એન્ટરટેઇનમેન્ટ

વેમ્બલી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો જલવો! 92 હજાર દર્શકો સાથે રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
વેમ્બલી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો જલવો! 92 હજાર દર્શકો સાથે રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

Diljit Dosanjh Wembley Concert Record: પંજાબી સંગીતને આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવતા દિલજીત દોસાંઝે લંડનના ઐતિહાસિક વેમ્બલી સ્ટેડિયમમાં જબરદસ્ત ઇતિહાસ રચ્યો છે. 12 સપ્ટેમ્બરે યોજાયેલા તેમના સોલ્ડ-આઉટ કોન્સર્ટમાં અંદાજે 92,000 ચાહકોએ હાજરી આપી હતી. ‘પંજાબી આ ગયે ઓયે!’ના ટ્રેડમાર્ક નારા સાથે શરૂ થયેલા આ શોમાં દિલજીત મુખ્ય કલાકાર તરીકે વેમ્બલી સ્ટેડિયમમાં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે. આ ઉપરાંત, પ્રેક્ષકોની સંખ્યાની દૃષ્ટિએ તેમણે ટેલર સ્વિફ્ટ, એડ શીરન અને માઈકલ જેક્સન જેવા દિગ્ગજોના સિંગલ-શો રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.

સિંગલ-શો હાજરીમાં અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા
વેમ્બલી સ્ટેડિયમમાં એક જ કોન્સર્ટમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીના આંકડા પ્રમાણે દિલજીતે 92,000 ચાહકો સાથે મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. તેમણે નીચેના કલાકારોના વ્યક્તિગત કોન્સર્ટ રેકોર્ડને પાછળ છોડી દીધા છે:

  • ટેલર સ્વિફ્ટ: 89,000 પ્રેક્ષકો

  • રોડ સ્ટુઅર્ટ: 90,000 પ્રેક્ષકો

  • એડ શીરન: 84,000 પ્રેક્ષકો

  • ધ સ્ટોન રોઝિસ: 75,000 પ્રેક્ષકો

  • માઈકલ જેક્સન: 72,000 પ્રેક્ષકો

  • BTS: 70,000 પ્રેક્ષકો

દિલજીત હજુ પણ બીજા ક્રમે
જો, કે વેમ્બલી સ્ટેડિયમમાં સિંગલ-શો હાજરીનો સર્વોચ્ચ રેકોર્ડ હજુ પણ ગાયિકા એડેલના નામે છે. વર્ષ 2017માં યોજાયેલા એડેલના કોન્સર્ટમાં 98,000 લોકો હાજર રહ્યા હતા. આથી 92,000 ચાહકો સાથે દિલજીત દોસાંઝ વેમ્બલીના સિંગલ-શો હાજરી રેકોર્ડમાં બીજા ક્રમે પહોંચી ગયા છે.

પંજાબી સંગીતની વૈશ્વિક પહોંચનો પુરાવો
દિલજીતે કોન્સર્ટ દરમિયાન પરંપરાગત પંજાબી પોશાક પહેરીને પોતાની માતૃભાષામાં ચાહકો સાથે વાતચીત કરી હતી. હિપ-હોપ અને આધુનિક પોપ મ્યુઝિક સાથે પંજાબી લોકસંગીતનું તેમનું અનોખું મિશ્રણ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. વેમ્બલી સ્ટેડિયમમાં અગાઉ ક્વીન, મેડોના, એમિનેમ, હેરી સ્ટાઇલ્સ અને બેયોન્સ જેવા વૈશ્વિક કલાકારો પર્ફોર્મ કરી ચૂક્યા છે. હવે દિલજીત દોસાંજનું નામ પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થઈ ગયું છે. આ સફળતા માત્ર દિલજીત માટે નહીં, પરંતુ સમગ્ર પંજાબી સંગીત અને ભારતીય સંગીત ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે.

Tags:
#PunjabiPride#WembleyRecord#DiljitDosanjhSingerગાયક
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026