એન્ટરટેઇનમેન્ટ

"મારા શરીરના ટુકડા ગીધને ખવડાવી દેજો, પણ...", ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ગુનમાસ્ટર G-9'નું ધમાકેદાર ટીઝર આઉટ

25 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
"મારા શરીરના ટુકડા ગીધને ખવડાવી દેજો, પણ...", ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ગુનમાસ્ટર G-9'નું ધમાકેદાર ટીઝર આઉટ

Emraan Hashmi Gunmaster G9 Teaser: બોલિવૂડના માસ મહારાજા તરીકે ઓળખાતા અભિનેતા ઈમરાન હાશ્મી હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ 'આવારાપન 2' (Awarapan 2)ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ દરમિયાન તેમણે ચાહકોને વધુ એક મોટી સરપ્રાઈઝ આપી છે. તેમની આગામી ફિલ્મ 'ગુનમાસ્ટર G-9' (Gunmaster G-9)નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ રોમેન્ટિક સ્ટોરીમાં એક્શન, રિવોલ્વર અને ઈમોશન્સનો જબરદસ્ત ડોઝ જોવા મળશે. ફિલ્મમાં ઈમરાન સાથે જેનેલિયા ડિસુઝા અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે આદિત્ય દત્તના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મથી અભિષેક સિંહ ડેબ્યૂ કરી રહ્યા છે.

ઈમરાન હાશ્મીનો ઈન્ટેન્સ રોમેન્ટિક અને એક્શન અવતાર
ટીઝરમાં ઈમરાનનો તે જ જૂનો 'આવારાપન'વાળો લુક અને ઈન્ટેન્સ અંદાજ જોવા મળી રહ્યો છે. તેઓ એક એવા પ્રેમીની ભૂમિકા ભજવી રહ્યા છે, જે પોતાના પ્રેમ માટે કોઈપણ સીમા પાર કરવા તૈયાર છે. ટીઝરમાં તેમના પર વારંવાર જીવલેણ હુમલા થાય છે, પરંતુ તેઓ દરેક વખતે મોતને માત આપીને પાછા ફરે છે. ટીઝરનો સૌથી પાવરફુલ ડાયલોગ ઈમરાનની મહાદેવ પ્રત્યેની પ્રાર્થના છે, જેમાં તેઓ કહે છે: "મને ભલે દુનિયાની સૌથી ખરાબ મોત આપજો, મારા શરીરના ટુકડા કરીને ગીધ અને કાગડાઓને ખવડાવી દેજો પણ મહાદેવ, એટલી જ વિનંતી છે કે જ્યાં સુધી હું મારા પ્રેમની દહેલીજ સુધી ન પહોંચું, ત્યાં સુધી મારા શ્વાસ ના અટકાવતા."

હિમેશ રેશમિયા અને ઈમરાન હાશ્મીની આઇકોનિક જોડીનું કમબેક
'ગુનમાસ્ટર G9'નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ અને આશ્ચર્યજનક બાબત તેનું મ્યુઝિક છે. આ ફિલ્મમાં મ્યુઝિક કંપોઝર તરીકે હિમેશ રેશમિયા નું કમબેક થયું છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં હિમેશના નવો જ કંપોઝ થયેલ ગીત 'અફસાના' ની ઝલક સંભળાય છે, જેને સાંભળીને ફેન્સ નોસ્ટાલ્જિક બની ગયા છે. બોલિવૂડમાં જાણીતું છે કે ઈમરાન હાશ્મીની ફિલ્મોનું મ્યુઝિક હંમેશા ચાર્ટબસ્ટર રહે છે. વર્ષો પછી જ્યારે ઈમરાન અને હિમેશની જોડી ફરી સાથે આવી રહી છે ત્યારે ચાહકો આ ફિલ્મને મ્યુઝિકલ બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે.

સિનેમાઘરોમાં 'ટોક્સિક' સાથે જોડાયું ટીઝર
આ ફિલ્મનું ટીઝર થિયેટર્સમાં ફિલ્મ 'ટોક્સિક' (Toxic) ની સાથે એટેચ કરવામાં આવ્યું છે. દર્શકોનું કહેવું છે કે 'આવારાપન 2' તો માત્ર એક ઝલક હતી, અસલી પાવરપેક્ડ ફિલ્મ તો હવે આવી રહી છે.

રીલીઝ ડેટ: આ ફિલ્મ ચાલુ વર્ષે જ 27 નવેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

ઈમરાન હાશ્મી અને હિમેશ રેશમિયાની હિસ્ટ્રી
ઈમરાન હાશ્મી અને હિમેશ રેશમિયાની જોડીનો બોલિવૂડમાં 2000ના દાયકામાં ભારે દબદબો હતો.

સુપરહિત મ્યુઝિકલ જોડી: આ જોડીએ અગાઉ 'આશિક બનાયા આપને', 'અક્સર', 'દિલ દિયા હૈ', અને 'ઝલક દિખલા જા' જેવા સુપરહિટ આલ્બમ્સ આપ્યા છે.

મ્યુઝિકલ આઈકોન: ઈમરાન હાશ્મીની ફિલ્મોના ગીતો હિમેશના અવાજ અને મ્યુઝિક કંપોઝિશન વગર અધૂરા માનવામાં આવતા હતા. વર્ષો પછી આ મ્યુઝિકલ હિટ જોડીનું રિ-યુનિયન ચાહકો માટે ડબલ ધમાકા સમાન છે.

Tags:
Movie UpdateAwarapan SequelToxicG-9બોલીવુડ અપડેટ્સ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026