Lust Stories 3 Release Date Announced: ઓટીટી પ્લેટફોર્મની અત્યંત લોકપ્રિય અને ચર્ચાસ્પદ ફ્રેન્ચાઇઝી 'લસ્ટ સ્ટોરીઝ' પોતાની નવી સીઝન સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય એમ્મી એવોર્ડ્સમાં પણ નોમિનેશન મેળવી ચૂકેલી આ એન્થોલોજી સીરિઝનો ત્રીજો ભાગ આગામી 18 સપ્ટેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં જ દર્શકોને તેનો રોમાંચક અને ગ્લેમરસ ટ્રેલર જોવા મળશે, જેને લઈને સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
દિગ્ગજ ડાયરેક્ટર્સની ચાર અનોખી શોર્ટ ફિલ્મો
બોલિવૂડના ચાર નામી નિર્દેશકો આ વખતે સંબંધો અને મનમાં ધરબાયેલી ઈચ્છાઓને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરશે. વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ, શકુન બાત્રા અને વિશાલ ભારદ્વાજ પોતાની અલગ-અલગ શોર્ટ ફિલ્મો સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. પ્રેમ અને આધુનિક સંબંધોના તાણાવાણાને વણી લેતી આ ચારેય વાર્તાઓ દર્શકો માટે એકદમ ખાસ બની રહેશે.
દમદાર કલાકારોનો મેળાવડો
સીઝન 3 ના સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ વખતે પણ ધમાકેદાર કલાકારોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાણીની શોર્ટ ફિલ્મમાં રાધિકા આપ્ટે, કોંકણા સેન શર્મા, વિજય વર્મા અને અભિષેક બેનર્જી જોવા મળશે. જ્યારે શકુન બાત્રાની વાર્તામાં અલી ફઝલ અને રાધિકા મદનની જોડી પોતાની એક્ટિંગનો જાદુ વિખેરશે. તે જ સમયે, કિરણ રાવની ફિલ્મમાં ગુરફતેહ પિરજાદા સાથે નવોદિત અભિનેત્રી સના થમ્પી સ્ક્રીન શેર કરતી નજરે પડશે.
રિયલ લાઈફ કપલ અદિતિ અને સિદ્ધાર્થની કેમિસ્ટ્રી
આ સીઝનનું સૌથી મોટું આકર્ષણ રિયલ લાઈફ જોડી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ રહેશે. બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે પોતાની શોર્ટ ફિલ્મ માટે આ વાસ્તવિક જોડીની પસંદગી કરી છે. રીલ લાઇફમાં રીઅલ લાઈફ પતિ-પત્નીની કેમિસ્ટ્રી જોવી એ દર્શકો માટે ચોક્કસથી એક અનોખો અનુભવ બની રહેશે.
નવી સીઝન પાસે ફેન્સની મોટી અપેક્ષાઓ
'લસ્ટ સ્ટોરીઝ' ની પહેલી બે સીઝન સોશિયલ મીડિયા અને દર્શકો વચ્ચે ભારે હિટ રહી હતી. ફેબ્રુઆરી 2026 માં જ્યારે ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી જ ચાહકો તેના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે 18 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલો આ નવો ભાગ બોલ્ડનેસ અને ભાવનાત્મક ડ્રામાના નવા રેકોર્ડ સર્જવા પૂરી રીતે તૈયાર છે








