એન્ટરટેઇનમેન્ટ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જૂની પરંપરા તૂટશે, પહેલીવાર દિલ્હીની બહાર ગુજરાતમાં યોજાશે સમારોહ

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જૂની પરંપરા તૂટશે, પહેલીવાર દિલ્હીની બહાર ગુજરાતમાં યોજાશે સમારોહ

National film awards ceremony: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને લઈને આ વખતે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતો આ સમારોહ પહેલીવાર દેશની રાજધાનીની બહાર યોજાવાની તૈયારીમાં છે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની યજમાની ગુજરાતને મળવાની પ્રબળ શક્યતા છે અને નર્મદા જિલ્લાના એકતા નગરમાં, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, ત્યાં સમારોહ યોજાઈ શકે છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે અને તેમના પ્રવાસ દરમિયાન એકતા નગરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા દેશભરના વિજેતા કલાકારો, અભિનેતાઓ, દિગ્દર્શકો અને ટેકનિશિયનોને પુરસ્કાર આપવામાં આવે છે. આ વખતે સ્થળમાં થનારો ફેરફાર નેશનલ ફિલ્મ એવોર્ડ્સની લાંબા સમયથી ચાલતી પરંપરામાં ઐતિહાસિક બદલાવ ગણાશે.

'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત જુલાઈમાં નવી દિલ્હીમાં કરવામાં આવી હતી. વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મોના પ્રદર્શનને આધારે જાહેર કરાયેલા આ એવોર્ડ્સમાં 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. આ જ ફિલ્મમાં અભિનય માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે કાર્તિક આર્યન અને મલયાલમ સુપરસ્ટાર મામૂટીએ સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.

ગુજરાત માટે પણ આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ
જો એકતા નગરમાં સમારોહનું આયોજન થાય છે, તો ગુજરાત માટે પણ આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત સમારોહને પ્રથમવાર દિલ્હીની બહાર યોજવાનો નિર્ણય ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માનને દેશના અન્ય ભાગો સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. હવે રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ દરમિયાન આ આયોજન અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન#ગુજરાતફિલ્મ#Breaking#IndianCinemaNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026