એન્ટરટેઇનમેન્ટ

'ટોય પ્લેન' કહેવું પડ્યું ભારે! નોરા ફતેહી સામે ગાંધીનગર કોર્ટમાં ₹3 કરોડનો માનહાનિનો દાવો

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'ટોય પ્લેન' કહેવું પડ્યું ભારે! નોરા ફતેહી સામે ગાંધીનગર કોર્ટમાં ₹3 કરોડનો  માનહાનિનો દાવો

Case Against Nora Fatehi in Gandhinagar Court: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી સામે ગાંધીનગરની એક પ્રાઇવેટ એવિયેશન કંપનીએ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કંપનીએ અભિનેત્રી દ્વારા પોતાના ચાર્ટર્ડ બિઝનેસ જેટને ‘રમકડાનું પ્લેન’ અને ‘લેગો પ્લેન’ તરીકે કથિત રીતે વર્ણવવામાં આવતા ગાંધીનગર સિવિલ કોર્ટમાં ₹3 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, 14 ડિસેમ્બર 2025ના રોજ નોરા ફતેહી અને તેની ટીમે ‘ડ્યુન્સ એવિએશન’ના Cessna Citation CJ2 ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી જયપુર સુધી મુસાફરી કરી હતી. આ વિમાનનો કોલ સાઇન VT-NDA હોવાનું જણાવવામાં આવ્યું છે. મુસાફરી દરમિયાન નોરાએ કેટલાક વીડિયો શૂટ કર્યા હતા અને પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી તરીકે શેર કર્યા હતા. ત્યારબાદ આ વીડિયોને લઈને વિવાદ ઊભો થયો હતો.

‘Amazon પરથી પ્લેન મંગાવો તો આવું મળે’ કહ્યું હોવાનો આરોપ
એવિયેશન કંપનીનો આરોપ છે, કે નોરા ફતેહીએ વિમાનની સુરક્ષા અને ગુણવત્તા અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. કંપનીના દાવા મુજબ, એક વીડિયોમાં નોરાએ વિમાનને ‘રમકડું’ ગણાવ્યું હતું અને Amazon પરથી પ્લેન ઓર્ડર કરવાની સરખામણી પણ કરી હતી. આ ઉપરાંત વિમાનને ‘Lego plane’ તરીકે પણ સંબોધવામાં આવ્યું હોવાનો કંપનીનો દાવો છે.

કંપનીએ કહ્યું- વીડિયો બાદ બુકિંગમાં ઘટાડો થયો
ડ્યુન્સ એવિએશનનો દાવો છે કે નોરાની ટિપ્પણીઓ એવિયેશન સેફ્ટી અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી હતી. કંપનીના જણાવ્યા મુજબ, સંબંધિત વિમાન ઉદ્યોગના નિર્ધારિત ધોરણો મુજબનું બિઝનેસ જેટ છે અને મુંબઈથી જયપુર સુધીની મુસાફરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. કંપનીએ વધુમાં દાવો કર્યો છે કે નોરાના ઇન્સ્ટાગ્રામ પર 4.66 કરોડથી વધુ ફોલોઅર્સ હોવાથી વીડિયોનો વ્યાપક પ્રસાર થયો હતો. કંપનીના જણાવ્યા પ્રમાણે, વીડિયો વાયરલ થયા બાદ આગામી 45થી 50 દિવસમાં ફ્લાઇટ બુકિંગમાં 15થી 20 ટકાનો ઘટાડો થયો હતો અને અનેક બુકિંગ કેન્સલ થયા હતા. કંપનીએ આ કારણે પોતાના બિઝનેસ અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે.

લીગલ નોટિસ બાદ પણ જવાબ ન મળ્યો હોવાનો દાવો
કંપનીએ કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાં નોરા ફતેહીને કથિત રીતે લીગલ નોટિસ મોકલી હતી. કંપનીના જણાવ્યા મુજબ, આ નોટિસનો કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ કંપનીએ નુકસાન બદલ વળતર મેળવવા ઉપરાંત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા સંબંધિત વીડિયો હટાવવાનો આદેશ આપવા કોર્ટ સમક્ષ માંગ કરી હતી.

ગાંધીનગર સિવિલ કોર્ટે નોટિસ પાઠવી
આ મામલે ગાંધીનગર સિવિલ કોર્ટે નોરા ફતેહીને નોટિસ ઇશ્યૂ કરી છે. હાલ કેસ રિજોઇન્ડર (Rejoinder) તબક્કે હોવાનું જણાવવામાં આવ્યું છે. કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી છે. હાલ કોર્ટમાં થયેલા દાવા અને કંપની દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આગળની કાનૂની કાર્યવાહી થવાની બાકી છે.

Tags:
#HotTopic#LatestUpdate#વાયરલન્યૂઝ#IndiaNews#IndianCelebrity
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026