Haiwaan Box Office Collection: સુપરસ્ટાર અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘હૈવાન’ને બોક્સ ઓફિસ પર શરૂઆતથી જ અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. ‘ભૂત બંગલા’ની સફળતા બાદ અક્ષય કુમાર ફરી એકવાર ડિરેક્ટર પ્રિયદર્શન સાથે મોટા પડદા પર પરત ફર્યા છે. અક્ષય અને સૈફ લગભગ 18 વર્ષ બાદ સાથે જોવા મળતાં હોવાથી ફિલ્મ પાસેથી ઘણી આશા હતી, પરંતુ શરૂઆતના બોક્સ ઓફિસ આંકડા નિરાશાજનક રહ્યા છે.
ચોથા દિવસે જ કમાણીમાં મોટો ઘટાડો
‘હૈવાન’ને ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે આશરે રૂ.3 કરોડની કમાણી કરી હતી. ઓપનિંગ બાદ ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો જોવા મળ્યો અને તેને બોક્સ ઓફિસ પર મજબૂત કમબેક કરવાની તક મળી નથી.
સોમવારે માત્ર 70 લાખની કમાણી
સેકનિલ્કના અહેવાલ અનુસાર, ફિલ્મે રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે માત્ર રૂ.70 લાખનું કલેક્શન કર્યું છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાન જેવા મોટા સ્ટાર્સ ધરાવતી સાયકોલોજિકલ થ્રિલર માટે આ આંકડો મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ફિલ્મને બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’ તરફથી પણ સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
અક્ષય-સૈફની ફિલ્મ સામે સવાલો
'હૈવાન’ની શરૂઆત અને ત્યારબાદની કમાણીમાં આવેલા ઘટાડાને જોતા ફિલ્મના બોક્સ ઓફિસ પરફોર્મન્સ અંગે સવાલો ઉઠી રહ્યા છે. 18 વર્ષ બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી જોવા મળવા છતાં ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં અપેક્ષા મુજબ સફળ થઈ નથી. હવે આગામી દિવસોમાં ફિલ્મ કમાણીમાં કોઈ રિકવરી કરી શકે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.








