું હતું. છેલ્લા 13 વર્ષથી સામને વાળા લોકોએ મારી ફિલ્મ બનવા દીધી નહોતી અને સ્ટે ઓર્ડર લઈ લીધો હતો. બદલાની ભાવનાથી પોતાના 5 કરોડ રૂપિયાના ચક્કરમાં તેમણે મારું 22 કરોડ રૂપિયાનું મોટું નુકસાન કરાવી દીધું."

200થી વધુ ફિલ્મો કરનાર એક્ટરની બરબાદી અને વાપસીની આશા
પોતાની કેરિયરની દુઃખદ ગાથા સંભળાવતા રાજપાલ યાદવે ઉમેર્યું કે, "શરૂઆતમાં આ લોકોએ મને કહ્યું હતું કે હું 100 કરોડ રૂપિયાનો માણસ છું, પરંતુ બાદમાં મને ધમકાવવામાં આવ્યો કે તેઓ મને કોર્ટ-કચેરીના ચક્કરમાં ઘસડશે. મેં બોલિવૂડમાં 200થી વધુ ફિલ્મો કરી છે અને આ વિવાદે મારી આખી જિંદગી અને કેરિયર બરબાદ કરી નાખ્યા છે. જોકે હવે મને ફરીથી ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું છે અને હું તેમના તમામ પૈસા ચૂકવી દઈશ."

સુપ્રીમ કોર્ટની ખંડપીઠની કડક વલણ વચ્ચે બે અઠવાડિયાની રાહત
આ અરજી પર સુનાવણી કરતા સીજીઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની પીઠે રાજપાલ યાદવને નાણાં જમા કરાવવા માટે બે અઠવાડિયાની રાહત આપી છે. કોર્ટે તેમને કહ્યું કે, "તમે કેટલીક સારી ફિલ્મો બનાવો અને લોકોને એન્ટરટેઇન કરો." અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવના વલણ સામે સખત નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે વારંવાર આદેશ આપવા છતાં રકમ જમા કરાવવામાં આવી નહોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો તેઓ પૈસા જમા નહીં કરાવે તો તેમની અપીલ ફગાવી દેવામાં આવશે.

શું છે સમગ્ર મુરલી પ્રોજેક્ટ્સ ચેક બાઉન્સ વિવાદ?
આ સમગ્ર વિવાદ દિલ્હી સ્થિત 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' કંપની સાથે જોડાયેલો છે. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ બનાવવા માટે 2010માં 5 કરોડની લોન લીધી હતી, જેના બદલામાં આપેલા ચેક બાઉન્સ થયા હતા. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવીને દરેક કેસમાં 3 મહિનાની જેલની સજા સંભળાવી હતી અને 2018માં તેમને તિહાર જેલમાં પણ જવું પડ્યું હતું. 'હંગામા', 'ભૂલ ભુલૈયા' અને 'ચુપ ચુપ કે' જેવી સુપરહિટ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કોમેડી કરનાર અભિનેતા માટે આ કાનૂની જંગ છેલ્લા એક દાયકાથી ગંભીર આર્થિક અને માનસિક કટોકટી સમાન રહ્યો છે.

Tags:
#ડ્રામા#ગુજરાતીસમાચાર#ફિલ્મન્યૂઝ#LatestUpdate#EntertainmentGujarati
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026