Dhoorandhar movie review: રણવીર સિંહની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ 'ધુરંધર' હવે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ મજબૂત, જ્યારે સેકન્ડ હાફ તો વધુ તગડો છે. રણવીર સિંહ ફરી એક વાર પાવરફુલ પરફોર્મન્સ લઈને આવ્યા છે. ચાલો જાણીએ ફિલ્મનો રિવ્યુ?
ધુરંધર રિવ્યુ
ટ્રેલર પરથી જ લાગતું હતું કે 'ઉરી: ધ સાર્જિકલ સ્ટ્રાઈક'ના ડિરેક્ટર આદિત્ય ધર આ વખતે કંઈક ખાસ લઈને આવ્યા છે. અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્તના રોલ્સ ટ્રેલરમાં જ આગ લગાવી રહ્યા હતા. હીરો રણવીરને તેઓનો સામનો કરવો પડશે, એ સ્પષ્ટ હતું, પરંતુ રણવીરના પાત્ર વિશે વધારે કંઈ ખુલ્યું ન હતું. રિલીઝ પહેલાં ફિલ્મને લઈને ખૂબ પોઝિટિવ અને નેગેટિવ વિવાદ થયા, પરંતુ એક વાત પાક્કી હતી કે જનતા 'ધુરંધર' માટે ખૂબ ઉત્સુક હતી.
ફર્સ્ટ હાફ: મજબૂત કહાનીનું મજબૂત બિલ્ડ-અપ
ભારત સામે ચાલતા પાકિસ્તાનના આતંકી કાવતરાં…પ્લેન હાઇજેક, પાર્લામેન્ટ પર હુમલા બાદ IB ચીફ અજય સાન્યાલ પાકિસ્તાની આતંકવાદની જડ ઉખાડવા એક પ્લાન બનાવે છે. પ્લાનનું નામ છે, ધુરંધર. જેનો ધ્યેય, પાકિસ્તાનના આતંકી ઇરાદાઓને અંદરથી જ કમજોર કરવાનો હતો. આ પ્લાનનું સૌથી મોટું હથિયાર છે, હમઝા અલી મજારી (રણવીર સિંહ). ફર્સ્ટ હાફમાં હમઝા પાકિસ્તાનમાં એન્ટ્રી લે છે. કરાચીના લ્યારિ ટાઉનની ગેંગબાજી દેખાડવામાં આવે છે. અક્ષય ખન્નાનો રહમાન ડાકુ, હમઝા તેની ગેંગમાં જગ્યા બનાવે છે. પછી મળે છે મેજર ઇકબાલ (અર્જુન રામપાલ), એક રાક્ષસ જેવો માણસ અને સાથે SP ચૌધરી અસલમ (સંજય દત્ત) એકદમ જિન્ન જેવી હાજરી.
રણવીરનું જાસૂસી કેરેક્ટર, એકદમ સોલિડ
બોલીવૂડના જાસૂસોની ભીડમાં હમઝા એક સ્પાય છે. તેની જર્ની, લ્યારિમાં પોતાની પકડ બનાવવી, આ બધું એક એંગેજિંગ અને જોરદાર સ્પાય સ્ટોરી બની જાય છે. રણવીર સિંહ મોટાભાગે ચૂપ છે, આંખોથી પણ ઘણું નથી બોલતા, પણ તેમનું સ્ક્રીન પ્રેઝન્સ એટલું મજબૂત છે કે ખામોશી પણ અસર કરે છે. માધવન, અક્ષય, અર્જુન અને સંજય, બધાં જ ઝકાસ ફોર્મમાં છે. લ્યારિનું ડાર્ક, રો, સીલન ભરેલું અને ગેંગસ્ટરોથી ભરેલું વાતાવરણ ફિલ્મને જીવંત બનાવે છે. કરાચીના ગેંગ વૉર, પાકિસ્તાનની પોલિટિક્સ, મફિયાઓ દ્વારા ભારતીય નોટોની નકલ છાપવાનું કામ, મુંબઈ હુમલાની તૈયારી, ડેવિડ હેડલીનો રોલ, ફર્સ્ટ હાફમાં આ બધું ગોઠવાયું છે. આ ભાગ લગભગ બે કલાક ચાલે છે, પરંતુ તમને બોર નહીં થવા દે.
સેકન્ડ હાફ: ફિલ્મનો સૌથી તગડો ભાગ
ફર્સ્ટ હાફ હમઝાને એક મજબૂત જાસૂસ તરીકે સેટ કરે છે. સેકન્ડ હાફ એ પોઇન્ટ છે જ્યાં હમઝા એક્શનમાં આવે છે. એક વેઇટેડ સીનમાં હમઝા એક છોકરાને હથિયાર આપે છે. તેનું નામ છે , અજમલ કસાબ. એ પછી એ છોકરો ભારત પર હુમલો કરે છે. આ સીન આખી ફિલ્મના ઇમોશનલ વેઇટને વધુ મજબૂત બનાવે છે. હવે હમઝાએ પોતાનું કવર રિવિલ નથી કરવાનું અને ભારતની રક્ષા પણ કરવાની છે. 26/11 પછી હવે મોટું એક્શન લેવું જ પડે અને તે કરે પણ છે. રહમાન ડાકુ તેનો ટાર્ગેટ છે. તેને હટાવ્યો તો કરાચીના ગેંગ વૉરનું બેલેન્સ બદલાશે. નવી તક મળશે અને હમઝા પાકિસ્તાનની એન્ટી-ઇન્ડિયા પ્લાનિંગ પર વધુ પકડ મેળવી શકશે.
રણવીરનાં એક્શન સીન, સ્ક્રિન ફાડીને બહાર આવે એવા
સેકન્ડ હાફમાં રણવીરને ઝકાસ, રો એક્શન સીન મળે છે અને તે તેને મજબૂત રીતે ભજવે છે. ક્લાઇમૅક્સ બાદ તો તમે ખુરશી પરથી ઊભા થઈ જ નહીં શકો, કારણ કે ત્યાં તમને હમઝાનું સાચું નામ ખબર પડે છે. મિશનનું એક સ્ટેજ પૂરું થાય છે. હજુ મેજર ઇકબાલ બચ્યો છે અને કોઈ "મોટા સાહેબ", જે સમગ્ર ઓપરેશનના બોસ છે, તેમનો પણ ઇલાજ બાકી છે.
કુલ મળીને ધુરંધર ફિલ્મ કેવી છે?
આદિત્ય ધરે ફરી સાબિત કર્યું છે કે તેમની ફિલ્મ મેકિંગની ધાર એકદમ તીક્ષ્ણ છે. થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ લોકો અક્ષય ખન્ના અને રણવીરની ચર્ચા કરતાં જ જોવા મળશે. ફિલ્મ વચ્ચે-વચ્ચે ભારતીય પોલિટિક્સને પણ એડ્રેસ કરે છે, એટલે વિવાદ અને વખાણ બંને થશે. ફિલ્મનું ડ્યુરેશન થોડું વધારે છે, પણ સ્ટોરીને ન્યાય મળે છે. મ્યુઝિક અપબીટ છે, ફિલ્મને સ્લો લાગવા દેતું નથી. ફિલ્મમાં ગાળો પણ છે, લોહિયાળ સીન પણ છે. તેથી બાળકોને બિલકુલ ન લઈ જશો કારણ કે ફિલ્મ A રેટિંગમાં છે.








