એન્ટરટેઇનમેન્ટ

પ્રશ્ન સાંભળતા જ રિપોર્ટર પર ભડક્યા જયા બચ્ચન, કંગના રનૌતે માર્યો તીખો ટોણો - 'આખરે કહેવા શું માંગો છો?'

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
પ્રશ્ન સાંભળતા જ રિપોર્ટર પર ભડક્યા જયા બચ્ચન, કંગના રનૌતે માર્યો તીખો ટોણો - 'આખરે કહેવા શું માંગો છો?'

INDIA Bloc Protest ECI Kangana Ranaut Instagram: દિલ્હીમાં મંગળવારે ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકના 140થી વધુ સાંસદોએ મોટો વિરોધ માર્ચ કાઢ્યો હતો. આ માર્ચમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ અભિનેત્રી જયા બચ્ચન પણ સક્રિય રીતે જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન એક ન્યૂઝ ચેનલના મહિલા પત્રકારે જ્યારે જયા બચ્ચનને માર્ચ અંગે સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને પત્રકારના માઈકને પાછળ તરફ ધકેલી દીધું હતું. જયા બચ્ચનના ચહેરા પર સ્પષ્ટપણે ભારે અણગમો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકીય અને બોલિવૂડ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

કંગના રનૌતનો ઈન્સ્ટાગ્રામ પર તીખો કટાક્ષ
જયા બચ્ચનનો આ વીડિયો વાયરલ થતાં જ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમના પર આકરો ટોણો માર્યો હતો. કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જયા બચ્ચનનો વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, "જ્યારે તમે આખી દુનિયા સામે પોતાની વાત મૂકવા માટે રસ્તા પર ધરણાં પર બેસો છો, પરંતુ જ્યારે પત્રકારો પૂછે છે કે આખરે તમે શું કહેવા માંગો છો, ત્યારે જયા બચ્ચનજીનો જવાબ હોય છે- 'નથી કહેવું'. આ કેવા પ્રકારનો વિરોધ છે?"

જયા બચ્ચન અને કંગના રનૌત વચ્ચે જૂના વિવાદો
કંગના રનૌતે જયા બચ્ચન પર નિશાન સાધ્યું હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ બંને વચ્ચે અવારનવાર વાકયુદ્ધ થઈ ચૂક્યું છે. જયા બચ્ચન અગાઉ પણ પેપરાઝી અને પત્રકારો પર ગુસ્સે થવાને કારણે મીડિયામાં ચર્ચામાં રહ્યા છે. ગયા વર્ષે નવી દિલ્હીના કન્સ્ટિટ્યુશન ક્લબ બહાર જયા બચ્ચને એક વ્યક્તિને સેલ્ફી લેતા અટકાવીને ધક્કો માર્યો હતો, ત્યારે પણ કંગનાએ તેમને 'અહંકારી અને પ્રિવિલેજ્ડ મહિલા' ગણાવીને તે વર્તનને શરમજનક ગણાવ્યું હતું.

'જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે'
આ સિવાય વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના દર્દનાક અવસાન બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અને ડ્રગ્સ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. તે સમયે કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સરખામણી 'ગટર' સાથે કરી હતી. આ નિવેદન પર રાજ્યસભામાં જયા બચ્ચને કંગનાનું નામ લીધા વગર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, "કેટલાક લોકો જે થાળીમાં ખાય છે, તેમાં જ છેદ કરે છે." જેના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા પર પૂછ્યું હતું કે જો તેમની પુત્રી શ્વેતા કે પુત્ર અભિષેક સાથે આવું થયું હોત તો પણ શું તેઓ આ જ વાત કહેત?

દિલ્હીમાં વિપક્ષનો વિરોધ માર્ચ, અટકાયત અને રાત્રે મુક્તિ
બીજી તરફ SIRનો વિરોધ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઈન્ડિયા બ્લોકે મંગળવારે સંસદથી નિર્વાચન સદન સુધી 'સેવ ડેમોક્રેસી માર્ચ' કાઢી હતી. પોલીસે રસ્તામાં બેરિકેડિંગ કરીને પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા અને અનેક નેતાઓની અટકાયત કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવન પરિસરમાં પહોંચીને આશરે 8 કલાકથી વધુ સમય સુધી ધરણાં પર બેઠા હતા. રાત્રે 8 વાગ્યે પોલીસે તેમની અટકાયત કરીને કિંગ્સવે કેમ્પ પોલીસ લાઇન પહોંચાડ્યા હતા અને રાત્રે 10.10 વાગ્યે તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

राहुल गांधी और प्रियंका को रात 8 बजे पुलिस के जवानों ने आकाशवाणी भवन से हिरासत में लिया। मशक्कत के बाद उन्हें बस में बैठाया गया।

રાહુલ ગાંધીની સો. મીડિયા પોસ્ટ અને ચૂંટણી પંચની સ્પષ્ટતા
મુક્ત થયા બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, "લોકશાહીના ગદ્દારોને બચાવવા માટે બચેલી-કુચેલી લોકશાહીને રસ્તા પર ઢસડવામાં આવી છે. આ દરેક બાબતનો હિસાબ થશે અને એક પણ દેશદ્રોહીને બક્ષવામાં નહીં આવે." બીજી તરફ, સમગ્ર વિવાદ અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે, મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ રાજકીય પક્ષ કે વિપક્ષી ગઠબંધન તરફથી મળવા માટે કોઈ સમય માગવામાં આવ્યો ન હતો. હવે વિપક્ષી ગઠબંધને આ મુદ્દાને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મુલાકાતનો સમય માગ્યો છે.

Tags:
#SocialMediaBuzz#TrendingBollywood#EntertainmentGujarat#CelebrityFeud#IndiaBloc
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026