After 9 years divorce: ટેલિવિઝનની દુનિયાનું સૌથી લોકપ્રિય અને મસ્તીખોર કપલ ગણાતું ભારતીસિંઘ અને હર્ષ લીંબચીયાના છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પર અચાનક એવી અફવાઓ ફેલાઈ રહી હતી, કે લગ્નના લગભગ 9 વર્ષ પછી બંને વચ્ચે મતભેદો વધી ગયા છે. અને હવે તેઓ અલગ થવાનો નિર્ણય લઈ શકે છે. આ સમાચાર સામે આવતા જ ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી, કારણ કે ભારતી અને હર્ષને ઇન્ડસ્ટ્રીના સૌથી ખુશમિજાજ અને મજબૂત કપલ તરીકે જોવામાં આવે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો, કે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નાના-મોટા મુદ્દાઓને લઈને મતભેદો વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તો અહીં સુધી લખી દીધું, કે ભારતી હવે હર્ષ સાથે રહેવા ઇચ્છતી નથી અને બંનેના સંબંધોમાં ગંભીર તિરાડ પડી ગઈ છે. આ વાતે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
શું બન્યું કારણ?
આ દરમિયાન ભારતી સિંહનો એક વ્લોગ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં તેણીએ મજાકીય અંદાજમાં કહ્યું હતું કે, “હું હવે હર્ષ સાથે રહી શકતી નથી. અમારી વચ્ચે ઘણી બાબતે મતભેદો વધી ગઈ છે.” આ ક્લિપ વાયરલ થતા જ અનેક લોકોએ માનવાનું શરૂ કરી દીધું કે ખરેખર બંનેના લગ્નજીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે. પરંતુ બાદમાં સમગ્ર મામલો કંઈક અલગ જ નીકળ્યો. ભારતી સિંહે ખુદ આ તમામ અફવાઓને ખોટી ગણાવી હતી. તેણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો માત્ર વ્યૂઝ અને ચર્ચા મેળવવા માટે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે.
ભારતીએ આપ્યો આ મામલે જવાબ
ભારતીના જણાવ્યા અનુસાર, તેણી અને હર્ષ વચ્ચેનો સંબંધ આજે પણ એટલો જ મજબૂત છે, જેટલો પહેલા હતો. ભારતીએ કહ્યું, “અમે ક્યારેય અલગ થઈ શકતા નથી. લોકો અમારા સંબંધોને લઈને જે વાતો કરી રહ્યા છે, તે સંપૂર્ણપણે ખોટી છે. અમે હંમેશા સાથે હતા, સાથે છીએ અને હંમેશા સાથે જ રહીશું. તેણીએ વધુમાં જણાવ્યું કે ઘણા લોકો તેમના વ્લોગના નાના ભાગોને કાપીને ગેરસમજ ઉભી કરે છે. અને ત્યારબાદ ખોટી સ્ટોરી બનાવી દે છે. ભારતી અને હર્ષની લવ સ્ટોરી હંમેશા ચાહકો માટે પ્રેરણાદાયક રહી છે. બંનેએ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2017માં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2022માં તેમના પ્રથમ પુત્ર લક્ષ્યનો જન્મ થયો હતો. હાલમાં બંને પોતાના પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વધી ફેક ન્યૂઝ
સોશિયલ મીડિયા પર ઘણીવાર મજેદાર વીડિયો તથા પરિવાર સાથેની ક્ષણો શેર કરતા રહે છે. આ સમગ્ર ઘટનાએ એકવાર ફરી બતાવી દીધું કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક વાત સાચી હોતી નથી. ભારતી અને હર્ષ આજે પણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી મજબૂત અને પ્રેમાળ કપલ્સમાં ગણાય છે અને તેમના ચાહકો માટે આ સ્પષ્ટતા કોઈ રાહતથી ઓછી નહોતી.








