એન્ટરટેઇનમેન્ટ

બાદશાહના બીજા લગ્નનો પણ અંત! 5 મહિના બાદ ઈશા રીખીએ છૂટાછેડાની કરી જાહેરાત, ઈશા રીખીની ભાવુક પોસ્ટ

1 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
બાદશાહના બીજા લગ્નનો પણ અંત! 5 મહિના બાદ ઈશા રીખીએ છૂટાછેડાની કરી જાહેરાત, ઈશા રીખીની ભાવુક પોસ્ટ

Badshah Divorce: પ્રસિદ્ધ રેપર બાદશાહ અને પંજાબી અભિનેત્રી ઈશા રીખીના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. લગ્નના માત્ર પાંચ મહિના બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. સોમવારે રાત્રે બાદશાહ અને ઈશા રીખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકસરખું સ્ટેટમેન્ટ શેર કરીને છૂટાછેડાની જાહેરાત કરી હતી.

પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય
બાદશાહે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્ટેટમેન્ટ શેર કરીને ઈશા રીખીથી અલગ થવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને હવે પોતપોતાના જીવનમાં આગળ વધશે. બાદશાહે ચાહકો અને મીડિયાને આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવેસીનું સન્માન કરવાની અપીલ પણ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલે બંને તરફથી આ જ એકમાત્ર નિવેદન રહેશે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની અટકળો ન લગાવવામાં આવે.

image.png

જુલાઈથી જ શરૂ થઈ હતી સંબંધોમાં તિરાડની ચર્ચા
બાદશાહ અને ઈશા રીખીના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચા જુલાઈ મહિનાથી સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. તે સમયે ઈશાએ બાદશાહ સાથેના ખાસ પળોનો એક વીડિયો મોન્ટાજ શેર કર્યો હતો. આ પોસ્ટ સાથે તેણે લખ્યું હતું કે, ‘દરેક તોફાન એક પાઠ છે અને દરેક પ્રાર્થના એક આશા છે.’ પોસ્ટમાં બ્રોકન હાર્ટ અને નમસ્તેના ઈમોજી પણ હતા. ત્યારથી જ ફેન્સ તેમના સંબંધોને લઈને વિવિધ અટકળો લગાવી રહ્યા હતા.

Screenshot (221).png

ગુપ્ત રીતે કર્યા હતા લગ્ન
બાદશાહ અને ઈશા રીખીએ પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. માર્ચ મહિનામાં તેમના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ બંનેના લગ્નની વાત જાહેર થઈ હતી. લગ્ન પહેલાં બંને લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ઈશાએ જૂન મહિનામાં સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને વાત પણ કન્ફર્મ કરી હતી. જોકે, લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

બાદશાહના હતા બીજા લગ્ન
ઈશા રીખી સાથેના લગ્ન બાદશાહના બીજા લગ્ન હતા. આ પહેલાં તેમણે જાસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનું નામ જેસીમી ગ્રેસ મસીહ સિંહ છે. બાદશાહ અને જાસ્મિનના છૂટાછેડા વર્ષ 2020માં ફાઈનલ થયા હતા. હવે ઈશા રીખી સાથેના બીજા લગ્ન પણ તૂટી જતા બાદશાહ ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યા છે.

બિગ બોસમાં જોવા મળશે ઈશા રીખી?
બાદશાહ અને ઈશા રીખીના છૂટાછેડાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ઈશા રીખી સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’ની આગામી સિઝનમાં જોવા મળી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. હાલ બંનેએ પોતાના સંબંધને લઈને સ્પષ્ટતા કરી દીધી છે અને ચાહકોને તેમની પ્રાઈવેસીનું સન્માન કરવાની અપીલ કરી છે.

Tags:
સેલિબ્રિટી ડિવોર્સબોલિવૂડ ડિવોર્સઈશા રીખીની પોસ્ટબાદશાહનું નિવેદનપાંચ મહિનામાં છૂટાછેડા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026