એન્ટરટેઇનમેન્ટ

"सौ में से अस्सी बेईमान... फिर भी मेरा देश महान!"...આ ડાયલોગ હવે કોણ બોલશે..અલવિદા નાના...

8 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
"सौ में से अस्सी बेईमान... फिर भी मेरा देश महान!"...આ ડાયલોગ હવે કોણ બોલશે..અલવિદા નાના...

Nana Patekar Death: હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે ગુરુવાર, 8 ઓક્ટોબર 2026ના રોજ નિધન થયું છે. અહેવાલો અનુસાર, ગોવામાં આવેલા તેમના નિવાસસ્થાને તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. સવારે 5:20 વાગ્યે તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મામલે મેડિકો-લીગલ કેસ (MLC) નોંધાયો છે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

'પરિન્દા'થી 'ક્રાંતિવીર' સુધી, જીત્યા 3 નેશનલ ફિલ્મ અવોર્ડ
નાના પાટેકરે પોતાની દમદાર એક્ટિંગથી ભારતીય સિનેમામાં આગવી ઓળખ બનાવી હતી. 1989માં આવેલી ફિલ્મ ‘પરિન્દા’માં તેમણે અન્ના નામના વિલનની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો. 1994ની ફિલ્મ ‘ક્રાંતિવીર’ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો. જ્યારે 1996માં આવેલી ‘અગ્નિસાક્ષી’ માટે તેમને ફરી બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. આમ, તેમણે પોતાની કારકિર્દીમાં ત્રણ નેશનલ ફિલ્મ અવોર્ડ જીત્યા હતા. ભારતીય સિનેમામાં યોગદાન બદલ વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

'વેલકમ'માં ઉદય શેટ્ટી બનીને કોમેડીમાં પણ છવાયા
નાના પાટેકર માત્ર ગંભીર અને નકારાત્મક પાત્રો માટે જ નહીં, પરંતુ કોમેડી માટે પણ જાણીતા હતા. વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘વેલકમ’માં તેમણે ગેંગસ્ટર ઉદય શેટ્ટીની ભૂમિકા ભજવી હતી. તેમના અંદાજ અને સંવાદોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. ત્યારબાદ તેઓ ‘વેલકમ બેક’માં પણ ઉદય શેટ્ટીના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ભૂમિકાએ તેમની અભિનયક્ષમતાનું એક અલગ પાસું દર્શાવ્યું હતું.

'પ્રહાર' માટે લીધી સખત સૈન્ય તાલીમ
નાના પાટેકરનું સેનાના જીવન સાથેનું જોડાણ ફિલ્મો પૂરતું મર્યાદિત નહોતું. ફિલ્મ ‘પ્રહાર: ધ ફાઇનલ એટેક’ની તૈયારી માટે તેમણે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે સખત સૈન્ય તાલીમ લીધી હતી. આ દરમિયાન તેમણે જવાનો સાથે સમય વિતાવીને તેમના જીવન અને શિસ્તને નજીકથી સમજ્યાં હતાં. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેઓ સૈનિકો સાથે રહ્યા હોવાના અહેવાલો છે. તેમણે અલગ-અલગ પોસ્ટ પર જઈને જવાનોનું મનોબળ વધાર્યું હતું. નાના પાટેકરે અનેક પ્રસંગોએ દેશ અને સેનાના જવાનો પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. તેમના મતે, દેશ માટે દરેક વ્યક્તિએ પોતાની રીતે યોગદાન આપવું જોઈએ.

થિયેટરમાં કારકિર્દી બનાવવા ₹1,200ની નોકરી છોડી
ફિલ્મોમાં સફળતા મેળવતાં પહેલાં નાના પાટેકરે થિયેટરમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. તેમને સ્ટેટ લેવલ પર નાટકો માટે પુરસ્કારો મળવા લાગ્યા ત્યારે તેમણે જાહેરાત એજન્સીની ₹1,200ની નોકરી છોડીને અભિનયને કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે ‘હમીદા બાઈ ચી કોઠી’ અને ‘રોઝ ટેટુ’ સહિત અનેક મરાઠી નાટકોમાં કામ કર્યું હતું. શરૂઆતમાં તેમને એક શોના માત્ર ₹50 મળતા હતા. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે નાટ્યજગત સાથેનું જોડાણ જાળવી રાખ્યું હતું. તેમના ‘પુરુષ’ નાટકના અંદાજે 1,807 શો થયા હતા. આ નાટકનો પહેલો શો 1981માં થયો હતો, જ્યારે છેલ્લો શો 1996માં યોજાયો હતો. શરૂઆતમાં મળતા મહેનતાણામાં સમય સાથે મોટો વધારો થયો હતો. નાના પાટેકર પેઇન્ટિંગમાં પણ કુશળ હતા. તેઓ પોલીસ માટે આરોપીઓના સ્કેચ બનાવવાનું કામ કરતા હતા. મુંબઈનાં કોમી તોફાનો દરમિયાન પણ તેમણે શકમંદોના સ્કેચ બનાવ્યા હોવાનો ઉલ્લેખ થાય છે.

સ્મિતા પાટીલના કારણે મળી 'આજ કી આવાઝ'માં ભૂમિકા
નાના પાટેકરની ફિલ્મી સફર સરળ નહોતી. તેમની શરૂઆતની ફિલ્મ ‘ગમન’ પછી તેમને અનેક ફિલ્મોમાં કામ કરવાની તક મળી, પરંતુ શરૂઆતના તબક્કામાં તેમને ખાસ સફળતા મળી નહોતી. અભિનેત્રી સ્મિતા પાટીલ તેમને ન્યૂઝ વાંચતાં હતાં ત્યારથી ઓળખતાં હતાં. સ્મિતાની ભલામણથી નાના પાટેકરને રવિ ચોપરાની ફિલ્મ ‘આજ કી આવાઝ’ (1984)માં કામ કરવાની તક મળી હતી. જોકે, શરૂઆતમાં તેમને રેપિસ્ટની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. આ પાત્રથી નારાજ થઈ તેમણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં સ્મિતા પાટીલની વાતચીત પછી તેમને બીજી ભૂમિકા ઓફર કરવામાં આવી. નાના પાટેકરે પોતાના પાત્રને લઈને સર્જનાત્મક ભૂમિકા ભજવી હતી અને પોતાના રોલમાં ફેરફાર પણ કરાવ્યા હતા. ફિલ્મમાં રાજ બબ્બર સાથે કામ કરતાં તેમણે નાનકડી ભૂમિકામાં પણ પોતાની એક્ટિંગની છાપ છોડી હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. નાના પાટેકરની કારકિર્દી સંઘર્ષ, અલગ પ્રકારનાં પાત્રો અને દમદાર અભિનયથી ભરેલી રહી. ગંભીર ભૂમિકાઓથી લઈને કોમેડી સુધી, તેમણે ભારતીય સિનેમામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.

Tags:
#RIPNanaPatekar#BollywoodNews#NanaPatekarLegendદિગ્ગજ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026