એન્ટરટેઇનમેન્ટ

'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જેવી કોઈ વસ્તુ નથી...' ચિરંજીવીના નિવેદનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોબાળો, સિંગરે ખુલેઆમ કરી ટીકા

27 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જેવી કોઈ વસ્તુ નથી...' ચિરંજીવીના નિવેદનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોબાળો, સિંગરે ખુલેઆમ કરી ટીકા

Chiranjeevi Casting Couch Controversy : તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીના નિવેદન, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જેવી કોઈ વસ્તુ નથી, જો કોઈને ખરાબ અનુભવ થયો હોય તો તેની પોતાની પસંદગીઓ અને સંજોગોને કારણે હોઇ શકે છે' બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો છે. સિંગર એંડ વોઇસ ઓવર આર્ટિસ્ટ ચીન્મયીએ તેમના નિવેદનની ખુલેઆમ ટીકા કરી છે.

કથિત રીતે તેના સાથે છેડતી કરી હતી
ચીન્મયીએ સ્પષ્ટપણે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં એવા પુરુષો છે જે મને છે કે, તેમના કામના બદલામાં મહિલાઓ પાસે સેક્સ્યુઅલ ફેવર માંગવું તેમનો હક સમજે છે. વધુમાં તેમણે કહ્યું કે જાતીય સતામણી જેવી ઘટનાઓ એટલા માટે બનતી નથી કારણ કે પીડિતા ઈચ્છે છે. પોતાની સાથે બનેલી ઘટનાને યાદ કરતાં ચીન્મયીએ કહ્યું કે, પ્રખ્યાત ગીતકાર વૈરામુથૂએ કથિત રીતે તેના સાથે છેડતી કરી હતી. વધુમાં તેણે કહ્યું કે, આવી ઘટનાઓ બનતી નથી કારણ કે તેના માટે મહિલાઓ જવાબદાર હોય છે.

તેણીએ આગળ પ્રશ્ન કર્યો કે ચિરંજીવી જેવો મોટો સ્ટાર આવું કેમ વિચારશે. તેણીના મતે, ફિલ્મ ઇન્ડસર્ટીમાં કાસ્ટિંગ કાઉચ સામાન્ય છે. જે મહિલાઓ 'ફૂલ કમિટમેન્ટ' આપતી નથી તેમને કામ આપવાનો ઇનકાર કરવામાં આવે છે. તેણીએ સમજાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'ફૂલ કમિટમેન્ટ' સેક્સ્યુઅલ ફેવર માટે વપરાતો શબ્દ છે . X પર પોસ્ટ કરતાં, ચિન્મયીએ લખ્યું કે પુરુષો એવી સ્થિતિમાં હોય છે જ્યાં તેમને લાગે છે કે તેઓ સ્ત્રીઓ પાસેથી ફિજિકલ ઇન્ટિમેસીનીની માંગ કરી શકે છે અને અપેક્ષા રાખી શકે છે.

મહિલા સાથે છેડતી કરી અને અશ્લીલ ફોટોઝ મોલક્યા
તેણીએ એક સાચી ઘટના શેર કરી, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા એક વ્યક્તિએ સ્ટુડિયોમાં એક મહિલા મ્યુજીશિયન સાથ જાતીય શોષણ કરવાનું પ્રયાસ કર્યું હતું. ગભરાઈને, મહિલા પોતાને સાઉન્ડ બુથમાં બંદ કરી દીધી, બાદમાં એક વરિષ્ટ વ્યક્તિએ તેણે બચાવી, આ ઘટના બાદ મહિલાએ જગ્યા છોડી દીધી. ચીન્મયીએ જણાવ્યું કે, પુરુષ ગાયકે મહિલા સાથે છેડતી કરી અને તેણે ઓનલાઇન અશ્લીલ ફોટોઝ મોલક્યા.

MeToo મુવમેન્ટને આ પેઠી સમજી નહીં શકી
ચિરંજીવીના નિવેદનનો સ્પષ્ટપણે જવાબ આપતા ચીન્મયીએ કહ્યું કે તે એવા જગ્યાથી આવે છે જય પુરુષ અને મહિલા કલાકાર બંને મિત્ર અથવા પરિવાર જેવા હતા અને એક બીજાનો આદર કરતાં હતા. તેણીએ કહ્યું MeToo મુવમેન્ટને આ પેઠી સમજી નહીં શકી, અને કેટલીક વરિષ્ઠ મહિલા કલાકારોએ શોષણ સામે અવાજ ઉઠાવતી મહિલાઓની પણ મજાક ઉડાવી હતી.

આ ખ્યાલ સંપૂર્ણપણે ખોટો છે
ચિન્મયીએ આગળ કહ્યું કે ફિલ્મ ઇન્ડસર્ટી વ્યક્તિના ચારિત્ર્યનું પ્રતિબિંબ છે, અને આ ખ્યાલ સંપૂર્ણપણે ખોટો છે. તેણીએ કહ્યું, 'વૈરામુથુ મને સ્પર્શતો ન હતો કારણ કે હું ઇચ્છતી હતી. હું ત્યારે ખૂબ જ નાની હતી, મારી કિશોરાવસ્થામાંથી બહાર, અને હું તેને મારો માર્ગદર્શક અને એક તેજસ્વી ગીતકાર માનતી હતી. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ માણસ આટલો અસુરક્ષિત હોઈ શકે છે. મારી માતા પણ ત્યાં હતી, તેણે મારી છેડતી કરી, અને એક માતા તરીકે પણ, તે આવા પુરુષોને રોકી શકતી નથી. સમસ્યા એ પુરુષોની છે જે કામના બદલામાં ફિજિકલ ઇન્ટિમેસીને પોતાનો અધિકાર માને છે."

ચિરંજીવીનો વિવાદિત નિવેદન
તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં આયોજિત એક ખાસ કાર્યક્રમ દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમ તેમની તાજેતરની ફિલ્મ મન શંકર વારા પ્રસાદ ગરુની સફળતાની ઉજવણી માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, ચિરંજીવીએ કહ્યું, 'આ એક અદ્ભુત ઇન્ડસ્ટ્રી છે. જો કેટલાક લોકો અહીં સફળ ન થયા હોય, અથવા કહો કે ઇન્ડસ્ટ્રીમાં નકારાત્મક લોકો છે, અથવા તેમને ખરાબ અનુભવો થયા હોય, તો હું માનું છું કે તે તેમની પોતાની ભૂલ છે.'

કાઉચ જેવી કોઈ વસ્તુ નહીં
તેણીએ આગળ કહ્યું, 'જો તમે કડક અને ગંભીર રહેશો, તો કોઈ તમારો ફાયદો ઉઠાવી શકશે નહીં. પછી કાસ્ટિંગ કાઉચ જેવી કોઈ વસ્તુ નહીં હોય. તે તમારા વર્તન પર આધાર રાખે છે. તમારી અસલામતી તમને એવું લાગવા માટે પ્રેરિત કરી શકે છે કે તમારે આ રીતે વર્તવું જોઈએ. જો તમે વ્યાવસાયિક રીતે વર્તશો, તો બીજી વ્યક્તિ પણ એવું જ વર્તન કરશે. આ ઇન્ડસ્ટ્રી એક અરીસા જેવું છે , તમે જે પ્રોજેક્ટ કરો છો તે જ તમે પ્રતિબિંબિત કરો છો.'

Tags:
ચર્ચાસ્પદ નિવેદનસોશિયલ મીડિયા ટ્રેન્ડિંગભારતીય સિનેમામહિલા અધિકારવાયરલ ન્યૂઝ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026