એન્ટરટેઇનમેન્ટ

ગોવિંદા 9 કલાક મોડા પહોંચ્યા, શું અમરીશ પુરીએ ખરેખર લાફો માર્યો હતો? વર્ષો પછી પુત્રએ ખોલ્યું રહસ્ય

29 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
ગોવિંદા 9 કલાક મોડા પહોંચ્યા, શું અમરીશ પુરીએ ખરેખર લાફો માર્યો હતો? વર્ષો પછી પુત્રએ ખોલ્યું રહસ્ય

Govinda Amrish Puri Slap Rumour: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમરીશ પુરી અને ગોવિંદાએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંનેની ઓનસ્ક્રીન જોડી પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જો, કે તેમની સાથે જોડાયેલી એક અફવા વર્ષોથી ચર્ચામાં રહી છે. કહેવાતું હતું કે એક ફિલ્મના સેટ પર ગોવિંદા 9 કલાક મોડા પહોંચતાં અમરીશ પુરી એટલા ગુસ્સે થયા હતા, કે તેમણે ગોવિંદાને થપ્પડ મારી દીધો હતો. હવે વર્ષો બાદ અમરીશ પુરીના પુત્ર રાજીવ પુરીએ આ સમગ્ર મામલે સત્ય શું છે તે જણાવ્યું છે.

શું ખરેખર અમરીશ પુરીએ ગોવિંદાને થપ્પડ માર્યો હતો?
વર્ષોથી બોલિવૂડમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે ગોવિંદા સેટ પર કલાકો મોડા પહોંચ્યા હતા. તેમની રાહ જોઈને ગુસ્સે ભરાયેલા અમરીશ પુરીએ કથિત રીતે તેમને થપ્પડ માર્યો હતો. જો, કે અમરીશ પુરીના પુત્ર રાજીવે આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. વિકી લાલવાનીના પોડકાસ્ટમાં જ્યારે તેમને આ અફવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ વાતમાં તેમને કોઈ સત્ય દેખાતું નથી.

‘મારા પિતા આવું ક્યારેય ન કરે’
રાજીવે જણાવ્યું કે તેમના પિતા સામાન્ય રીતે ખૂબ જ શાંત સ્વભાવના હતા અને નાની વાતે ગુસ્સે થતા નહોતા. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ વારંવાર તેમને પરેશાન કરે તો જ તેઓ ગુસ્સો વ્યક્ત કરતા, પરંતુ કોઈને થપ્પડ મારવી તેમના સ્વભાવમાં નહોતી. રાજીવે કહ્યું કે તેમણે પણ આ અફવા વિશે વાંચ્યું અને સાંભળ્યું છે, પરંતુ તેઓ તેને મહત્વ આપતા નથી, કારણ કે તેઓ પોતાના પિતાને સારી રીતે ઓળખતા હતા અને તેમને વિશ્વાસ હતો કે અમરીશ પુરી આવું ક્યારેય નહીં કરે.

ગોવિંદાની લેટ આવવાની આદતથી સંબંધ પર અસર થઈ?
થપ્પડની ઘટનાને નકારી કાઢ્યા બાદ રાજીવે ગોવિંદાની સેટ પર મોડા પહોંચવાની આદત અંગે પણ વાત કરી હતી. તેમના મતે, કદાચ ગોવિંદાને એ સમજાયું હશે કે સમયનું પાલન કરનારા અમરીશ પુરી સાથે આવી રીતે કામ કરવું મુશ્કેલ હતું. રાજીવે કહ્યું કે કદાચ આ જ કારણસર બંનેએ આગળ સાથે કામ ન કર્યું હોય. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના પિતાના મનમાં ગોવિંદા માટે કોઈ નારાજગી કે કડવાશ નહોતી.

‘દો કૈદી’ હતી બંનેની છેલ્લી ફિલ્મ
અમરીશ પુરી અને ગોવિંદાએ સાથે મળીને અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. બંને 1989માં આવેલી ફિલ્મ ‘દો કૈદી’માં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને બંને કલાકારોની સાથે આવેલી છેલ્લી ફિલ્મોમાંની એક તરીકે યાદ કરવામાં આવે છે. જોકે, તેમની સાથે જોડાયેલી થપ્પડની કહાની વર્ષો સુધી અફવા તરીકે ચર્ચાતી રહી હતી. હવે રાજીવ પુરીના નિવેદન બાદ આ દાવા પર ફરી ચર્ચા શરૂ થઈ છે.

Tags:
JaadugarEntertainmentNewsRajeevPuriTruthRevealedSlapRumor
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026