એન્ટરટેઇનમેન્ટ

દિલજીત દોસાંજના ઈન્દોર કોન્સર્ટ પર લટકતી તલવાર, પટિયાલા પેગ અને 5 તારા સહિત 4 ગીતો ગાવા પર પ્રતિબંધ

7 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દિલજીત દોસાંજના ઈન્દોર કોન્સર્ટ પર લટકતી તલવાર, પટિયાલા પેગ અને 5 તારા સહિત 4 ગીતો ગાવા પર પ્રતિબંધ

Diljit Dosanjh Indore concert Patiala Peg song ban: દિલ્હીમાં ધમાકેદાર શો કર્યા બાદ હવે પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોતાના લાઈવ કોન્સર્ટની તૈયારી કરી રહ્યા છે પરંતુ, ઈન્દોર કોન્સર્ટ પહેલા જ વિવાદોએ માથું ઊંચક્યું છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા એક આદેશ મુજબ દિલજીત દોસાંજ પોતાના આ કોન્સર્ટમાં પોતાના જ સુપરહિટ 4 ગીતો ગાઈ શકશે નહીં. ચંદીગઢના એક પ્રોફેસરે કરેલી ગંભીર ફરિયાદ બાદ જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ આ મોટો નિર્ણય લીધો છે.

આ 4 સુપરહિટ ગીતો પર મૂકવામાં આવી રોક
ફરિયાદના આધારે જે 4 ગીતો પર રોક લગાવવામાં આવી છે તેમાં દિલજીતના સૌથી લોકપ્રિય ગીતો 'પટિયાલા પેગ','5 તારા ઠેકે', 'જેબ વિચોં ફીમ લબ્બી આ' અને 'જટ્ટ ઉત્થે ફાયર કરદા જિત્થે પાબંદી હથિયાર દી'નો સમાવેશ થાય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ઈન્દોર તરફથી 6 નવેમ્બરે મોલ મેનેજમેન્ટને એક સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ ગીતોના શબ્દો નાના બાળકો પર અત્યંત ખરાબ પ્રભાવ પાડી શકે છે, જેથી કોન્સર્ટમાં આ ગીતો ન ગવાય એવી કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

चंडीगढ़ के प्रोफेसर डॉ. पंडितराव धारेनावर।

કોન્સર્ટમાં 5 વર્ષથી મોટી ઉંમરના બાળકોની એન્ટ્રી છે મુખ્ય કારણ
હાલમાં દિલજીતનો 'ઓરા ઈન્ડિયા' શો ચાલી રહ્યો છે અને આ ભારતમાં તેનો બીજો મોટો શો છે. આદેશ મુજબ C-21 મોલમાં 15 નવેમ્બરે યોજાનાર આ કાર્યક્રમમાં 5 વર્ષથી મોટા બાળકોને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બાળકોની હાજરી હોવાથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના 22 જુલાઈ, 2019ના હુકમનો સંદર્ભ આપીને આ ગીતો ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પત્રની નકલ ઈન્દોર કલેક્ટર અને વિજય નગર પોલીસ મથકને પણ મોકલવામાં આવી છે.

ચંદીગઢના પ્રોફેસર પંડિતરાવની 3 મુખ્ય માંગણીઓ
આ આખા વિવાદ પાછળ ચંદીગઢના પ્રોફેસર ડૉ. પંડિતરાવ ધારેનાવરની ફરિયાદ જવાબદાર છે. તેમણે પોતાની ફરિયાદમાં ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી હતી. પહેલી માંગણી મુજબ આ 4 ગીતો પર રોક લગાવવી, કારણ કે તે દારૂ, ડ્રગ્સ અને હથિયારોને પ્રોત્સાહન આપે છે (કેન્દ્ર સરકારના 'નશામુક્ત ભારત અભિયાન'નું ઉલ્લંઘન). ગીતોના શબ્દો બદલીને ગાવાની પરવાનગી પણ ન આપવી જોઈએ.

जिला बाल संरक्षण अधिकारी की ओर से C-21 मॉल प्रबंधन को जारी किया गया लेटर।

બાળકોને સ્ટેજ પર ન બોલાવવા
પ્રોફેસરની બીજી માંગણી એ હતી કે, કોન્સર્ટ દરમિયાન દિલજીતે કોઈ પણ બાળકને સ્ટેજ પર બોલાવવું જોઈએ નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુજબ લાઈવ કોન્સર્ટમાં અવાજનું સ્તર 120 ડેસિબલથી વધુ હોઈ શકે છે, જે બાળકોની સાંભળવાની ક્ષમતાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં સ્ટેજ પર 5થી 30 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળી ફ્લેશિંગ લાઈટો બાળકોમાં ખેંચ આવવાનું કારણ બની શકે છે.

કારતૂસવાળા બેલ્ટ પહેરવા પર પણ સખત વાંધો
પ્રોફેસરે પોતાની ત્રીજી માંગણીમાં જણાવ્યું છે કે,દિલજીતને સ્ટેજ પર છાતી પર ક્રોસ આકારમાં ચાંદીના રંગના બે કારતૂસ બેલ્ટ અથવા નકલી ધાતુના કારતૂસ પહેરવા પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમનો તર્ક હતો કે આ પ્રકારનું પ્રદર્શન સીધી રીતે 'ગન કલ્ચર' (બંદૂક સંસ્કૃતિ) અને હિંસાને પ્રોત્સાહન આપે છે. યુવાનો અને બાળકો આનાથી હિંસક વર્તન તરફ પ્રેરાઈ શકે છે. નોંધનીય છે કે, પંજાબ સરકાર પણ છેલ્લા કેટલાક સમયથી ગન કલ્ચરને પ્રોત્સાહન આપતા ગીતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. અગાઉ સ્વર્ગસ્થ સિદ્ધુ મૂઝવાલા પર પણ હથિયારોને પ્રોત્સાહન આપવા બદલ કેસ નોંધવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે, દિલજીત આ હુકમોનું કઈ રીતે પાલન કરે છે.

Tags:
#ConcertControversy#LatestUpdates#ViralNews#EntertainmentNews#5Taara
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026