Kartik Aaryan Movie: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી અનન્યા પાંડે ફિલ્મ "તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી" માં સાથે જોવા મળશે. અહેવાલ આવ્યા છે કે કાર્તિકની આ ફિલ્મ તેની નિર્ધારિત રિલીઝ તારીખ કરતાં એક અઠવાડિયા વહેલા રિલીઝ થશે. આ નિર્ણય આલિયા ભટ્ટ અને શરવરી વાઘની ફિલ્મ "આલ્ફા" પોસ્ટપોન રાખવાને કારણે લેવામાં આવ્યો છે. "આલ્ફા' આ વર્ષની 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. હવે ફિલ્મને 17 એપ્રિલે 2026માં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની રિલીઝ લગભગ ચાર મહિના આગળ ધકેલી દેવામાં આવી છે. "આલ્ફા' ફિલ્મ પોસ્ટપોન થયા પછી, 0 સમાચાર આવ્યા છે કે કાર્તિકની "તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી' હવે 25 ડિસેમ્બરે રિલીઝ થશે.
ક્યારે રિલીઝ થવાની હતી કાર્તિકની ફિલ્મ ?
કાર્તિક અને અનન્યાની ફિલ્મ 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે હવે તે ક્રિસમસ પર રિલીઝ થશે. જ્યારે પણ કોઈ ફિલ્મ દિવાળી, ઈદ, ક્રિસમસ અથવા અન્ય કોઈ ખાસ પ્રસંગે રિલીઝ થાય છે, ત્યારે તેને રજાનો ફાયદો થાય છે અને સામાન્ય રીતે સામાન્ય દિવસો કરતાં વધુ સારી કમાણી થાય છે. હવે જ્યારે આલિયાની ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે, ત્યારે કાર્તિકની ફિલ્મને ક્રિસમસની તારીખ મળી ગઈ છે, જે તેની ફિલ્મ માટે એક મોટો ફાયદો છે.
કરણ જોહર સાથે મળીને ફિલ્મ બનાવી
કરણ જોહર, અદાર પૂનાવાલા અને અપૂર્વ મહેતાએ મળીને "તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી" પ્રોડ્યુસ કરી છે. આ સમીર વિદ્વાન્સે દિગ્દર્શિત કરી છે, જેણે કાર્તિક આર્યન સાથે "સત્ય પ્રેમ કી કથા' ફિલ્મ દિગ્દર્શિત કરી હતી. કાર્તિક આર્યન છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ "ભૂલ ભુલૈયા 3" માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી, તેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ₹423 કરોડની કમાણી કરી હતી. હવે તે "તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી" માં કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.








