એન્ટરટેઇનમેન્ટ

કિયારા-સિદ્ધાર્થ ફરી બનશે માતા-પિતા! દીકરી સાથે શેર કર્યો ખાસ ફોટો, કહ્યું- 'જીવનની મોટી ભેટ મળવાની છે'

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
કિયારા-સિદ્ધાર્થ ફરી બનશે માતા-પિતા! દીકરી સાથે શેર કર્યો ખાસ ફોટો, કહ્યું- 'જીવનની મોટી ભેટ મળવાની છે'

Kiara Advani Pregnancy: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એકવાર માતા-પિતા બનવાના છે. બંનેએ બુધવારે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને આ ખુશખબર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. કપલે પોસ્ટમાં લખ્યું, “ફરી એકવાર અમને જીવનની સૌથી મોટી ભેટ મળવાની છે. અમારાં હૃદય પ્રેમ અને આભારથી ભરાઈ ગયાં છે.”

7 ફેબ્રુઆરી 2023એ થયા હતા લગ્ન
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના જેસલમેર સ્થિત સૂર્યગઢ પેલેસમાં થયા હતા. લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. બંનેની લવસ્ટોરી ફિલ્મ ‘શેરશાહ’ દરમિયાન ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં સાથે કામ કરતી વખતે બંનેની નિકટતા વધી હતી અને ત્યારબાદ બંને રિલેશનશિપમાં આવ્યા હતા.

જુલાઈ 2025માં બન્યા હતા પહેલીવાર માતા-પિતા
લગ્નના લગભગ બે વર્ષ બાદ કિયારા અને સિદ્ધાર્થ પહેલીવાર માતા-પિતા બન્યા હતા. જુલાઈ 2025માં કિયારાએ પુત્રીને જન્મ આપ્યો હતો. બંનેએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતાં જણાવ્યું હતું કે તેમના ઘરે એક વહાલી દીકરીનું આગમન થયું છે. નવેમ્બર 2025માં કપલે પોતાની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. બંનેએ પોતાની લાડલીનું નામ સરાયાહ મલ્હોત્રા રાખ્યું છે. નામની જાહેરાત કરતી વખતે તેમણે દીકરીને પોતાની ‘રાજકુમારી’ ગણાવી હતી.

દીકરીના નામ સાથે પણ ખાસ જોડાણ
કિયારા અને સિદ્ધાર્થે પોતાની દીકરીનું નામ પોતાના નામ સાથે જોડીને રાખ્યું હોવાનું પણ જણાવાયું હતું. સરાયાહ નામમાં સિદ્ધાર્થના નામમાંથી ‘સ’ અને કિયારાના નામમાંથી ‘રા યા’ લેવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.

પિતા બનવા અંગે સિદ્ધાર્થે કહી હતી ખાસ વાત
તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ પિતા બનવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. ‘બિગ બૉસ 20’માં પહોંચેલા સિદ્ધાર્થને સલમાન ખાને તેમના વૈવાહિક જીવન અને પિતા બનવા અંગે સવાલ કર્યો હતો. સિદ્ધાર્થે કહ્યું હતું કે પિતા બનવું તેમના જીવનની સૌથી ખાસ ભૂમિકા છે. તેમણે પોતાની પુત્રીને ખૂબ જ વહાલી ગણાવી હતી અને કહ્યું હતું કે તે સતત નવી વસ્તુઓ શીખી રહી છે. આ દરમિયાન સલમાન ખાને મજાકમાં સિદ્ધાર્થને ટૂંક સમયમાં વધુ એક બાળક થવાની વાત પણ કહી હતી.

માતા બન્યા બાદ કિયારાએ પણ કર્યો હતો બદલાવનો ઉલ્લેખ
કિયારાએ રાજ શમાનીના પોડકાસ્ટમાં માતા બન્યા બાદ પોતાના જીવનમાં આવેલા બદલાવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે માતા બનતા પહેલાં અને ત્યારબાદ તેમને પોતાનામાં ઘણો બદલાવ અનુભવાયો છે અને હવે તેઓ પોતાને એક અલગ વ્યક્તિ માને છે. દીકરીના જન્મના થોડા મહિના બાદ કિયારાએ જાહેરમાં પહેલીવાર હાજરી આપી હતી. તેમની પોસ્ટ-પ્રેગ્નન્સી ફિટનેસ અને લુકે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

‘ડોન 3’માં રણવીર સિંહ સાથે જોવા મળશે કિયારા
વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી તાજેતરમાં ‘વોર 2’ અને ‘ગેમ ચેન્જર’માં જોવા મળી હતી. ‘વોર 2’માં તેણે હૃતિક રોશન અને જુનિયર NTR સાથે કામ કર્યું હતું, જ્યારે ‘ગેમ ચેન્જર’માં તે રામ ચરણ સાથે જોવા મળી હતી. આગામી સમયમાં કિયારા રણવીર સિંહ સાથે ‘ડોન 3’માં જોવા મળશે. આ ઉપરાંત તે યશ સાથે કન્નડ ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોનઅપ્સ’માં પણ જોવા મળશે.

Tags:
Exclusive Bollywoodરહસ્યમય ફોટોSidharth Projectsસિદ્ધાર્થ પ્રોજેક્ટ્સKiara Movies
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026