એન્ટરટેઇનમેન્ટ

'દયા ભાભી'ના પિતા અને જાણીતા અભિનેતા ભીમ વાકાણીનું અવસાન, ગુજરાતી રંગભૂમિમાં શોકની લહેર

7 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
'દયા ભાભી'ના પિતા અને જાણીતા અભિનેતા ભીમ વાકાણીનું અવસાન, ગુજરાતી રંગભૂમિમાં શોકની લહેર

Disha Vakani father passes awa: ટેલિવિઝનના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા ઘરઘરમાં ઓળખ મેળવનારી અભિનેત્રી દિશા વાકાણી એટલે કે આપણાં દયા ભાભી અને તેમના ભાઈ મયુર વાકાણી માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમના પિતા અને જાણીતા અભિનેતા-નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે અવસાન થયું છે. પરિવાર તરફથી મળતી માહિતી મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને સારવાર હેઠળ હતા.

ગુજરાતી નાટ્યજગત અને ફિલ્મ જગતમાં શોકનો માહોલ
ભીમ વાકાણીના નિધનથી ગુજરાતી રંગભૂમિ, ટેલિવિઝન તેમજ ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેઓ લાંબા સમયથી અભિનય ક્ષેત્રે સક્રિય રહ્યા હતા અને ત્રણેય માધ્યમોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. ખાસ કરીને અમદાવાદમાં "વાકાણી થિયેટર્સ"ના બેનર હેઠળ તેમણે અનેક નાટકોનું નિર્માણ, દિગ્દર્શન અને અભિનય કર્યું હતું, જેનાથી તેમણે સંસ્કૃતિ અને કળાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સફળ કલાકાર, ઉત્તમ માર્ગદર્શક અને પિતા
દિશા વાકાણીએ પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ ખૂબ નાની વયે જ રંગભૂમિ પર પગલું મૂક્યું હતું. 'મંગળફેરા' અને 'પહેલો સગો' જેવા નાટકોમાં તેમણે બાળ કલાકાર તરીકે નાનાં પાત્રો ભજવીને અભિનયની શરૂઆત કરી હતી. ભીમ વાકાણી માત્ર સફળ કલાકાર જ નહીં, પણ ઉત્તમ માર્ગદર્શક અને પિતા તરીકે જીવન જીવ્યા હતા.

અનેક જાણીતા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી
ફિલ્મ જગતમાં પણ ભીમ વાકાણીનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. તેમણે અનેક જાણીતા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી. તેઓ આમિર ખાન સાથે 'લગાન' અને શાહરૂખ ખાન સાથે 'સ્વદેશ', 'લજ્જા' તથા 'વન્સ અપોન અ ટાઈમ ઇન ઇન્ડિયા' જેવી ફિલ્મોમાં નજરે પડ્યા હતા. તેમના અભિનયમાં સાદગી અને પ્રભાવશીલતા સ્પષ્ટ જોવા મળતી હતી.

આજે બપોરે નીકળશે અંતિમયાત્રા
મળતી માહિતી અનુસાર, ભીમ વાકાણીનું આજે વહેલી સવારે અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા બપોરે અંદાજે 2:30 વાગ્યે તેમના નિવાસસ્થાનથી નીકળવાની છે અને થલતેજ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવાર, મિત્રો અને ચાહકો તેમના અંતિમ દર્શન માટે હાજર રહેશે. ભીમ વાકાણીના નિધનથી વાકાણી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

સોશિયલ મીડિયા પર કલા જગતના લોકોએ આપી શ્રદ્ધાંજલિ
સોશિયલ મીડિયા પર પણ તેમના ચાહકો, સહકલાકારો અને કલા જગતના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ઘણા લોકોએ તેમના સાથે જોડાયેલા અનુભવો શેર કરીને તેમની સાદગી અને કળાપ્રેમને યાદ કર્યો છે. સાંસ્કૃતિક જગતમાં ભીમ વાકાણીનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે પોતાના જીવન દ્વારા કળાને સમર્પિત કરી અને નવી પેઢીને પ્રેરણા આપી. તેમના નિધનથી સર્જાયેલ ખાલીપો સરળતાથી પૂરો થવાનો નથી.

Tags:
Vakani Familyવાકાણી પરિવારTheatre Artistરંગભૂમિ કલાકારDemise
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026