Prabhas Fauzi Movie Character Birthday Update Teaser Release: સાઉથ સિનેમાથી લઈને સમગ્ર ભારતમાં 'પાન ઇન્ડિયા સ્ટાર' તરીકે ખ્યાતિ મેળવનાર પ્રભાસ વર્ષ 2026 અને 2027માં એક પછી એક શાનદાર પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. 'કલ્કી-2' અને 'સાલાર-2' ઉપરાંત તેમની સૌથી વધુ ચર્ચાસ્પદ અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક 'ફૌજી' છે, જેમાં આ સાઉથ સુપરસ્ટારનો અંદાજ અને કિરદાર સાવ અલગ જ જોવા મળવાનો છે. પ્રભાસની આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત દિગ્દર્શક હનુ રાઘવપુડી કરી રહ્યા છે. હવે ફિલ્મ જગતમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જે પ્રભાસના ફેન્સની ઉત્સાહ અને આતુરતાને બેવડી કરી દેશે. આગામી 23 ઓક્ટોબરે પ્રભાસના જન્મદિવસે મેકર્સ તેમના પાત્રની ઝલક દુનિયા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે.
નિર્માતા રવિ શંકરે આપી માહિતી: 'બાહુબલી' જેવી નથી આ ફિલ્મ
હાલમાં જ એક ફિલ્મી ટીઝર લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન નિર્માતા રવિ શંકરે પ્રભાસની ફિલ્મ 'ફૌજી' વિશે મોટું અપડેટ આપ્યું હતું. તેમણે ખુલાસો કર્યો હતો કે, પ્રભાસના જન્મદિવસે એટલે કે 23 ઓક્ટોબરે તેઓ 'ફૌજી' ફિલ્મનો એક ખાસ પ્રોમોશનલ વીડિયો શેર કરશે, જેમાં ફિલ્મની વાર્તા અને પ્રભાસના કિરદારની ઝાંખી જોવા મળશે. ફેન્સને ખબર પડશે કે આ ફિલ્મની પ્લોટ લાઇન શું છે અને દર્શકો માટે તેમાં શું ખાસ છે. નિર્માતાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “આ ફિલ્મ ‘બાહુબલી’ જેવી પૌરાણિક કે ભવ્ય કલ્પના પર આધારિત નથી, તેથી દર્શકોએ એવી અપેક્ષા રાખીને થિયેટરમાં જવું નહીં.” આ ફિલ્મ સંપૂર્ણપણે અલગ જ પિરિયડ વોર ડ્રામા શૈલીની છે.
ફૌજી ફિલ્મમાં ફૌજીના પાત્રમાં નજરે પડશે પ્રભાસ
ફિલ્મ 'ફૌજી' ના પ્રમોશનલ વીડિયો અગાઉ મેકર્સ દ્વારા પ્રભાસનો ઇન્ટેન્સ લુક શેર કરવામાં આવ્યો હતો, જેમાં અભિનેતા લોહીથી સનેલા હાથે હાથમાં ગન (બંદૂક) પકડેલા નજરે પડ્યા હતા. આ પિક્ચર સાથે મેકર્સે કેપ્શનમાં લખ્યું હતું કે, “બટાલિયન... જેઓ એકલા લડે છે.” આ વોર ડ્રામા ફિલ્મમાં પ્રભાસ એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યા છે. આ તેમના અભિનય કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટા બજેટની પિરિયડ ફિલ્મોમાંની એક છે, જેના સેટ અને એક્શન સિક્વન્સ પર પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવ્યા છે.
માર્ચ 2027માં થિયેટરમાં રિલીઝ થશે મેગા બજેટ ફિલ્મ
જો વાત કરીએ પ્રભાસની આ ફિલ્મની રિલીઝ ડેટની, તો અગાઉ આ પિરિયડ વોર ડ્રામા ફિલ્મને ડિસેમ્બર 2026માં થિયેટરોમાં ઉતારવાનું આયોજન હતું, પરંતુ બાદમાં પોસ્ટ પ્રોડક્શન અને વીડિયો ઇફેક્ટ્સના કારણે તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. હવે આ મૂવી માર્ચ 2027માં મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવૂડ અને સાઉથના દિગ્ગજ કલાકારો જેવા કે જય પ્રદા, મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દીપક અંતાણી અને રાજેશ શર્મા પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.








