એન્ટરટેઇનમેન્ટ

માત્ર 2 કરોડમાં બનેલી હનુમાન અંશની 50 કરોડથી વધુ કમાણી, સિક્વલની જાહેરાત

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
માત્ર 2 કરોડમાં બનેલી હનુમાન અંશની 50 કરોડથી વધુ કમાણી, સિક્વલની જાહેરાત

Hanuman Ansh success: બોલિવૂડ પ્રોડ્યુસર વિશાલ ચતુર્વેદીની ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલ બોક્સ ઓફિસ પર ચર્ચામાં છે. માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 7 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે. આ શાનદાર કમાણી સાથે ફિલ્મ આ વર્ષની સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

‘હનુમાન અંશ 2’ અંગે માહિતી આપી હતી
ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની જેમ ‘હનુમાન અંશ’ને પણ માઉથ ટૂ માઉથ પબ્લિસિટીનો ફાયદો મળી રહ્યો છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતાં થિયેટરોમાં તેની માંગ વધી રહી છે. આ સફળતા વચ્ચે ફિલ્મના મેકર્સે તેના બીજા ભાગની જાહેરાત કરી છે અને સિક્વલનું કામ પણ શરૂ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશાલ ચતુર્વેદીએ આગ્રાના એક મલ્ટીપ્લેક્સમાં દર્શકો સાથે વાતચીત દરમિયાન ‘હનુમાન અંશ 2’ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બીજા ભાગમાં બાબા નીમ કરોલીના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ દર્શાવવામાં આવશે. ફિલ્મની કહાની બાબાના જન્મસ્થળ ફિરોઝાબાદથી શરૂ થઈને આગ્રા, મથુરા સહિત તેમની આધ્યાત્મિક યાત્રા સાથે સંકળાયેલા વિવિધ સ્થળો સુધી પહોંચશે.

મેકર્સે ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવાની યોજના જાહેર કરી
ઉલ્લેખનીય છે કે, 20 ફેબ્રુઆરી 2026ના રોજ ‘હનુમાન અંશ’ની જાહેરાત કરતી વખતે મેકર્સે ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવાની યોજના જાહેર કરી હતી. બાબા નીમ કરોલીના જીવન પર આધારિત આ આધ્યાત્મિક ફિલ્મ વિશાલ ચતુર્વેદીના પુસ્તક ‘ડિવાઈન ડીટુર’ પરથી પ્રેરિત છે. ફિલ્મમાં બાબા નીમ કરોલીની ભૂમિકા શોભિનવ સત્યાએ ભજવી છે, જ્યારે ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી અને વિહાન શેડગે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandanફિલ્મ સમીક્ષાLatest Newsતાજા સમાચાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026